ભારતમાં ઓમિક્રૉનના કેસ 100ને પાર, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં સ્થિતિ વણસી - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના ભારતમાં કુલ કેસ 100ને પાર પહોંચી ગયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 101 થઈ ગઈ છે અને આ કેસ દેશના 11 રાજ્યોમાં નોંધાયા છે, જેમાંથી પાંચ કેસ ગુજરાતમાં નોંધાયા છે.

આ રાજ્યોમાં નોંધાયા કેસ

  • મહારાષ્ટ્ર - 32
  • દિલ્હી - 22
  • રાજસ્થાન - 17
  • કર્ણાટક - 8
  • તેલંગણા - 8
  • ગુજરાત - 5
  • કેરળ - 5
  • પશ્ચિમ બંગાળ - 1
  • આંધ્ર પ્રદેશ - 1
  • તામિલનાડુ - 1
  • ચંડિગઢ - 1

જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ

જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.

રાજ્યમાં ઓમિક્રૉન વૅરિયન્ટના પ્રથમ દર્દીઓ જામનગરમાં મળી આવ્યા હતા.

ત્યાર બાદ બે દર્દીઓ પણ ઓમિક્રૉનથી વૅરિયન્ટથી સંક્રમિત થયા હતા.

સ્થાનિક પત્રકાર દર્શન ઠક્કર મુજબ ત્રણે દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

મુખ્ય ચૂંટણી અધિકારીની વડા પ્રધાન કાર્યાલયના પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે મુલાકાત પર સવાલ

ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્ર અને બે ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તથા અનુપચંદ્ર પાંડેએ તારીખ 16 નવેમ્બરે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આયોજિત ઓનલાઇન સંવાદમાં ભાગ લીધો હતો.

વિપક્ષના નેતાઓએ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.

અખબારના અહેવાલ મુજબ આ સંવાદ ચૂંટણી પંચને કાયદા મંત્રાલય તરફથી એક પત્ર મળ્યા બાદ યોજાયો હતો. આ પત્ર અસામાન્ય રીતે લખાયેલો હતો.

આ પત્ર મુજબ વડા પ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રા સમાન મતદાર યાદી પર એક બેઠકની અધ્યક્ષતા કરવાના હતા અને મુખ્ય ચૂંટણી અધિકારી ભાગ લે તેવી અપેક્ષા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાત કરતાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આગામી ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પ્રશ્ન કર્યા હતા.

તેમણે કહ્યું કે વડા પ્રધાન કાર્યાલય આવું ન કહી શકે. ચૂંટણી પંચ સ્વતંત્ર હોવું જોઈએ.. તે સ્વતંત્ર સંસ્થા જ છે... તેઓ કેવી રીતે ચૂંટણી પંચને બોલાવી શકે? અમે કેવી રીતે આશા રાખીએ કે ચૂંટણી નિષ્પક્ષ હશે? પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે… કેવી રીતે આશા રાખીએ કે આગામી ચૂંટણીમાં અમારી સાથે ન્યાય થશે?"

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ વિપક્ષના અનેક નેતાઓએ સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો અને રાજ્યાસભામાં સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો