You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસી શકે?
ગુજરાતમાં એક મહિના કરતાં વધારે વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન વિભાગે રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધીને હવે મધ્ય ભારત તરફ આવી ગઈ છે અને તેની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા કેટલાક દિવસો સુધી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદની શરૂઆત થશે.
રાજ્યમાં ઑગસ્ટમ મહિનો સાવ કોરો ગયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને તેની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં કેટલાક દિવસ સુધી પડશે વરસાદ?
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમની અસર રાજ્યમાં જોવા મળશે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 7થી 11 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
8 અને 9 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. એટલે કે 7 સપ્ટેમ્બરે શરૂ થનારી વરસાદી ગતિવિધિઓમાં આવનારા બે દિવસોમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં જુલાઈ બાદ વરસાદે એક મહિનાનો વિરામ લીધો હતો અને ફરી સપ્ટેમ્બરમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ લગભગ પાંચ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ વખતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી જણાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?
બંગાળની ખાડીમાં બનીને આગળ વધી રહેલી સિસ્ટમ સીધી ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જેથી રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે પ્રમાણે 8 અને 9 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે સુરત, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે આ વિસ્તારોમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાશે અને છુટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં કોઈ સ્થળોએ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.બંગાળની ખાડીમાં બનીને આગળ વધી રહેલી સિસ્ટમ સીધી ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જેથી રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે પ્રમાણે 8 અને 9 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે સુરત, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાશે અને છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં કોઈ સ્થળોએ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં ક્યાં વરસાદની સ્થિતિ વધારે ખરાબ છે?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં તમામ જિલ્લાઓમાં નહિવત્ જેવો વરસાદ થયો છે. હાલ રાજ્યમાં સરેરાશ કરતાં 8 ટકા વધારે વરસાદ દર્શાવે છે. પરંતુ તે વરસાદ જૂન અને જુલાઈમાં મહિનામાં થયેલો વરસાદ છે.
ઑગસ્ટ મહિનામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 90 ટકા જેટલી ઘટ જોવા મળી હતી અને સપ્ટેમ્બરના પણ શરૂઆતના દિવસોમાં વરસાદ પડ્યો ન હતો.
આંકડા પર નજર કરીએ તો 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના 22 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ દર્શાવે છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ઘટ છે.
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં જો ઓછો વરસાદ થશે તો તેની અસર આવનારા દિવસોમાં રવિ પાકની વાવણી પર પણ થશે. ઘણા વિસ્તારોમાં ચોમાસું પાક પર પણ તેની અસર થવાની શક્યતા છે.