IND Vs AUS : ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે ભારતે જીતી, હાર્દિક પંડ્યા-રવીન્દ્ર જાડેજાનો શાનદાર દેખાવ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિરીઝની છેલ્લી વનડે મૅચ કૅનબરામાં રમાઈ રહી હતી જે ભારતે જીતી લીધી છે. ભારતની અગાઉની બે વનડે મૅચમાં હાર થઈ હતી.

ત્રીજી વનડે મૅચમાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઑસ્ટ્રેલિયા સામે ભારતે 303 રનોનું લક્ષ્ય મૂક્યું હતું. 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ભારતે 302 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની ટીમ 289 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

હાર્દિક પંડ્યા સદી મારવાથી ચૂકી ગયા હતા, જોકે, તેમણે 92 રન બનાવ્યા અને રવીન્દ્ર જાડેજાએ 66 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડયાને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.

ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3, જસપ્રીત બુમરાહ અને ટી નટરાજને 2-2 અને કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

છઠ્ઠી વિકેટ માટે બંનેએ મળીને 150 રનની શાનદાર અણનમ પાર્ટનરશિપ કરી હતી અને ભારતના સ્કોરને 300ને પાર પહોંચાડવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી.

આ બંને બૅટ્સમૅન સિવાય વિરાટ કોહલીએ અર્ધશતક પૂર્ણ કરીને 63 રન બનાવ્યા હતા. કોહલીએ પોતાના વનડે કૅરિયરમાં 12000 રન પૂરા કર્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી ઍશટન એગરે બે વિકેટ, એડમ જંપાએ એક વિકેટ, જોશ હેઝલવુડે એક વિકેટ અને શૉન અબૉટને એક વિકેટ મળી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો