You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાની યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે શુક્રવારથી શનિવારની મધરાત સુધી યુક્રેનની સરહદ પર યુદ્ધવિરામ રહેશે. આ સમય દરમિયાન ઑર્થોડૉક્સ ક્રિસમતની ઉજવણી કરવામાં આવે છે.
જોકે,બીજી તરફ યુક્રેને આ યુદ્ધવિરામનના આહ્વાનને ફગાવી દીધું છે.યુક્રેને આ જાહેરાતને 'ફસાવવા માટેની રશિયન જાળ' ગણાવી છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર રશિયાના પેટ્રિએક કિરિલે ઑર્થોડૉક્સ ક્રિસમતના અવસરે યુદ્ધવિરામનનું આહ્વાન કર્યું હતું.
76 વર્ષના ઑર્થૉડૉક્સ નેતા પુતિન અને રશિયાના યુક્રેન પરના હુમલાના સમર્થક છે.
ચર્ચની વેબસાઇટ પર તેમણે કહ્યું, "હું કિરિલ, મૉસ્કો અને સમગ્ર રશિયાના પેટ્રિએક, આ યુદ્ધમાં સામેલ તમામ પક્ષોને સીઝફાયરની અપીલ કરું છું. 6 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાથી 7 જાન્યુઆરીની મધરાતના 12 વાગ્યા સુધી 'ક્રિસમસ ટ્રુસ'ની રજૂઆત કરું છું. જેથી ઑર્થૉડૉક્સ ક્રિસમસ પહેલાં આવનારી રાત અને 'નેરેટિવ ઑફ ક્રાઇસ્ટ'ના દિવસે લોકો સર્વિસમાં ભાગ લઈ શકે. "
1 જાન્યુઆરીએ માર્યા ગયા હતા કેટલાય સૈનિકો
યુક્રેને એક જાન્યુઆરીની રાતે રશિયાના કબજાવાળા દોનેતસ્ક વિસ્તારના માકિએવકા શહેરની એક કૉલેપર રૉકેટથી હુમલો કર્યો હતો. આ કૉલેજમાં રશિયન સૈનિકો હતા.
રશિયાના જણાવ્યા અનુસાર રાતે લગભગ એક વાગ્યે અમેરિકાનિર્મિત રૉકેટ સિસ્ટમ કૉલેજ ઉપર છ જગ્યાએ છોડવામાં આવી હતી. આમાંથી બે રૉકેટોને નષ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
રશિયાએ એવું પણ જણાવ્યું હતું કે સૈનિકોએ પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં ફોનનો ઉપયોગ કર્યો હતો, જેનાથી દુશ્મનને એમની જગ્યાનો અંદાજો આવી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા હતા એનો અસલ આંક જાણી નથી શકાયો. રશિયા અને યુક્રેન બન્ને અલગઅલગ આંકડા રજૂ કરી રહ્યા છે.
જોકે, રશિયાએ માન્યું હતું કે યુક્રેનમાં અત્યાર સુધી થયેલાં મૃત્યુઓમાં આ સૌથી મોટો આંક છે.
બીજી તરફ, યુક્રેનનું કહેવું છે કે 400 રશિયન સૈનિકો માર્યા ગયા હતા અને 300 ઘાયલ થયા હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર આ હુમલામાં રેજિમેન્ટના ડેપ્યુટી કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ બચુરીનનું પણ મૃત્યુ થયું હતું. એક પંચ આ અંગેની તપાસ કરી રહ્યું છે.
રશિયાએ કહ્યું કે યુક્રેનના હુમલામાં મોટી સંખ્યામાં માર્યા ગયેલા રશિયન સૈનિકોના મામલે 'ગેરજવાબદાર અધિકારીઓની' જવાબદારી નક્કી કરવામાં આવશે.
માકિએવકા શહેરમાં થયેલા આ હુલામાં મોટી સંખ્યામાં સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
રશિયાની સેનાએ જણાવ્યું હતું કે ત્યાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે અને 'સ્પષ્ટ દેખાય છે કે આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.'
રશિયન સૈન્યના મતે 'અમેરિકાએ યુક્રેનને જે હિમાર્સ મિસાઇલો આપી છે, એની રેન્જમાં મોબાઇલ ફોનનો ઉપયોગ જોમખી બની શકે છે. સૈનિકોને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. '