You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનના યુદ્ધબંદીઓને લઈ જઈ રહેલું રશિયન સૈન્ય વિમાન ક્રેશ થતાં 74નાં મૃત્યુ
રશિયન સેનાનું એક વિમાન દક્ષિણ બેલગોરોદ વિસ્તારમાં યુક્રેન સાથે જોડાયેલી સીમા પર ક્રૅશ થઈ ગયું છે.
રશિયન રક્ષા મંત્રાલયના હવાલાથી આવતા સમાચારો અનુસાર, ઇલ્યુશિન-76 નામનું આ સૈન્ય પરિવહન વિમાનમાં અંદાજે 74 લોકો સવાર હતા, જેમનાં મોત થઈ ગયાં છે.
બીબીસી સંવાદદાતા સ્ટીવ રોઝનબર્ગે જણાવ્યું કે આ વિમાનમાં 65 યુક્રેનના યુદ્ધબંદી સવાર હતા, જેમને અદલાબદલી માટે લઈ જવાતા હતા.
આ વિમાનમાં છ ક્રૂ મેમ્બર અને ત્રણ સહાયક પણ ઉપસ્થિત હતા.
સોશિયલ મીડિયામાં શેર કરાઈ રહેલા વીડિયોમાં એક વિમાન નીચેની તરફ આવે છે અને પછી ધમાકો થાય છે.
બેલગોરોદના ગર્વનરે કહ્યું કે તેમને વિમાન ક્રૅશ થવાની માહિતી છે, પણ તેમણે વધુ માહિતી આપી નહોતી.
રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે 'ઇલ-76' સૈન્ય પરિવહન વિમાનમાં 65 યુક્રેનિયન યુદ્ધબંદી સવાર હતા, જેમને યુક્રેન સાથે અદલાબદલી માટે જઈ જવાતા હતા.
રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્તીએ 24 જાન્યુઆરીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું કે રક્ષા મંત્રાલયે જણાવ્યું કે વિમાન પર છ ક્રૂ મેમ્બર અને ત્રણ સહાયક પણ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેલગોરોવના પ્રાંતીય ગવર્નર વ્યાચેસ્લાવ ગ્વાદકોવે પણ પોતાની ટેલિગ્રામ ચેનલ પર કહ્યું કે ઘટના સોરોચાંસ્કી જિલ્લામાં થઈ છે.
સ્થાનિક ચેનલ બ્લેતગોરોવે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં દેખાય છે કે અચાનક એક વિમાન નીચેની તરફ આવે છે અને પછી જમીન સાથે અથડાય છે. બાદમાં તેમાં આગ લાગી ગઈ.
રશિયન સાંસદનો દાવો- વિમાનથી ટકરાઈ ત્રણ મિસાઇલ
રશિયન સાંસદ અને નિવૃત્ત જનરલ આંદ્રેઈ કાર્તપોલોવે કહ્યું કે ક્રૅશ થયેલા વિમાન સાથે ત્રણ મિસાઇલ ટકરાઈ હતી.
તેમણે દાવો કર્યો કે આ મિસાઇલ એવી જ હતી, જેવી પશ્ચિમી દેશોએ યુક્રેનને આપી હતી.
કાર્તપોલોવે એ ન જણાવ્યું કે તેમને આ માહિતી ક્યાંથી મળી છે, ન તો તેમણે આ દાવાના પક્ષમાં કોઈ પુરાવા આપ્યા.
તેમણે કહ્યું કે તપાસ બાદ ખબર પડશે કે આ 'પેટ્રિયટ' મિસાઇલો હતી કે 'આઇરિસ-ટી' હતી.
બીબીસી વેરિફાઇએ વીડિયોની પુષ્ટિ કરી
રશિયામાં જે સૈન્યવિમાન ક્રૅશ થયું છે, એ વીડિયો સાચો હોવાની પુષ્ટિ બીબીસી વેરિફાઈએ કરી છે.
બીબીસીએ જાણ્યું કે આ રશિયન વિમાન ઈલ-76 જ છે. ક્રૅશનો વીડિયો નવો છે અને તેને બેલગોરોદ પ્રાંતના યાબલોનોવો ગામમાં ફિલ્માવાયો છે.
બીબીસી વેરિફાઈએ ક્રૅશ વીડિયોને ઝીણવટથી જોયો તો તેમાં નીલા રંગની ઇમારત અને એક ચર્ચ નજરે આવ્યાં.
ગૂગલ મૅુપ્સ પર સ્ટ્રીટ વ્યૂની મદદની આ જગ્યાઓનો મેળ બેસાડ્યો તો ખબર પડી કે આ યાબનોગોવો ગામ જ છે.