You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં વિમાનનું એંજિન તૂટતા કાટમાળ નીચે ઘરો પર પડ્યો
અમેરિકામાં ટૅક-ઑફ પછી બેમાંથી એંજિન ખરાબ થઈ જતા બોઇંગ વિમાનના એંજિનનો કાટમાળ ડેનવરના રહેણાંક વિસ્તારોમાં પડ્યો.
બોઇંગ 777માં 231 મુસાફરો અને 10 સભ્યોનું ચાલકદળ હતું. તેના એંજિનનો કાટમાળ નીચે તૂટીને પડ્યો. જોકે બાદમાં ડેનવર હવાઈમથક પર સુરક્ષિત લૅન્ડિંગ કરાયું હતું. ઘટનામાં કોઈ પણ ઘાયલ થયાનાં સમાચાર નથી.
પોલીસે સોશિયલ એક તસવીર પોસ્ટ કરી હતી જે એંજિનને આગળથી કવર કરતો રિંગનો ભાગ જણાય છે.
વિમાનમાં બેઠેલા મુસાફરોએ ટૅકઑફ બાદ એક મોટો ધડાકો થયો હોવાનું કહ્યું.
યુનાઇટેડ ઍરલાઇન્સની ફ્લાઇટ 328 હોનોલુલુ જઈ રહી હતી અને તેના જમણી બાજુના એંજિનમાં ખામી થતા તે ફૅઇલ થઈ ગયું હોવાનું ફેડરલ ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશને કહ્યું.
એક મુસાફરને ટાંકીને એપી ન્યૂઝ એજન્સીએ લખ્યું કે વિમાનમાં પાઇલટે વિસ્ફોટ વિશે જાહેરાત પણ કરી હતી.
પછી યાત્રી ડેવિડ ડેલુસીયા અનુસાર વિમાન એકદમ ધ્રુજવા લાગ્યું અને વિમાન એકદમ નીચે આવવા લાગ્યું હતું.
તેમણે અને તેમની પત્નીએ પાકિટ પાસે રાખી લીધા જેથી નીચે જઈને તેમની ઓળખ થઈ શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે રહીશોને કાટમાળને સ્પર્શ ન કરવા સૂચના આપી છે. હવે સંબંધિત એજન્સી વધુ તપાસ હાથ ધરશે.
સીએનએ અનુસાર એક રહીશે કહ્યું કે તેમણે ઉપરથી આવી રીતે કાટમાળ આવતો જોયો એટલે તેઓ બાળકને લઈને એક સુરક્ષિત જગ્યાએ જતાં રહ્યાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો