કોરોના વાઇરસઃ રશિયાએ મોસ્કોમાં કરી રસીકરણની શરૂઆત

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

રશિયા કોરોના વાઇરસ કોવિડ-19 માટેનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે, જેમાં પાટનગર મૉસ્કોમાં સ્થિત દવાખાનાઓ કોવિડથી સૌથી વધુ જોખમ હોય તેવી વ્યકિતઓને રસી આપવામાં આવી રહી છે.

રશિયા પોતાની વૅક્સિન સ્પુટનિક Vનો ઉપયોગ કરી રહ્યું છે, જેની નોંધણી ઑગસ્ટમાં કરવામાં આવી હતી.

સંશોધકો દાવો કરી રહ્યા છે કે રસી 95% અસરકારક છે અને તેનાથી કોઈ મોટી આડઅસર થતી નથી, પરંતુ રસીનું હજુ લોકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રશિયા કેટલી રસની ઉત્પાદન કરશે?

શનિવાર-રવિવારમાં મૂકવામાં આવી રહેલા રસીના બે ડોઝ માટે હજારો લોકોએ નોંધણી કરાવી છે, પરતું એ હજુ સ્પષ્ટ નથી કે રશિયા કેટલી રસીનું ઉત્પાદન કરી શકે છે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 2020ના અંત સુધીમાં ઉત્પાદકો 2 મિલિયન ડોઝનું ઉત્પાદન કરી શકે છે.

મૉસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનીને આ અઠવાડિયે રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી હતી. 13 મિલિયનની વસતિ ધરાવતા આ શહેરમાં રસી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતાં વ્યકિતઓને અને સામાજિક કાર્યકર્તાઓને આપવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે જેમજેમ રસી મળતી જશે, તેમતેમ યાદી લાંબી થતી જશે.

તેમણે કહ્યું કે, 18-60ની ઉંમર ધરાવતા શાળા અને આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ અને સામાજિક કાર્યકર્તાઓ, ઑનલાઇન મારફત શહેરની આસપાસની 70 રસીકરણ જગ્યાઓ માટે મફત નોંધણી કરાવી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો