You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાર્લી ઍબ્દો : પેરિસમાં 2015માં થયેલા ઉગ્રવાહી હુમલામાં 14 દોષિત
પેરિસની એક કોર્ટે વર્ષ 2015માં પેરિસસ્થિતિ વ્યંગપત્રિકા શાર્લી ઍબ્દોના કાર્યાલય પર થેયલા ઉગ્રવાદી હુમલામાં શામેલ લોકોની મદદ કરવાના આરોપમાં 14 લોકોને દોષિત ઠેરવ્યા છે.
જાન્યુઆરી 2015માં થયેલા આ ઉગ્રવાદી હુમલામાં એક મહિલા પોલીસકર્મી સહિત 17 લોકો માર્યા ગયા હતા.
સાત જાન્યુઆરી 2015ના રોજ શાર્લી ઍબ્દોના કાર્યાલય પર થયેલા હુમલામાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેના એક દિવસ બાદ એક મહિલા પોલીસ અધિકારીને ગોળી મારી દેવાઈ હતી. જ્યારે બે દિવસ બાદ સુપરમાર્કેટમાં થયેલા હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા.
બુધવારે 11 આરોપી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર હતા. જ્યારે ત્રણ લોકોની ટ્રાયલ એમની ગેરહાજરીમાં થઈ હતી.
એક આરોપી હયાત બાઓમુદ્દીન બુધવારે કોર્ટમાં હાજર નહોતાં. સુપરમાર્કેટ પર હુમલો કરનારા આમેદી કાઉલીબાલીનાં પાર્ટનર હયાત બાઓમુદ્દીન હુલમાના એક સપ્તાહ પહેલાં સીરિયા નાસી ગયાં હતાં.
કોર્ટે તેમને આતંકવાદની આર્થિક મદદ કરવા અને ગુનાહિત આતંકવાદી નેટવર્કનો ભાગ ગણતાં 30 વર્ષની કેદની સજા ફટકારી છે.
કોર્ટમાં હાજર આ હુમલાના મુખ્ય આરોપી અલી રઝા પોલાટને પણ આતંકવાદના ગુનામાં શામેલ થવાના દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમને પણ 30 વર્ષની સજા ફટકારાઈ છે.
તમામ 14 આરોપીઓને અલગઅલગ ગુનામાં દોષિત ગણવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો