You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS: 'જય શ્રીરામ' ના બોલતા 16 વર્ષના કિશોરને માર મરાયો
કાનપુરમાં નમાઝ પઢીને આવી રહેલા 16 વર્ષના કિશોરની 'જય શ્રીરામ' ના બોલવા પર પીટાઈ કરવામાં આવી હોવાનો 'ઇન્ડિયા ટુડે'નો અહેવાલ જણાવે છે.
મોહમ્મદ તાજ જ્યારે માથે ટોપી અને પારંપરિક પોષાક પહેરી નમાઝ પઢીને આવી રહ્યા હતા ત્યારે આવી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણા શખ્સોએ તેને રોક્યા અને 'જય શ્રીરામ' બોલવા કહ્યું અને ત્યારબાદ તેમને માર મારવા લાગ્યા.
મોહમ્મદ તાજ કહે છે, "તેમણે મારી ટોપી ઉતારી અને જય શ્રીરામ બોલ તેવું કહી માર મારવા લાગ્યા."
તેમણે એવું પણ કહ્યું કે તેમાના એક શખ્સે એવું કહ્યું હતું કે આ વિસ્તારમાં ટોપી પહેરવાની અનુમતી નથી.
G-20માં મોદીનો 'સબકા સાથ, સબકા વિકાસ'નો મંત્ર
'ડીએનએ'ના અહેવાલ અનુસાર જાપાનના ઓસાકા ખાતે યોજાયેલ G-20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, સ્વાસ્થય સેવા અને કુદરતી આફતોને પહોંચી વળવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
સમિટમાં નરેન્દ્ર મોદીએ દુનિયામાં અસમાનતા મુદ્દે વાત કરતા 'સબકા સાથ, સબકા વિકાસ' પર ભાર મૂક્યો હતો અને આ મારફતે સમાજને એક કરવાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
કુદરતી આફતોને પહોંચી વળવા મુદ્દે મોદીએ કહ્યું હતું કે કુદરતી હોનારતોને પહોંચી વળે તેવા માળખાનું નિર્માણ કરવું જરૂરી છે.
સ્વાસ્થય મુદ્દે પ્રકાશ પાડતા મોદીએ 'આયુષ્યમાન ભારત' અને 'આયુષ' યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ કપ : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર
આજે એક પણ મૅચ ન હારેલા ભારત અને યજમાન ઇંગ્લૅન્ડ વચ્ચે જંગ જામશે. આંકડાની વાત કરીએ તો ભારત 11 પૉઇન્ટ સાથે આગળ છે અને ઇંગ્લૅન્ડ આઠ પૉઇન્ટ પર છે.
અત્યાર સુધી ભારત અને ઇંગ્લૅન્ડ 99 વખત વન-ડે મૅચમાં સામસામે આવી ચૂક્યા છે. આ રમતમાં 53 મૅચની જીત સાથે ભારતનું પલળું ભારે છે.
ભારત સામે ઇંગ્લૅન્ડ 41 મૅચ જીત્યું અને 2 મૅચ ટાય ગઈ છે અને 3 મૅચ પરિણામ વિના પૂર્ણ થઈ છે.
ભારતમાં એક તરફ કોહલીના ધુરંધરો છે તો બીજી તરફ ઇઓન મોર્ગનના ખેલાડીઓ છે.
ભારતના પ્રદર્શનની વાત કરીએ તો કૅપ્ટન કોહલી સહિત દરેક બેટ્સમૅન શાનદાર ફોર્મ ધરાવે છે.
બૉલર્સમાં પણ બુમરાહ અને શામીએ પોતાની તેજ બૉલિંગને કારણે સારા-સારા બેટ્સમૅનોને પેવેલિય ભેગા કરી દીધા છે.
આજે બપોરે વાગે શરૂ થનારી મૅચ ખૂબ જ રોમાંચક હોવાનું મનાય રહ્યું છે.
મહિલા સુરક્ષા ફંડના માત્ર 20 ટકાનો જ ઉપયોગ
'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે ફાળવેલા 'નિર્ભયા ફંડ'માંથી માત્ર 20 ટકા નાણાં જ ઉપયોગમાં લેવાયા છે.
સરકારી ડેટા જણાવે છે કે વર્ષ 2015થી 2018 દરમિયાન દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 1813 કરોડ રૂપિયામાંથી માત્ર 854 કરોડ રૂપિયા જ મહિલાઓની સુરક્ષા પાછળ ખર્ચ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2012માં દિલ્હીમાં ચાલતી બસે મેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે સામુહિક બળાત્કાર બાદ યૂપીએ-2 સરકારે મહિલાઓની સુરક્ષા માટે 'નિર્ભયા ફંડ'ની જાહેરાત કરી હતી.
આંકડા જણાવે છે કે મણીપુર, મહારાષ્ટ્ર, લશ્રદ્વીપે આ ફંડમાંથી એક પર રૂપિયો વાપર્યો નથી.
જ્યારે પશ્ચિમ બંગાળે 0.76 ટકા અને દિલ્હીએ 0.84 ટકા પૈસા ખર્ચ્યા છે.
રાહુલ દ્રવિડ એનસીએના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે
'ધ હિંદુ' અખબારના અહેવાલ અનસાર પૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકૅડેમીના પ્રમુખ તરીકે 1 જુલાઈથી કાર્યભાર સંભાળશે.
આ પદ સાથે જ દ્રવિડ આગમી પેઢીના ક્રિકેટ ખેલાડીઓને તૈયાર કરવામાં પોતાની કાર્ય કરશે.
આ સિવાય તેઓ મહિલા ક્રિકેટ ખેલાડીઓ પર પણ ધ્યાન આપશે.
આ પદ સંભાળ્યા બાદ તેઓ ઇન્ડિયા A અને અન્ડર 19 ટીમ સાથે વિદેશ પ્રવાસ પર નહીં જઈ શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો