You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુશીનગરમાં દુર્ઘટના : કુવામાં પડી જતાં એકસાથે 13નાં મૃત્યુ, પીએમ મોદીએ સહાયતા જાહેર કરી, ગામલોકોએ કિધું, 'સમયસર મદદ ના મળી'
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી, જેમાં એક કૂવા પર રખાયેલો સ્લેબ તૂટતાં 13 લોકોનાં મૃત્યુ નીજપ્યાં.
મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. આ લોકો કુશીનગરના નૌરંગિયામાં લગ્નસંબંધિત એક રિવાજ માટે એકઠા થયા હતા અને કૂવા પર રખાયેલા સ્લેબ પર બેઠા હતા.
સ્લેબ તૂટતાં જ બધા લોકો કૂવામાં જઈ પડ્યા. આ ઘટનામાં 12 મહિલાઓ અને 11 બાળકીઓનાં મૃત્યુ થયાં છે.
આ અકસ્માતની જાણકારી આપતાં ગોરખપુરના રેન્જ આઇજી અખિલકુમારે કહ્યું, "ગામમાં પરમેશ્વર કુશવાહાને ત્યાં લગ્નનો કાર્યક્રમ હતો. એક રિવાજ અંતર્ગત કૂવા પર ગામની મહિલાઓ એકઠી થઈ હતી. લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી. કૂવા ઉપરનો સ્લેબ તૂટી ગયો અને એના ઉપર જેટલા પણ લોકો બેઠા હતા, એ કૂવામાં પડી ગયા. સ્થાનિક લોકોએ એમને બહાર કાઢ્યા અને તત્કાલ હૉસ્પિટલમાં ખસેડ્યા."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ'માંથી બે-બે લાખ રૂપિયાની અનુગ્રહરકમ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50-50 હજારની સહાય આપવામાં આવશે.
દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં તેમણે લખ્યું, "ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ઘટેલી ઘટના હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે, એમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે જ ઘાયલો જલદીથી સ્વસ્થ થઈ જાય એની કામના કરું છું."
ઉત્તર પ્રદેશના મુખ્ય મત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
તેણે ટ્વિટર પર લખ્યું, "યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસચોકી વિસ્તારમાં કૂવામાં પડી જવાની દુર્ઘટનામાં થયેલાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સમયસર મદદ ના પહોંચી'
આ દૂર્ઘટના રાતે 8:30 વાગ્યાની આસપાસ ઘટી અને રાતના અંધારામાં બચાવ અને રાહતકાર્યમાં અવરોધ આવ્યો.
ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ ઍમ્બ્યુલન્સ પહોંચવામાં મોડું થયું હોવાની ફરિયાદ કરી.
ઘટનાને નજરે જોનારી એક વ્યક્તિએ કહ્યું, "અમે તત્કાલ ઍમ્બ્યુલન્સને ફોન કર્યો કે જે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તત્કાલ હૉસ્પિટલ પહોંચાડવાના છે. સૌપ્રથમ સારવાર ઍમ્બ્યુલન્સમાં મળતી હોય છે. અમે 9:10 વાગ્યે ફોન કર્યો અને 10:30 વાગવા છતાં એક પણ ઍમ્બ્યુલન્સ નહોતી પહોચી."
રાહતકાર્યમમાં મોડું થવા અંગે સ્થાનિક પત્રકારોએ પોલીસ અધિકારી અખિલકુમારને પ્રશ્ન પૂછ્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું, "જો કોઈ પણ પ્રકારની બેપરવાઈ વર્તાઈ હશે તો કમિશનર સાહેબ અલગથી તપાસ કરાવી લેશે. હાલમાં પરિવારજનોને સહાય મળે એ જરૂરી છે. એમની સાથે તંત્રની સહાનુભૂતિ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો