You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં બીજી વાર કૉન્સ્યુલર ઍક્સેસ
પાકિસ્તાને કહ્યું છે કે કુલભૂષણ જાધવને ભારતની વિનંતીને પગલે ગુરુવારે કૉન્સ્યુલર ઍક્સેસ અપાયું. જાધવને બીજી વખત કૉન્સ્યુલર ઍક્સેસ અપાયું છે. આ પહેલાં ગત સપ્ટેમ્બરમાં પણ તેમને કૉન્સ્યુલર ઍક્સેસ અપાયું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે કૉન્સ્યુલર રિલેશન્સ પર વિયેના કન્વૅન્શન અંતર્ગત ભારતને આ તક અપાઈ છે. 25 ડિસેમ્બર 2017ના રોજ કુલભૂષણ જાધવનાં માતા અને પત્નીને પણ તેમને મળવાની તક અપાઈ હતી.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે - ઇસ્લામાબાદસ્થિત ભારતીય દૂતાવાસના બે અધિકારીઓને અટકાવ્યા વીના અને કોઈ પણ બાધા વગર સ્થાનિક સમયાનુસાર ત્રણ વાગ્યે તેમને મળવા દેવાયા હતા.
પાકિસ્તાનનો દાવો છે કે જાધવની ત્રણ માર્ચે 2016માં બલુચિસ્તાનમાં એક કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન એવું પણ કહે છે કે કુલભૂષણે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિ કરી હોવાની વાત સ્વીકારી હતી.
જોકે, ભારત આ બધી બાબતોનું ખંડન કરતું આવ્યું છે. ભારતનું કહેવું છે કે તેઓ એક પૂર્વ સૈન્યઅધિકારી અને બિઝનેસમૅન છે. આ મહિનાના પ્રારંભમાં જ પાકિસ્તાને કહ્યું હતું કે કુલભૂષણ જાધવે ફાંસીની સજા વિરુદ્ધ અરજી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
જાધવની દયાઅરજી પાકિસ્તાનના રાષ્ટ્રપતિને મળેલી છે. જાધવે અરજી ન કરવાનો નિર્ણય લીધો હોવાના પાકિસ્તાનના દાવાને ભારતે ફગાવી દીધો છે. ભારતે કહ્યું છે કે 'આ પાકિસ્તાનના એ જ સ્વાંગનો ભાગ જે રમત તે ગત ચાર વર્ષથી રમતું આવ્યું છે.'
ભારતનું કહેવું છે કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને મજબૂર કર્યા છે કે તેઓ પુનર્વિચારણાની અરજી દાખલ ન કરે. જાધવને વર્ષ 2017માં પાકિસ્તાનની એક સૈન્યકોર્ટે જાસૂસી અને અન્ય મામલામાં મૃત્યુદંડ ફટકાર્યો હતો.
ભારતે કુલભૂષણ જાધવના મામલે 'ઇન્ટરનેશનલ કૉર્ટ ઑફ જસ્ટિસ'માં અપીલ કરી હતી કે ભારતીય નાગરિકને છોડી દેવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, કોઈ નુકસાન નહીં
ગુજરાતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં વહેલી સવારે ભૂકંપની ઘટના બની છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી.
આ ભૂંકપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજી સુધી નથી.
સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલીમાં આ આંચકા અનુભવાયા હતા.
લોકોએ અંદાજે ચારેક સેકંડ ભૂંકપનો આંચકો અનુભવ્યો હતો.
અહેવાલો મુજબ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
ગુજરાત ઉપરાંત ગઈ કાલે મોડી રાતે મિઝોરમમાં 4.3નો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો.
મધ્ય પ્રદેશમાં દલિત ખેડૂત દંપતી પર પોલીસ અત્યાચારમાં SP, કલેક્ટરને હઠાવાયા
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશના ગુનામાં દલિત ખેડૂત દંપતીએ જંતુનાશક દવા ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
અહેવાલમાં નોંધ્યું છે કે આ મામલામાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુધવાર મોડી રાત્રે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને હઠાવવાની જાહેરાત કરી હતી.
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે સ્થાનિત તંત્ર પોલીસ સાથે રાખેની જમીન પરથી અતિક્રમણ હઠાવવા માટે ગયું હતું અને આ ઘટના બાદ પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો અને વિરોધના ભાગરૂપે આ દંપતીએ જંતુનાશક દવા ખાધી.
તંત્રના અધિકારીઓ સરકારી કૉલેજ માટેની આ જમીન ખાલી કરાવવા માટે બુલડોઝર સાથે આવી પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં પોલીસના બળપ્રયોગનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
આહીરવારે અધિકારીને જણાવ્યું હતું કે તેમણે આ જમીન ભાડાપટે લીધી છે અને તેની પર ખેતી કરવા માચે લૉન લીધી છે અને જો પાકને નુકસાન થશે તો પરિવાર પાસે જીવન ટુંકાવવા સિવાય કોઈ રસ્તો નહીં હોય.
આ બાદ તેમણે ઝેરી જંતુનાશક દવા પીધી હતી, પોલીસ દ્વારા સરકારી કર્મચારીની કામગીરીમાં નડતરરૂપે થવા બદલ તેમની અને અન્ય લોકો સામે ફરિયાદ પણ નોંધી હતી.
કલેક્ટર વિશ્વનાથને તેમને હઠાવાયા એ પહેલાં ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આહીરવારના પરિવારજનો દંપતીને હૉસ્પિટલ લઈ જવા નહોતા દેતા અને એટલે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા કહે છે કે ભોપાલના સિનિયર અધિકારી આ મામલાની તપાસ કરશે અને જવાબદારો સામે પગલાં લેવાશે.
કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વીડિયોમાં જે રીતે પોલીસ અધિકારી આહીરવારના સંબંધીઓ સાથે વર્તી રહ્યા છે એ દેખાડે છે કે મધ્ય પ્રદેશમાં 'જંગલરાજ' છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગઈ કાલે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે હવામાન ખાતાએ ગુજરાતમાં હજી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં ઑરેંજ ઍલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઑરેંજ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
બુધવારે મુંબઈ સમેત મહારાષ્ટ્રામાં ભારે વરસાદ થયો હતો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. બુધવારે હવામાન ખાતાએ રેડ ઍલર્ટ જાહેર કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો