#ModiNationalAddress : લોકોએ કહ્યું, 'પ્રજાને બેડીઓ પહેરાવો જેથી ત્યાં ફિલ્મનું શૂટિંગ કરી શકાય'

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર સાંજે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો. જેમાં તેમણે અનુચ્છેદ 370 નાબૂદી અને જમ્મુ-કાશ્મીરના પુન:ગઠનની વાત કરી.

તેમણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી જોગવાઈ હઠાવવા અને જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પાછળનો તર્ક પણ રજૂ કર્યો.

મોદીએ દાવો કર્યો કે આનાથી દેશમાં વિકાસ થશે અને વિસ્તારમાં શાંતિ તેમજ સ્થિરતા સ્થપાશે.

મોદીએ કરેલું આ રાષ્ટ્રોજોગ પ્રવચન સોશિયલ મીડિયા પર પણ ટ્રૅન્ડ થવા લાગ્યું અને લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા.

નરેશ ફર્નાન્ડિઝે ટ્વીટ કર્યુ, "વ્હૉટ ઍન આઇડિયા સરજી! પ્રજાને ઈ-કર્ફ્યુ સાથે બેડીઓ બાંધો જેથી બોલીવૂડ, કોલીવૂડ અને ટોલીવૂડ ત્યાં ફિલ્મનું શૂટિંગ કરી શકે."

કપિલ મિશ્રાએ વડા પ્રધાનના પ્રવચનને મલમ જેવું ગણાવ્યું. તેમણે એવું પણ લખ્યું કે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ આ માટે 70 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા.

પ્રશાંત ભારતી નામના ટ્વિટર યુઝરે લખ્યું કે મારા આખા કુટુંબે તમને મત આપ્યો હતો એ બદલ આજે મને ગર્વ અનુભવાય છે.

જ્યોતિ હર્ષે લખ્યું, "હવે કાશ્મીર પણ સપનું જોઈ શકશે. "

વૈભવ મહેશ્વરીએ ટ્વિટ કર્યું, "વડા પ્રધાનનું સંબોધન ગુપ્ત હતું એટલે કાશ્મીરીઓના ફોન અને ઇન્ટરનેટ બંધ કરી દેવાયાં."

યોગેશ ખત્રીએ આશાવાદ વ્યક્ત કરતાં લખ્યું,

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો