You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રાન્સમાં ટૉપલેસ સૂવા પર વિવાદ સર્જાતાં ગૃહમંત્રીને સ્પષ્ટતા કરવી પડી
ફ્રાન્સમાં તાજેતરમાં જ મહિલાઓનો ઉપરનાં કપડાં પહેર્યાં વગર દરિયાકિનારે આડા પડવાંનો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે અને દેશના ગૃહમંત્રીને આ મામલે નિવેદન આપવું પડ્યું છે.
વાત એમ છે કે ગત અઠવાડિયે સેન્ટ-મેરી-લા-મેર દરિયાકિનારે ત્રણ મહિલા ઉપરનાં વસ્ત્રો વિનાં સનબાથ લઈ રહ્યાં હતાં. ત્યારે તેમને કેટલાક પોલીસકર્મીઓએ શરીરને ઢાંકવા માટે કહ્યું હતું.
પોલીસે આ પગલું એક પરિવારના લોકોની ફરિયાદના આધારે ઉઠાવ્યું, જેમને મહિલાઓ ટૉપલેસ સૂવા પર વાંધો હતો.
પરંતુ એ બાદ પોલીસ સામે આકરી પ્રતિક્રિયા આવી અને આ એક વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો બની ગયો.
છેવટે ફ્રાન્સના ગૃહમંત્રીએ આવીને મહિલાઓનું સમર્થન કરવું પડ્યું. જેમણે કહ્યું કે મહિલાઓને વસ્ત્રો પહેરવાં કહેવું ખોટું હતું.
મંત્રી જૅરાલ્ડ ડર્મેને ટ્વીટ પર લખ્યું, "સ્વતંત્રતા એક અમૂલ્ય વસ્તુ છે"
ઘટના શું હતી?
ફ્રાન્સની પાઇરેનીસ-ઑરિએન્ટાલ પોલીસે પોતાના ફેસબુક પર એક પ્રેસરિલીઝ જાહેર કરીને આ ઘટનાની માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનું કહેવું છે કે દરિયાકિનારે એક પરિવાર આવ્યો હતો, જેમાં બાળકો પણ હતાં.
તેમની વિનંતીને પગલે બે પોલીસકમી ત્રણ મહિલા પાસે ગયા અને તેમને શરીરને ઢાંકવા માટે કહ્યું.
પોલીસે કહ્યું, "પોલીસે આ કેસનું નિરાકરણ લાવવાના ઇરાદાથી, સંબંધિત લોકો પાસે આવવાનું કારણ દર્શાવીને અનુરોધ કર્યો કે શું તેઓ પોતાનું શરીર ઢાંકી શકે છે?"
તેમણે આગળ લખ્યું, "કોઈ પણ મ્યુનિસિપલ કાયદો સેન્ટ-મેરી-લા-મેરમાં આ પ્રથા (ટૉપલેસ સનબાથ) પર પ્રતિબંધ મૂકતો નથી."
પોલીસની દખલ પછી ફ્રાન્સના સોશિયલ મીડિયા પર આ મામલે ટીકા વરસી.
પોલીસપ્રવક્તા લેફટન્ટ કર્નલ મૅડી શ્યરરે બંને પોલીસકર્મીઓ પર આરોપ લગાવ્યો કે તેમની હરકતના કારણે આ મામલો ઉઠ્યો.
તેમણે લખ્યું, "મને તમે હંમેશાં યુનિફોર્મમાં જ દેખશો, પરંતુ સેન્ટ-મેરી-લા-મેર બીચ પર ટૉપલેસ સૂવાની પરવાનગી છે."
જ્યારે ગૃહમંત્રી જૅરાલ્ડ ડર્મેને કહ્યું કે મહિલાઓને શરીરને ઢાંકવાનું કહેવું ખોટુ હતું.
તેમણે કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા પોતાની ભૂલો સ્વીકારી લેવી એક સામાન્ય વાત છે.
ફ્રાન્સમાં ટૉપલેસ સનબાથ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી, પરંતુ સ્થાનિક વહીવટતંત્ર આના પર પ્રતિબંધ મૂકીને કપડાં વિશે આદેશ જાહેર કરી શકે છે.
ગત વર્ષે ત્યાં એક સર્વેમાં ખબર પડી હતી કે પહેલાંની સરખામણીએ હવે ફ્રાન્સમાં આ પ્રથા ઘણી સામાન્ય રહી નથી અને યૂરોપના બીજા દેશની સરખામણીમાં ત્યાં આનું ચલણ ઓછું છે.
'વિએ હેલ્ધી'ના આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જવાબ દેનારી મહિલાઓમાંથી ફ્રાન્સમાં 22 ટકા મહિલાઓએ કહ્યું કે તેમણે ટૉપલેસ થઈને સનબાથ લીધું છે, જ્યારે સ્પેનમાં 48 અને જર્મનીમાં 34 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેમણે આવું કહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો