You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AUSvIND : રવીન્દ્ર જાડેજા - યજુવેન્દ્ર ચહલના તરખાટ સામે ઑસ્ટ્રેલિયા લથડ્યું
ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ત્રણ મૅચની ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 11 રને હરાવી દીધું છે. જોકે, આ મૅચ જાડેજાને માથામાં બૉલ વાગ્યા પછી એક ખાસ નિયમને કારણે ઐતિહાસિક બની ગઈ.
ભારતે રવીન્દ્ર જાડેજાના આક્રમક 44 રનને કારણે ઑસ્ટ્રેલિયા સામે 162 રનનો ટાર્ગેટ મૂક્યો. જોકે, ઑસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 150 રન જ કરી શકી.
ટાર્ગેટનો પીછો કરી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ બેટ્સમૅન ડીએમ સોર્ટે 38 બૉલમાં 34 રન બનાવ્યા. શોર્ટને પહેલી આંતરરાષ્ટ્રીય ટી-20 રમી રહેલા ટી. નટરાજને હાર્દિક પંડ્યાને હાથે કૅચ આઉટ કરાવી દીધા.
કૅપ્ટન ઍરોન ફિંચે પણ 26 બૉલમાં 35 રન કર્યા. જોકે, સ્મિથ કંઈ ખાસ ન કરી શકયા અને 12 રને આઉટ થઈ ગયા. મેક્સવેલ પણ ફક્ત 2 જ રને આઉટ થઈ ગયા.
હેનરિક્સે ઑસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળવાની કોશિશ કરી પરંતુ તેઓ 20 બૉલમાં 30 રન કરી 18મી ઓવરમાં ચાહરનો શિકાર બન્યા.
એ પછી બીજી જ ઓવરમાં નટરાજને સ્ટાર્કને ફક્ત એક રને આઉટ કરી દીધા.
ભારત તરફથી યજુવેન્દ્ર ચહલ અને ટી. નટરાજને 3-3 વિકેટ ઝડપી અને ચાહરને એક વિકટ મળી હતી.
બૉલ વાગ્યો રવીન્દ્ર જાડેજાના માથામાં પણ ભારે પડ્યો ઑસ્ટ્રેલિયાને
યજુવેન્દ્ર ચહલને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા. જોકે, યજુવેન્દ્ર ચહલ આજની મૅચમાં ટીમમાં હતા જ નહીં પરંતુ તેમને જાડેજાને બદલે બૉલિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું કંકશનના નિયમ મુજબ કરવામાં આવ્યું.
ભારતની મૅચમાં એવું પહેલી વાર થયું છે કે કોઈ ખેલાડી ટીમમાં ન હોય તો પણ રમે.
ઘટના એવી બની કે રવીન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એમના માથામાં બૉલ વાગ્યો હતો.
આને કારણે તેઓ બૉલિંગ માટે અનફિટ થઈ ગયા અને બૉલિંગ માટે એમને બદલે ચહલને બોલાવવામાં આવ્યા એને તેઓ ત્રણ વિકેટ ખેરવી પ્લેયર ઑફ ધ મૅચ બન્યા.
ભારત તરફથી સૌથી વધારે રન કેએલ રાહુલે 51 કર્યા હતા. જોકે, મૅચમાં રવીન્દ્ર જાડેજાએ આક્રમક 44 રન કરી ભારતનો સ્કોર 161 પર પહોંચાડ્યો હતો. જાડેજાએ 23 બૉલમાં 44 રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયા તરફથી હેનરિક્સે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મિશેલ સ્ટાર્કે બે, જામ્પા અને મિશેલ સ્વેપસને 1-1 વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી કેએલ રાહુલ અને જાડેજાએ વધારે રન કર્યા તો. શિખર ધવન અને કૅપ્ટન કોહલી ખાસ કંઈ કરી ન શક્યા અને અનુક્રમે 1 તથા 9 રને આઉટ થઈ ગયા.
સંજુ સેમસને 23 રન કર્યા તો હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા.
ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ વનડે મૅચની સિરીઝ ભારત 2-1થી ગુમાવી ચૂક્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો