You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયન ક્રિકટેર શેન વૉર્નનું 52 વર્ષની વયે નિધન
ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વૉર્નનું 52 વર્ષની વયે શુક્રવારે નિધન થયું હતું.
વૉર્નના મૅનેજમેન્ટે ઑસ્ટ્રેલિયન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "શેન વૉર્ન તેમના બંગલે પ્રતિક્રિયાહીન હાલતમાં મળી આવ્યા હતા. જોકે મેડિકલ સ્ટાફના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા."
તેમને હૃદયરોગનો હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
આ સિવાય ઇએસપીએન ક્રિકઇન્ફોએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે 52 વર્ષની વયે સ્પિનના જાદુગર, ઑસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વૉર્નનું નિધન થયું હતું.
12 કલાક પહેલાં કર્યું હતું ટ્વીટ
12 કલાક પહેલાં શૅન વૉર્ને પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી ઑસ્ટ્રેલિયાના લૅજેન્ડરી ક્રિકેટર રૉડ માર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે ટ્વિટર પર લખ્યું, "તેઓ આપણી રમતના લૅજેન્ડ હતા અને કેટલાંય યુવાનો-યુવતીઓ માટે પ્રેરણારૂપ હતા. રમતનો ભારે ખ્યાલ રાખતા અને તેમણે ખાસ કરીને ઑસ્ટ્રેલિયન અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓને ઘણું બધું આપ્યું છે. "
વૉર્ને 15 વર્ષની કારકિર્દીમાં 145 મૅચોમાં 708 ટેસ્ટ વિકેટો ઝડપી હતી. 1993થી 2005 દરમિયાન 194 વન-ડે મૅચમાં તેમણે 293 વિકેટો ઝડપી હતી. 2007માં આતંરરાષ્ટ્ર ક્રિકેટમાંથી નિવૃત્તી લીધા બાદ પણ તેમણે વર્ષ 2013 સુધી ફ્રૅન્ચાઇઝ ટી20 ક્રિકેટ રમી હતી.
1991માં કરી હતી કારકિર્દીની શરૂઆત
ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર 1969ના જન્મેલા વૉર્ને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ વર્ષ 1991માં કર્યો હતો. પ્રથમ મૅચ તેમણે ભારત વિરુદ્ધ રમી હતી અને બાદમાં તે વિશ્વના સૌથી શ્રેષ્ઠ લૅગ સ્પિનરો પૈકી એક તરીકે ઊભર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૉર્નના મૃત્યુના સમાચાર પર વીરેન્દ્ર સહેવાગે ટ્વિટર પર શોક વ્યક્ત કરતાં લખ્યું, "મહાન સ્પિનરો પૈકી એક. એ માણસ જેમણે સ્પિનને કુલ બનાવી. સુપરસ્ટાર શેન વૉર્ન હવે નથી રહ્યા." "જીવન ક્ષણભંગુર છે પણ આ પચાવવું ભારે અઘરું છે. તેમના પરિવાર, મિત્રો અને વિશ્વભરના ચાહકો પ્રત્યે મારી સંવેદના"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો