You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ આફ્રિકા : દસ બાળકોને જન્મ આપવાની વાત નીકળી જૂઠાણું
દક્ષિણ આફ્રિકામાં અધિકારીઓએ કહ્યું કે ખુસિયામી સિટોલે નામનાં મહિલાએ દસ બાળકોને એક સાથે જન્મ આપવાનો જે દાવો કર્યો તે ખોટો હતો.
ગૌતેંગ પ્રાંતના અધિકારીઓએ કહ્યું કે રાજ્યની કોઈ પણ હૉસ્પિટલમાં દસ બાળકોને સાથે જન્મ અપાયો હોય તેવી કોઈ નોંધ નથી.
અધિકારીઓએ અહીં સુધી કહ્યું કે ખુસિયામી સિટોલે હાલ ગર્ભવતી પણ નહોતાં.
હવે આ મહિલાની મેન્ટલ હેલ્થ ઍક્ટ હેઠળ દેખરેખ કરાઈ રહી છે અને તેમને દરેક પ્રકારની મદદ પૂરી પાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.
આધિકારિક નિવેદનમાં દસ બાળકોના જન્મની જૂઠ્ઠી કહાણી બનાવવા પાછળ શું કારણ હતું તેની જાણકારી નથી અપાઈ.
સ્થાનિક સમાચાર સંસ્થાનો સ્ટેન્ડ
આ સમાચાર સૌથી પહેલાં પ્રિન્ટ કરનાર પ્રિટોરિયા ન્યૂઝની માલિક કંપની ઇંડિપેન્ડેન્ટ ઑનલાઇને કહ્યું છે કે તેઓ પોતાની કહાણી પર અડગ છે.
કંપનીએ આરોપ લગાવ્યો કે ખુસિયામી સિટોલેએ પાટનગર પ્રિટોરિયાના સ્ટીવ બિકો એકૅડેમિક હૉસ્પિટલમાં સાત જૂનના રોજ દસ બાળકોને જન્મ આપ્યો હતો પરંતુ હૉસ્પિટલ પાસે આટલાં બાળકોની એક સાથે ડિલિવરી કરાવવા માટે જરૂરી તૈયારી નહોતી.
હવે પ્રિટોરિયા ન્યૂઝે આરોપ લગાવ્યો છે કે પ્રાંતીય સ્વાસ્થ્ય-અધિકારી મેડિકલ બેદરકારી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ સરકારી અધિકારી આ વાતથી ઇન્કાર કરી રહ્યા છે. તેમણે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે 'બેદરકારીના આરોપ જૂઠા અને નિરાધાર છે. આ સ્ટીવ બિકો હૉસ્પિટલ અને ગૌતેંગની પ્રાંતીય સરકારને બદનામ કરવાની કોશિશ છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદનમાં કહેવાયું છે કે પ્રિટોરિયા ન્યૂઝ અને તેના પ્રધાન સંપાદક પીટ રાંપેડી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો