You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન-ન્યૂઝીલૅન્ડની મૅચની પ્રથમ ઓવરમાં જ ડ્રામા, એક જ બૅટ્સમૅન બે વખત આઉટ
- પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની પ્રથમ મૅચની પ્રથમ ઓવરમાં જ ડ્રામા થયો હતો.
- સિડનીમાં રમાયેલી આ મૅચની એક ઓવરમાં એક જ બૅટર બે વખત આઉટ થયો હતો. જે બાદ આ ઓવરની ચર્ચા સતત ચાલી રહી છે.
- આ જ ઓવરમાં બે વખત વિકેટ, એક ફોર અને એક રન અને ખાલી બૉલ એવો ડ્રામા થયો હતો.
ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ સેમિફાઇનલની શરૂઆત જ નાટકીય રહી હતી.
ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જેમાં પ્રથમ ઓવરના પ્રથમ બૉલ પર ફોર ગયો. એ બાદ બીજા અને ત્રીજા બૉલમાં ન્યૂઝીલૅન્ડના એક જ બૅટર બે વખત આઉટ થયા, જેમાં એકમાં તેને જીવતદાન મળ્યું અને બીજામાં પેવેલિયન ભેગા થવાનો વારો આવ્યો.
બે બૉલ, બે વખત આઉટ અને બે વખત ડીઆરએસ
પાકિસ્તાન તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રિદીએ કરી. સ્ટ્રાઇક પર સામે ફીન એલન હતા.
તેમણે શાહીનના પ્રથમ બૉલ પર મિડ ઑન પર ફોર ફટકાર્યો. જે શાહીનનો બીજો બૉલ એલનના પેડ પર લાગ્યો.
પાકિસ્તાનના ખેલાડીઓની જોરદાર અપીલ પર અમ્પાયરે એલનને આઉટ આપી દીધા. જે બાદ બૅટરે DRS લેવાનું નક્કી કર્યું. હવે રિપ્લે જોઈને આઉટ આપવાનું થર્ડ અમ્પાયરના હાથમાં હતું.
રિપ્લેમાં જોવા મળ્યું કે બૉલ પહેલાં બૅટ પર લાગ્યો હતો અને બાદમાં પૅડ પર લાગ્યો હતો. આ રીતે એલનને જીવતદાન મળ્યું.
ઓવરના ત્રીજા બૉલ પર ફરી આઉટ
ત્રીજા બૉલ પર શાહીન ફરી આક્રમક બન્યા અને ત્રીજો બૉલ પણ એલનના પૅડ પર લાગ્યો. અમ્પાયરે પણ ફરી તેમને આઉટ આપી દીધા.
જોકે, એલને ફરી DRS લેવાનું નક્કી કર્યું અને થર્ડ અમ્પાયર પાસે નિર્ણય ગયો. જોકે આ વખતે એલન બચી ના શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થર્ડ અમ્પાયરે બધી બાબતો સાચી લાગી અને તેમને આઉટ આપી દીધા. જે બાદ એલનને પેવેલિયન ભેગા થવાનો વારો આવ્યો.
જે બાદ ન્યૂઝીલૅન્ડના કપ્તાન કેન વિલિયમસન આવ્યા અને તેમણે ચોથા બૉલ પર એક રન લીધો. પાંચમા બૉલ પર પણ એક રન આવ્યો અને છેલ્લા બૉલ પર કોઈ રન ના લીધો.
આ રીતે પછી બૅટ્સમૅનોએ આખી ઓવરને આરામથી રમી અને વિકેટ બચાવી.
ન્યૂઝીલૅન્ડની ખરાબ બેટિંગ
પ્રથમ સેમીફાઇનલમાં ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલા ન્યૂઝીલૅન્ડે 20 ઓવરના અંતે 152 રન બનાવ્યા હતા.
ડેરિલ મિશેલની ફિફટી અને કપ્તાન કેન વિલિયમ્સનના 46 રનોના યોગદાનથી પાકિસ્તાનને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
પાકિસ્તાન સામે ન્યૂઝીલૅન્ડના બૅટર દમદાર બૅટિંગ કરી શક્યા ન હતા અને સમગ્ર મૅચ દરમિયાન પાકિસ્તાનના બૉલરો બૅટરો પર હાવી રહ્યા હતા.
153 રનનો લક્ષ્યાંક પાર કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે સાતે વિકેટે ન્યૂઝીલૅન્ડને હરાવી દીધું હતું અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.