પ્રણવ મુખરજી : પૂર્વ રાષ્ટ્રપતિ વૅન્ટિલેટર પર, સતત બીજા દિવસે ચિંતાજનક સ્થિતિ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત નાજુક છે. તેઓ સોમવારે સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.

સમાચાર સંસ્થા એએનઆઈ દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફર્રલ હૉસ્પિટલને ટાંકીને લખે છે, "પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખરજીની આરોગ્યની સ્થિતિ ચિંતાજનક છે. હાલમાં તેમની સ્થિતિ હેમોડાયનેમિકલી સ્ટૅબલ છે અને તેઓ વૅન્ટિલેટર છે."

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આર્મીની રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલે કહ્યું કે તેમને 10 ઑગસ્ટે હૉસ્ટિલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મગજમાં ભરાયેલાં એક બ્રેઇન ક્લૉટનું ઇમરજન્સી ઑપરેશન કરવું પડ્યું હતું જે જીવ બચાવવા માટે જરૂરી હતું.

મંગળવારે હૉસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે તેમની તબિયતમાં સુધારો થતો જોવા મળી રહ્યો નથી અને તેમનું આરોગ્ય ખરાબ છે. તે હાલ તો વૅન્ટિલેટર સપોર્ટ પર છે. તેમનું સ્વાસ્થ્ય હાલ પણ ચિંતાજનક છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ સોમવારને તારીખ 10 ઑગસ્ટે પોતે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે તે કોઈ બીજી સારવાર માટે ગયા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ થયો જેમાં તે પૉઝિટિવ આવ્યા હતા.

ભગવાન તેમના માટે જે સારુ હોય એ કરશે- શર્મિષ્ઠા મુખરજી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના દીકરી શર્મિષ્ઠા મુખરજીએ બુધવારે સવારે પોતાના પિતા માટે ટ્વિટર પર ભાવનાત્મક સંદેશ લખ્યો. તેમણે લખ્યું કે ભગવાન તેમના માટે યોગ્ય રસ્તો પસંદ કરશે અને આગળ જે થશે, તેના માટે તેમને (શર્મિષ્ઠા)ને હિંમત આપશે.

દીકરી શર્મિષ્ઠાએ પ્રણવ મુખરજી માટે પ્રાથના કરતા એક વર્ષ જુની વાતોને પણ યાદ કરી. તેમણે ટ્વીટ કર્યું કે ગત વર્ષે આ સમયે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા અને આ વર્ષે તે ગંભીર રીતે બીમાર છે.

શર્મિષ્ઠાએ ટ્વીટમાં લખ્યું, "ગત વર્ષે 8 ઑગસ્ટનો દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીના દિવસમાંથી એક હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન મળ્યો. ત્યારે એક વર્ષ પછી 10 ઑગસ્ટે તે ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ભગવાન તેમના માટે સારું કરે અને મને જિંદગીના સુખ-દુખ સ્વીકાર કરવાની તાકાત આપે. હું પણ આભાર માનું છું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો