You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ પાકિસ્તાની ખેલાડી 'જેના લીધે' પાકિસ્તાનના હાથમાંથી વર્લ્ડકપ જતો રહ્યો
ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને ટી20 વર્લ્ડકપ જીતી લીધો છે. મૅલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમે શરૂઆત નબળી કરી હતી અને ઇંગ્લૅન્ડને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લૅન્ડ કોઈ ખાસ મુશ્કેલી વગર હાંસલ કરી લીધો હતો.
શાહીનશાહ આફ્રિદીનું 16મી ઓવરે ઘાયલ થવું પાકિસ્તાનને ભારે પડ્યું. ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ મુકાબલામાં હતી. આ વિજય સાથે જ ઇંગ્લૅન્ડની ટી20 અને વનડે એમ બન્ને ફૉર્મેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ છે. એક જ વખતે તે વનડે અને ટી20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
જોકે, આજની મૅચની બેન સ્ટૉક્સે પાકિસ્તાન માટે મુશ્કેલ બનાવી દીધી હતી. સ્ટૉક્સે અણબન 52 (49 બૉલ) બનાવ્યા. ટી20માં સ્ટૉક્સે પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી અને તેમની શાનદાર રમતની મદદથી ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને હરાવી દીધું.
આ દરમિયાન ટી20 વર્લ્ડકપ ઇંગ્લૅન્ડ સામે હાર્યા બાદ પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે જણાવ્યું કે શાહીનશાહ આફ્રિદીની ઈજા મૅચમાં 'અલગ જ પરિણામ' લાવી.
આફ્રિદીનું ઘાયલ થવું અને મૅચનું પાકિસ્તાનના હાથમાંથી સરી જવું
હૅરી બ્રૂકનો કૅચ પકડવા જતાં આફ્રિદી લૉન્ગ ઑફ પર ઘાયલ થઈ ગયા હતા. એ બાદ તેમને મેદાનમાંથી બહાર જતું રહેવું પડ્યું હતું. આફ્રીદ 16મી ઓવર ફેંકવા આવ્યા હતા અને એ વખતે ઇંગ્લૅન્ડને 30 બૉલમાં 41 રનની જરૂર હતી.
આફ્રિદીને ચાલવામાં મુશ્કેલી પડી રહી હોવાનું એ વખતે સ્પષ્ટ જણાતું હતું અને તેઓ એક જ બૉલ ફેંકી શક્યા હતા. એ બાદની ઓવર ઇફ્તિખાર અહમદે પૂરી કરી હતી. જોકે, બેન સ્ટૉક્સે એ ઓવરમાં એક સિક્સર અને એક ફૉર ફટકારીને મૅચનું પાસું પલટી નાખ્યું હતું.
મૅચ બાદના સમારોહને સંબોધતાં બાબરે ઇંગ્લૅન્ડને અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું, "અમને લાગ્યું કે અહીં સૌ કોઈ અમને સમર્થન આપવા આવ્યા છે. અમારી ટીમ છેલ્લી ચાર મૅચ જે રીતે રમી એ અતૂલ્ય છે. મેં ખેલાડીઓને એમની સહજ રમત રમવા કહ્યું હતું અને પૂરી સ્વતંત્રતા આપી હતી."
બાબરે એવું પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનને જે સ્કોર કરવા માગતું હતું એનાથી થોડો ઓછો સ્કોર થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે 20 રન ઓછા કર્યા પણ છેલ્લી ઓવર સુધીની લડત અવિશ્વસનીય હતી.અમારી બૉલિંગ શ્રેષ્ઠ પૈકીની હતી પણ બદનસીબે શાહીનની ઈજા અણધાર્યું પરિણામ લાવી. જોકે, એ પણ રમતનો એક ભાગ જ છે."
શાહીનશાહ આફ્રિદીનું 16મી ઓવરે ઘાયલ થવું પાકિસ્તાનને ભારે પડ્યું. ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ મુકાબલામાં હતી.
16 ઓવરમાં આફ્રિદી ઘાયલ થતાં મૅચમાંથી બહાર નીકળી ગયા અને બૉલિંગ પર આવ્યા ઇફ્તિખાર. આ એ ક્ષણ હતી, જ્યારે પાકિસ્તાનના હાથમાંથી મૅચ ઝડપથી સરકવા લાગી હતી. સ્ટૉક્સ આ ઓવરના ચોથા બૉલ પર ફૉર અને પાંચમા બૉલ પર સિક્સર ફટકારી પાકિસ્તાન પર દબાણ વધારી દીધું હતું.
એ બાદ મોહમ્મદ વસીમની ઓવરમાં મોઇન અલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા. આ 17મી ઓવરમાં મૅચ એકદમ ઇંગ્લૅન્ડના હાથમાં આવી ગઈ. 18મી ઓવર પાકિસ્તાન માટે થોડી રાહત લાવી અને આ ઓવરમાં ઇંગ્લૅન્ડને માત્ર પાંચ રન જ મળી.
જોકે, એ બાદ 19મી ઓવરમાં મોહમ્મદ વસીમે મોઇન અલી (19 રન, 12 બૉલ)ને બૉલ્ડ કર્યા એ વખતે ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટના નુકસાન 132 રન થઈ ગયો હતો અને જીતવા માટે માત્ર છ રનની જરૂર હતી.
એ બાદ ફરી સ્ટ્રાઇક પર આવેલા સ્ટૉક્સે ચોથા બૉલે ફૉર ફટકાર્યો અને સ્કોર બરોબર કરી દીધો. 19મી ઓવરના અંતિમ બૉલે સ્ટૉક્સે એક રન લીધો અને મૅચ જ નહીં વર્લ્ડકપ જીતી લીધો.
પાકિસ્તાનની શરૂઆત નબળી
પાકિસ્તાનના ઑપનર કૅપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન શરૂઆતથી રન લઈ શકતા નહોતા.
રિઝવાને ચોથી ઓવરમાં પાકિસ્તાનની ઇનિંગની પહેલી બાઉન્ડરી મારી હતી. આ ઓવરમાં પાકિસ્તાને 12 રન લીધા હતા, પણ પછી ઓવરમાં સૅમ કરને તેમને બોલ્ડ માર્યા હતા. રિઝવાને 14 બૉલમાં 15 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની પહેલી વિકેટ 29 રન પર પડી હતી.
તો ત્રીજા નંબરે આવેલા મોહમ્મદ હૅરિસ પહેલા છ બૉલમાં ખાતું ખોલાવી શક્યા નહોતા. સાતમા બૉલે તેમણે ચોગ્ગો મારીને ખાતું ખોલાવ્યું હતું.
પાવર પ્લેની છ ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર હતો એક વિકેટ પર 39 રન.
પાકિસ્તાનને બીજો ઝટકો આઠમી ઓવરમાં આદિલ રશીદે આપ્યો હતો. તેમણે પોતાના સ્પૅલના પહેલા બૉલે જ મોહમ્મદ હૅરિસને બેન સ્ટૉક્સના હાથે કૅચઆઉટ કર્યા હતા.
હૅરિસ 12 બૉલમાં માત્ર 8 રન બનાવી શક્યા હતા. આ ઓવરમાં પાકિસ્તાનના 50 રન પૂરા થયા. પાકિસ્તાનના બૅટ્સમૅનોને બાઉન્ડરી મારવામાં મુશ્કેલી પડી રહી હતી. ચોથા નંબરે આવેલા બૅટ્સમૅન શાન મસૂદે પોતાની ઇનિંગના 12મા બૉલે પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો.