You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરશદ મદનીના નિવેદન પર કેમ ગુસ્સે થઈને જૈન મુનિએ સ્ટેજ છોડી દીધું?
દિલ્હીના રામલીલા મેદાનમાં જમિયત-ઉલેમા-એ-હિંદના 34માં સામાન્ય અધિવેશનમાં મૌલાના અરશદ મદનીના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. રવિવારે, અધિવેશનના છેલ્લા દિવસે તેમણે તમામ ધર્મોના ગુરુઓ અને સંતોના સમાગમ સત્રમાં મનુ-આદમ અને ઓમ-અલ્લાહની તુલના કરી દીધી.
પરંતુ ત્યાં હાજર જૈન સાધુ આચાર્ય લોકેશ મુનિએ તેમનો વિરોધ કર્યો હતો.
જૈન મુનિએ કહ્યું, "જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીર હતા, તે પહેલા 23માં ભગવાન પાર્શ્વનાથ હતા. નેમિનાથ યોગીરાજ કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા, પરંતુ યાદ રહે કે ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર હતા, જેમના પુત્ર ભરત પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે."
તેમણે અરશદ મદનીના નિવેદન પર કહ્યું કે, "તમે આ રીતે ઈતિહાસ ભૂંસી ન શકો. તમે જે કહ્યું છે તેની સાથે હું સહમત નથી અને સર્વધર્મના સંતો પણ સહમત નથી. અમે માત્ર એ વાત સાથે સંમત છીએ કે આપણે સાથે રહેવું, પ્રેમથી રહેવું, મોહબ્બતથી રહેવું."
"મારી સાથે સર્વધર્મના લોકો કોઈ આ સાથે સહમત નથી. પરસ્પર હળીમળીને રહો. પ્રેમથી રહો… આ સિવાય એ કહાણી કે અલ્લાહ... મનુ અને તેના સંતાનો એ બધી નકામી વાતો છે." આટલું કહીને તેઓ સ્ટેજ છોડી ગયા.
- અરશદ મદનીએ મંચ પરથી કહ્યું, "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, જ્યારે કોઈ નહોતું, ત્યારે પ્રશ્ન થાય કે મનુ કોની પૂજા કરતા હતા?"
- તેમણે કહ્યું, "ૐ" "મેં કહ્યું અરે બાબા, એમને જ અમે 'અલ્લાહ' કહીએ છીએ. તમે તેમને 'ઈશ્વર' કહો છો. ફારસી બોલનારા તેમને 'ખુદા' કહે છે. અંગ્રેજી બોલતા લોકો 'ગોડ' કહે છે. એનો મતલબ એ છે કે તે મનુ એટલે કે આદમ, ઓમ એટલે કે અલ્લાહની પૂજા કરતા હતા"
- જૈન સાધુ આચાર્ય લોકેશ મુનિએ તેમનો વિરોધ કર્યો હતો
- તેમણે કહ્યુ, "મારા સહિત સર્વધર્મના લોકોમાંથી કોઈ આ સાથે સહમત નથી. પરસ્પર હળીમળીને રહો. પ્રેમથી રહો… આ સિવાય એ કહાણી કે અલ્લાહ... મનુ અને તેના સંતાનો એ બધી નકામી વાતો છે" આટલું કહીને તેઓ સ્ટેજ છોડી ગયા
આ પહેલા શનિવારે જમિયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું હતું કે ઇસ્લામ ભારતનો સૌથી જૂનો ધર્મ છે. આ ભૂમિ મુસલમાનોની પ્રથમ માતૃભૂમિ છે. એ કહેવું તદ્દન ખોટું છે કે ઇસ્લામ એવો ધર્મ છે જે ભારતમાં બહારથી આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, "ભારત મુસ્લિમો માટે સૌથી સારો દેશ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અથવા આરએસએસ સાથે તેમનો વૈચારિક મતભેદ છે, ધાર્મિક નહીં.
અરશદ મદનીએ શું કહ્યું?
અરશદ મદનીએ મંચ પરથી કહ્યું, "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, જ્યારે કોઈ નહોતું, ત્યારે પ્રશ્ન થાય કે મનુ કોની પૂજા કરતા હતા?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા, પરંતુ તેમની પાસે જ્ઞાન નથી. બહુ ઓછા લોકો કહે છે કે જ્યારે દુનિયામાં કંઈ નહોતું ત્યારે મનુ ૐની પૂજા કરતા હતા."
"પછી મેં પૂછ્યું કે ૐ કોણ છે? ઘણા લોકોએ કહ્યું કે તે હવા છે, જેનું કોઈ સ્વરૂપ નથી, કોઈ રંગ નથી. તે વિશ્વમાં દરેક જગ્યાએ છે, હવા દરેક જગ્યાએ છે. તેમણે આકાશ બનાવ્યું છે, તેણે જમીન બનાવી છે."
તેમણે કહ્યું, "મેં કહ્યું અરે બાબા, એમને જ અમે 'અલ્લાહ' કહીએ છીએ. તમે તેમને 'ઈશ્વર' કહો છો. ફારસી બોલનારા તેમને 'ખુદા' કહે છે. અંગ્રેજી બોલતા લોકો 'ગોડ' કહે છે. એનો મતલબ એ છે કે તે મનુ એટલે કે આદમ, ૐ એટલે કે અલ્લાહની પૂજા કરતા હતા. આ આપણા દેશની તાકાત છે. "
અરશદ મદની મોહન ભાગવતના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે હિંદુ અને મુસ્લિમોના પૂર્વજો સમાન છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો