You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2022 : નવી બે ટીમો અને નવા નિયમો સાથે પ્રારંભ
વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઈપીએલની 25મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે.
દેશી-વિદેશી ખેલાડીઓથી સજ્જ આ ટૂર્નામેન્ટનું મહત્ત્વ તેના પરથી જ લગાવી શકાય છે કે વિશ્વભરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે તેનું પાછલું સંસ્કરણ ખૂબ જ સફળતાપૂર્વક આયોજિત થયું હતું. ભલે ને તે યુએઈમાં કેમ ન હોય?
આઈપીએલ સાથે અનેક વિવાદ પણ જોડાયેલા છે પરંતુ તેનાથી તેની લોકપ્રિયતા પર કોઈ અસર પડી નથી અને તે દિવસરાત પ્રગતિ કરતી રહી છે. આજે પરિણામ એ છે કે આ વખતે દસ ટીમો ચૅમ્પિયન બનવાની હોડમાં ઊતરશે. આ સિવાય ઘણા ફેરફાર પણ જોવા મળશે.
આ સિઝન "ટાટા આઈપીએલ 2022"ના નામે ઓળખાશે.
ચૅન્નઈ અને કૉલકાતાથી શરૂ થશે પ્રારંભ
ગઈ વખતની ચૅમ્પિયન ચૅન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સ વચ્ચે યોજાનારી પ્રથમ મૅચ સાથે આ સિઝનની શરૂઆત થશે. આ મૅચ 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. આ વખતે આઈપીએલમાં 70 લીગ મૅચ અને ચાર પ્લે ઑફ રમાશે.
આ વખતે "12 ડબલ હૅડર" એટલે કે (એક દિવસમાં બે મૅચ) યોજાશે. તેમાં દિવસની પહેલી મૅચ બપોરે સાડા ત્રણ વાગ્યે અને સાંજની મૅચ સાડા સાત વાગ્યે શરૂ થશે. ફાઇનલ મૅચ 29 મે ના રોજ યોજાશે.
આ વખતે તમામ મૅચ મુંબઈમાં વાનખેડે અને ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા, નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ અને પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોશિયેશન સ્ટેડિયમમાં રમાશે.
કૅપ્ટનશિપ છોડીને ધોનીએ સૌને ચોંકાવ્યા
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અંગે ગુરુવારે એક મોટો ફેરફાર જોવા મળ્યો. મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કપ્તાની છોડી દીધી છે. તેમની જગ્યાએ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.
ધોની એક સિનિયર ખેલાડી તરીકે ટીમની સાથે જ રહેશે. આઈપીએલમાં આ વખતે બે નવી ટીમો ઉમેરાતાં ફરીથી ખેલાડીઓની હરાજી થઈ હતી. દરેક ટીમને ચાર ખેલાડીઓને રિટેઇન કરવાની તક આપવામાં આવી હતી.
જાડેજાને ચેન્નઈની ફ્રેન્ચાઇઝીએ ધોની કરતાં પણ વધારે રકમ આપીને રિટેઇન કર્યા હતા. જાડેજાને ચેન્નઈ સુપર કિંગ્સે 16 કરોડ તથા ધોનીને 12 કરોડ રૂપિયા આપ્યા હતા.
આઈપીએલમાં ગુજરાતની મૅચ ક્યારે-ક્યારે?
- 28 માર્ચ ગુજરાત ટાઇટન્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
- 2 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
- 8 એપ્રિલ પંજાબ કિંગ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
- 11 એપ્રિલ સનરાઇઝર્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
- 14 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
- 17 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
- 23 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, 3.30 બપોરે
- 27 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
- 30 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સીસીઆઇ સ્ટેડિયમ, 3.30 બપોરે
- 3 મે ગુજરાત ટાઇટન્સ વિ. પંજાબ કિંગ્સ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
- 6 મે ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
- 10 મે લખનૌ સુપર જાયન્ટ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
- 15 મે ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, વાનખેડે સ્ટેડિયમ, 3.30 બપોર
- 19 મે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. ગુજરાત ટાઇટન્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
સંપૂર્ણ કાર્યક્રમ માટે અહીં ક્લિક કરો.
આ વખતની આઈપીએલની કેટલીક નવીન બાબતો
- ઇશાન કિશન આઈપીએલની આ સીઝનમાં સૌથી મોંઘામાં વેચાયેલા પ્લેયર રહ્યાં, મુંબઈ ઇન્ડિયન્સે તેમને 15.25 કરોડમાં ખરીદ્યા છે.
- આ વખતે આઈપીએલમાં વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની કૅપ્ટન તરીકે નહીં રમે.
- આ વખતે આઈપીએલમાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાંથી પાંચ ખેલાડીઓ સામેલ છે. જેમાં યશ ઢુલ, વિકી ઓત્સવાલ, રાજા બાવા, રાજવર્ધન હેંહરગેકર અને અનીશ્વર ગૌતમનો સમાવેશ થાય છે.
- આ વખતે આઈપીએલમાં 25 ટકા દર્શકોને આવવાની અનુમતિ આપવામાં આવી છે. 26 માર્ચથી 14 એપ્રિલ સુધીની મૅચો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો