You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅલિફોર્નિયામાં ઑરેન્જ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ગોળીબારમાં 'એક બાળક સહિત ચારનાં મોત'
અમેરિકન મીડિયાના એક રિપોર્ટ અનુસાર દક્ષિણ કૅલિફોર્નિયામાં એક ઑફિસ બિલ્ડિંગમાં ગોળીબારમાં એક બાળક સહિત ચાર લોકો મૃત્યુ પામ્યા છે.
પોલીસનું કહેવું છે કે તેમને સ્થાનિક સમયાનુસાર લૉસ એન્જલસના દક્ષિણમાં આવેલી બે માળની ઇમારત 'લિંકન એવન્યૂ' ખાતે સાંજે સાડા પાંચ વાગ્યે બોલાવાયા હતા.
પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર પોલીસ દ્વારા કરાયેલ ફાયરિંગમાં એક શકમંદ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગે જારી કરાયેલા નિવેદન અનુસાર, પરિસ્થિતિ "નિયંત્રણ"માં છે અને જાહેરજનતાના જાનમાલને હવે કોઈ ખતરો નથી.
સ્થાનિક અહેવાલો પ્રમાણે ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અન્ય બે ઘટનાઓમાં 18 લોકો મૃત્યુ પામ્યા હતા
ટ્વિટર પર ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કૅલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે કહ્યું કે, "આ ઘટના બિહામણી અને દિલ તોડી નાખનારી હતી. આજે રાત્રે બનેલી આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોનાં કુટુંબો સાથે આપણી સંવેદના છે."
માર્ચ મહિનામાં આવી જ માસ શૂટિંગની બે ઘટનાઓ બની હતી. જે પૈકી એકમાં જ્યૉર્જિયા ઍટલાન્ટા ખાતેના સ્પામાં આઠ લોકો, જેઓ પૈકી મોટા ભાગના એશિયન અમેરિકનો હતા, તેઓ માર્યાં ગયા હતા. ત્યાર બાદ 22 માર્ચે કોલારાડોની કરિયાણાની દુકાન પર થયેલા ગોળીબારમાં દસ લોકો માર્યાં ગયા હતાં.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફાયરઆર્મ્સ અંગે કૉમનસેન્સવાળાં પગલાં લેવાનો સંકલ્પ કર્યો છે. તેઓ અસોલ્ટ હથિયારો પર પ્રતિબંધ મૂકવા માટે પોતે પ્રતિબદ્ધ હોવાનું જણાવે છે. નોંધનીય છે કે તેઓ કૉંગ્રેસને પણ દરખાસ્ત કરશે જેથી બૅકગ્રાઉન્ડ ચૅકમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા માટેનું બિલ પાસ કરી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.