You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતી અને જિયોની પાર્ટનરશિપ, આખા ભારતના ઑડિયન્સને મળશે બીબીસીનું વિશ્વાસપાત્ર કૉન્ટેન્ટ
બીબીસીએ જિયો ટીવી અને જિયો ટીવી પ્લસની માલિકી હક ધરાવતી કંપની જિયો મીડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે.
બીબીસી અને જિયો મીડિયા લિમિટેડે આ કરારની પુષ્ટિ કરી છે. આ કરાર હેઠળ બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ હિંદી અને બીબીસી ન્યૂઝ મરાઠીને જિયો કનેક્શનવાળાં ટીવી અને મોબાઇલ ઍપ પર જોઈ શકાશે.
આ શરૂ થવાથી ઑડિયન્સ બીબીસીના કાર્યક્રમને જિયોના ડિજિટલ સ્ટ્રીમ અને ફાસ્ટ ચૅનલ (ફ્રી ઍડ-સર્પોટેડ સ્ટ્રીમિંગ ટીવી)ના માધ્યમથી જોઈ-સાંભળી શકશે. તેનાથી બીબીસીનાં પત્રકારત્વ અને કૉન્ટેન્ટ સુધી પહોંચવાનો સમ્રગ ભારતના લોકો માટે એક નવો રસ્તો ખૂલશે.
આ તકે બીબીસી ન્યૂઝ સાઉથ એશિયાના રીજનલ ડાયરેક્ટર ટિમ ઑફર્ડે કહ્યું કે "બીબીસીની પહોંચ દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં વધુ લોકો સુધી છે. આ કરાર આપણી મોજૂદગીને આગળ વધારશે અને તેનાથી ભારતના ઑડિયન્સ સુધી સર્વિસ પહોંચાડવાની આપણી ક્ષમતા વધશે."
"અમે બીબીસીના સ્વતંત્ર પત્રકારત્વને આખા ભારતના લોકો સુધી પહોંચાડવા માટે જિયો સાથે પાર્ટનરશિપ કરીને ઘણી ખુશી અનુભવીએ છીએ. તેનાથી આપણા સટીક અને નિષ્પક્ષ સમાચાર સુધી લોકોની પહોંચ વધશે."
બીબીસી હિન્દી ફાસ્ટ (એફએએસટી) ચૅનલ 16 માર્ચે જિયો ટીવી અને જિયો ટીવી પ્લસ બંને પર લૉન્ચ થઈ છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી અને બીબીસી ન્યૂઝ મરાઠી ચૅનલ આજે લૉન્ચ કરવામાં આવી છે.
આ તકે કલેક્ટિવ ન્યૂઝરૂમનાં કો-ફાઉન્ડર અને ઍડિટર-ઇન-ચીફ રૂપા ઝાએ કહ્યું, "જિયો સાથે પાર્ટનરશિપ કરીને અમારો હેતુ બીબીસીના સર્વશ્રેષ્ઠ પત્રકારત્વને કલેક્ટિવ ન્યૂઝરૂમની ડિજિટલ સ્ટોરીટેલિંગની સાથે મળીને ભારતમાં બહોળા દર્શકો સુધી પહોંચાડવાનો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "લોકોની સેવાના ભાવનાના હેતુથી અમારું લક્ષ્ય એ છે કે આખા ભારતના લોકો સુધી વિશ્વાસપાત્ર, ઍંગેજિંગ અને પ્રભાવશાળી સમાચારો પહોંચે."
બીબીસી વર્લ્ડ સર્વિસ શું છે?
બીબીસી વર્લ્ડ સર્વિસ આખી દુનિયામાં અંગ્રેજી સહિત 43 ભાષાઓમાં સમાચાર અને સમસામિયક ઘટનાઓની માહિતી આપે છે. વીડિયો, ઑડિયો અને ઑનલાઇન માધ્યમો હેઠળ આ માહિતી આપવામાં આવે છે.
મૂળે બીબીસી વર્લ્ડ સર્વિસના માધ્યમથી, બીબીસી દર અઠવાડિયે 45 કરોડ 30 લાખ લોકો સુધી પહોંચે છે અને આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો વચ્ચે વૈશ્વિક દર્શકોએ તેને ભરોસો, વિશ્વસનીયતા અને નિષ્પક્ષતાના મામલે પ્રથમ સ્થાન આપ્યું છે.
કલેક્ટિવ ન્યૂઝરૂમ અંગે જાણો
એપ્રિલ 2024માં બીબીસીનું ભારતમાં મોટા ભાગનું કામકાજ કલેક્ટિવ ન્યૂઝરૂમને સોંપી દેવાયું છે.
આ સંપૂર્ણ ભારતીય સ્વામિત્વવાળી કંપની છે, જેની સ્થાપના બીબીસીનાં પૂર્વ કર્મચારીઓએ કરી હતી.
કલેક્ટિવ ન્યૂઝરૂમ બીબીસીના કૉન્ટેન્ટને છ ભારતીય ભાષા- ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગુની સાથે અંગ્રેજીમાં પણ યૂટ્યૂબ પર પ્રોડ્યુસ અને પબ્લિશ કરે છે.
તાજેતરમાં કંપનીએ બીબીસી બાંગ્લા અને બીબીસી ઉર્દૂ માટે બાંગ્લા અને ઉર્દૂમાં પણ કૉન્ટેન્ટ આપવાનું શરૂ કર્યું છે. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, બીબીસીની એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ મહિલા ખેલાડીઓ અને પૅરાઍથ્લીટોને સન્માન આપવાનો છે.
'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'નું પ્રોડક્શન અને તેનું સંચાલન પણ બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ જ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન