IND vs Aus : હાર્દિક પંડ્યાની સિક્સર સાથે ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ જીતી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હાર્દિક પંડ્યાની સિક્સર સાથે ભારત ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ જીતી લીધી છે. ભારતે સતત બીજી ટી-20 જીતીને સિરીઝ 2-0થી જીતી છે અને હવે ત્રીજી અને છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયા પર વ્હાઇટ વૉશનો ખતરો તોળાઈ રહ્યો છે.

ભારતે આ સિરીઝમાં નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે.

હાર્દિક પંડ્યાએ 22 બૉલ પર શાનદાર 44 રન બનાવ્યા અને ભારતને જીત તરફ લઈ ગયા. તેમની સાથે શ્રેયસ અય્યરે વિજયી ભાગીદારી કરી અને 5 બૉલમાં 15 રન કર્યા.

ત્રણ મૅચોની સિરીઝની બીજી મૅચમાં પહેલાં બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 195 રનોનું લક્ષ્ય આપ્યું હતું.

ભારત તરફથી કે એલ રાહુલ 22 બૉલ પર 30 રન બનાવીને આઉટ થયા તો શિખર ધવને 36 બૉલમાં 52 રનની ઇનિંગ રમી.

ધવને 32 બૉલ પર તેમણે અર્ધશતક પૂરું કર્યું. જૅમ્પાએ સ્વિપસનના હાથે તેમણે કૅચ આઉટ કરાવ્યા.

કૅપ્ટન વિરાટ કોહલીએ 24 બૉલ પર 40 રન બનાવ્યા. ડેનિયલ સૅમ્પસે તેમની વિકેટ લીધી હતી. સંજુ સેમસને 10 બૉલમાં 15 રનનું યોગદાન ટીમના સ્કોરમાં આપ્યું.

ટી-20માં ઑસ્ટ્રેલિયા સામે બીજો મોટો રન ચૅઝ

ભારતે અગાઉ 2016માં ઑસ્ટ્રેલિયામાં 198 રન ચેઝ કર્યા હતા. આ 195 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો.

ટૉસ જીતીને વિરાટ કોહલીએ પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઑસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી મૅથ્યૂ વેડે 32 રનો પર 58 રન અને સ્મિથે 38 બૉલ પર 46 રન ફટકાર્યા હતા.

વેડ અને શૉર્ટે ઇનિંગ શરૂ કરી અને પ્રથમ વિકેટ માટે 47 રનની પાર્ટનરશિપ કરી.

પાંચમી ઓવરમાં નટરાજને શૉર્ટની વિકેટ લીધી, શૉર્ટ માત્ર નવ રન પર આઉટ થયા.

ત્યાર પછી સ્મિથે ઇનિંગ સંભાળી લીધી. સ્મિથ અને વેડે મળીને 28 રન કર્યા.

ભારતની તરફથી નટરાજને બે વિકેટ લીધી ત્યારે શાર્દુલ ઠાકુર અને યુજવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી.

ભારતે ત્રણ મૅચની આ સિરીઝમાં પ્રથમ મૅચ જીતીને પહેલાં સરસાઈ મેળવી લીધી હતી.

આની પહેલાં ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી ત્રણ એકદિવસીય મૅચોની સિરીઝ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે, તેમાં ભારત બે મૅચ ગુમાવી ચુક્યૂં હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો