છત્તીસગઢ : સુકમામાં નક્સલવાદી જૂથ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 5 જવાનોના મોત

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

છત્તીસગઢમાં નક્સલવાદી જૂથ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એકંદરે 5 જવાનોના મોત થયા છે અને 12થી વધુ ઘાયલ થયા છે.

સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદ પાસે અથડામણ થઈ હોવાના સમાચાર છે.વળી આ અથડામણમાં કેટલાક નક્સલવાદીઓ પણ માર્યાં ગયાના અહેવાલ છે. તાજા અહેવાલો અનુસાર 9 નક્સલી માર્યાં ગયા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર સુરક્ષા દળો એક નક્સલવિરોધી ઑપરેશન હાથ ધરી રહ્યા હતા ત્યારે અથડામણ થઈ હતી.

તેમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડો પણ સામેલ હતા. મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે જવાનોની સારવાર મામલે મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે.

ઘાયલ જવાનોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાકને ઍરલિફ્ટ કરી રાયપુર હૉસ્પિટલમાં લઈ જવાયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો