You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન: નવા પીએમ ઉમેદવાર પર શું બોલ્યાં પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલ?- પ્રેસ રિવ્યૂ
બ્રિટનના ત્રણ પૂર્વ મંત્રી વડા પ્રધાનપદના ઉમેદવાર ઋષિ સુનકના સમર્થનમાં આગળ આવ્યા છે.
બોરિસ જૉનસનનાં સમર્થક રહેલાં પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે કન્ઝર્વેટિવ પક્ષના સાંસદોને સુનકનું સમર્થન કરવાની અપીલ કરતાં કહ્યું છે કે, પાર્ટીને હાલ સુનકના નેતૃત્વની જરૂર છે.
પૂર્વ મંત્રી જેમ્સ ક્લેવરલી અને નાદિમ જહાવીને પણ સુનકને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
પ્રીતિ પટેલે ટ્વીટ કર્યું છે કે, "આપણા દેશ માટે આ મુશ્કેલીના સમયમાં સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે આપણા દેશની ચિંતા કરતાં રાજકીય મતભેદોને બાજુએ રાખીને ઋષિ સુનકને આગામી વડા પ્રધાન બનવાની તક આપવી જોઈએ."
લેખક સલમાન રશ્દીની એક આંખની રોશની કાયમ માટે ગઈ
આ વર્ષે ઑગસ્ટ મહિનામાં ચાકુ વડે થયેલા હુમલા બાદ લેખક સલમાન રશ્દીની એક આંખની રોશની જતી રહી છે. તેમના એજન્ટે આ જાણકારી આપી છે અને એ પણ કહ્યું કે રશ્દી હવે તેમના એક હાથથી કામ પણ નહીં કરી શકે.
રશ્દીના એજન્ટ ઍડ્ર્યુ વાઇલીએ સ્પેનના અખબાર સાથે વાતચીતમાં કહ્યું, "તેમની છાતીમાં અંદાજે 15થી વધુ ઘાવ હતા. આ બહુ ક્રૂર હુમલો હતો."
વાઇલીએ કહ્યું કે હાલમાં તેઓ જણાવી શકતા નથી કે સલમાન રશ્દી ક્યાં રહે છે.
લેખક સલમાન રશ્દી પર ન્યૂયૉર્કમાં 12 ઑગસ્ટે એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશ્દી પર હુમલો કરનાર શખ્સની ઓળખ અમેરિકામાં જન્મેલા 24 વર્ષીય હાદી મતહરના રૂપમાં થઈ છે. હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.
ભારતીય મૂળના નવલકથાકારને 1981માં 'મિડનાઈટ ચિલ્ડ્રન'થી ખ્યાતિ મળી હતી. માત્ર યુકેમાં તેની દસ લાખથી વધુ નકલો વેચાઈ હતી.
1988માં રશ્દીનું ચોથું પુસ્તક ધ સેટેનિક વર્સિસ પ્રકાશિત થયું હતું. આ નવલકથાથી કેટલાક મુસલમાનોમાં આક્રોશ પેદા થયો હતો.
તેમણે પુસ્તકની કથાવસ્તુને ઈશનિંદા ગણાવી હતી. કેટલાક દેશોમાં આ પુસ્તક પર પ્રતિબંધ હતો.
રાજ્યાપાલે કુલપતિઓનાં રાજીનામાં માગ્યાં
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સુપ્રીમ કોર્ટના નિર્ણયના અનુસંધાને નવ યુનિવર્સિટીના કુલપતિઓને સોમવારે સવારે 11.30 સુધી પોતાનું રાજીનામું આપવા કહ્યું છે.
રાજ્યપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
અગાઉ વામ લોકતાંત્રિક મોરચાએ 15 નવેમ્બરે રાજ્યપાલ વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી હતી. કુલપતિઓ સંબંધિત મુદ્દાઓ પર રાજ્યપાલ અને કેરળ સરકાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલુ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે એપીજે અબ્દુલ કલામ પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના કુલપતિએ યુજીસી નિર્ધારિત માનદંડોનું પાલન કર્યું નથી.
રાજ્યપાલે જે યુનિવર્સિટીના કુલપતિને રાજીનામું આપવા કહ્યું છે તેમાં કેરળ યુનિવર્સિટી, એમજી યુનિવર્સિટી, કોચીન વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી યુનિવર્સિટી, કેરળ મત્સ્ય પાલન અને મહાસાગર અધ્યયન યુનિવર્સિટી, કન્નુર યુનિવર્સિટી, એપીજે અબ્દુલ કલામ પ્રૌદ્યોગિકી યુનિવર્સિટી, શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી, સંસ્કૃત કાલીકટ યુનિવર્સિટી અને થુંચથ એજુથાચન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
રાજીવ ગાંધી ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી પર કૉંગ્રેસના સવાલ
કૉંગ્રેસે રવિવારે રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વિરુદ્ધ કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી કાર્યવાહી પાછળ છુપાયેલા ઉદ્દેશ પર સવાલ ઉઠાવ્યા છે.
કૉંગ્રેસનું કહેવું છે કે સરકારે મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ પગલું લીધું છે.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશ કહ્યું, "તેઓ આરજીએફ અને આરજીસીટી વિરુદ્ધ એ જ જૂના આરોપો દોહરાવે છે. આ કૉંગ્રેસને બદનામ કરવા અને રોજિંદા મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે છે."
તેમણે કહ્યું કે "વધતી કિંમતો, બેરોજગારી અને રૂપિયાની કિંમત ઘટવાને લીધે દેશની અર્થવ્યવસ્થા મોટા સંકટમાં છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો