You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગલૂડિયાનું નામ સોનુ રાખતાં પાડોશીઓએ મહિલાને જીવતી સળગાવી, ગુજરાતમાં ક્યાં ઘટી ઘટના?
ગુજરાતમાં મહિલાએ ગલૂડિયાંનું નામ સોનુ રાખતા પાડોશીઓએ જીવતી સળગાવી
એક મહિલાએ પોતાના ગલૂડિયાનું નામ સોનુ રાખ્યું હતું. તેમના પાડોશીની પત્નીનું નામ પણ તે જ હોવાથી પાડોશીઓએ મહિલાને જીવતી સળગાવી દીધી હતી.
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, આ કિસ્સો ભાવનગરના પાલિતાણામાં નોંધાયો હતો.
ભોગ બનનાર નીતાબહેન સરવૈયા ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે તેમના પડોશમાં રહેતા સુરાભાઈ ભરવાડે તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના ગલૂડિયાનું નામ તેમની પત્નીના નામ પરથી રાખ્યું હતું.
ઉશ્કેરાયેલા સુરાભાઈ સોમવારે બપોરે અન્ય પાંચ લોકો સાથે નીતાબહેનના ઘરે આવી પહોંચ્યા હતા અને તેમના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી.
કોરોના રસીનો ચોથો ડોઝ આપનાર પહેલો દેશ બનશે ઇઝરાયલ
ઇઝરાયલે કહ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમણની નવી લહેરના કારણે તેમની યોજના વિશ્વનો એવો પ્રથમ દેશ બનવાની છે જ્યાં નાગરિકોને કોરોના રસીનો ચોથો ડોઝ આપવામાં આવશે.
ઇઝરાયલના આરોગ્યલક્ષી તજજ્ઞોએ 60 વર્ષથી વધુ ઉંમરના અને સ્વાસ્થ્યકર્મીઓ માટે ચોથા બુસ્ટર ડોઝની ભલામણ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નફ્ટાલી બૅનેટે આ ભલામણને સ્વીકારીને અધિકારીઓને તેની તૈયારી કરવા કહ્યું છે.
આ નિર્ણય ત્યારે લેવામાં આયો જ્યારે મંગળવારના રોજ ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે ઇઝરાયલમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 340 કેસ નોંધાયા છે.
ઓમિક્રૉન પર બાઇડને અમેરિકાને કહ્યું - 'અમે તૈયાર છીએ'
અમિરકન રાષ્ટ્રપતિ જો બાઇડને ઓમિક્રૉન વૅરિયન્ટને પ્રસરતો અટકાવવાના ઉદ્દેશથી કહ્યું કે દેશમાં 50 કરોડ કોવિડ રેપિડ ટેસ્ટ મફત કરવામાં આવશે.
મંગળવારે પોતાના ભાષણમાં બાઇડને હૉસ્પિટલોને ટેસ્ટિંગ અને મિલિટરી સપોર્ટ આપવાની ઘોષણા કરી અને સાથે એમ પણ કહ્યું કે લૉકડાઉન નહીં લાગે.
તેમણે કહ્યું કે, "આ માર્ચ 2020 નથી. હવે આપણે ઘણુ બધું જાણીએ છીએ."
અમેરિકામાં ઓમિક્રૉન વૅરિયન્ટ હવે સૌથી વધુ પ્રસરતો વૅરિયન્ટ બની ગયો છે. કોરોનાના નોંધાઈ રહેલા કુલ કેસોમાંથી ત્રીજા ભાગના કેસ આ વૅરિયન્ટના નોંધાઈ રહ્યા છે.
ગયા મહિને જ દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો આ વૅરિયન્ટ હાલ વિશ્વભરમાં ફેલાઈ ગયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો