જો બાઇડન : નબળાઈઓ જ જ્યારે તાકાત બનીને સામે આવી

    • લેેખક, નિક બ્રાયન્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જીતી લીધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીની રેસમાં સામેલ જો બાઇડનને લઈને મારો શરૂઆતથી મત એ હતો કે જે નબળાઈઓને કારણે જો બાઇડનને ડેમૉક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટાવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, એ જ નબળાઈઓ કદાચ તેમને નડી શકે છે પરંતુ એણે જ તેમને ચૂંટણી જીતવામાં મદદ કરી.

જ્યારે ડેમૉક્રેટિક પાર્ટીનું વલણ ડાબેરી લાગ્યું ત્યારે બાઇડનનું મધ્યમ રસ્તો કાઢીને વ્યાવહારિક વલણ અપનાવવું લાભકારી સાબિત થઈ શક્યું છે.

અમેરિકાના રસ્ટ બેલ્ટ (ઇસ્પાતથી જોડાયેલા કારખાના અને ત્યાં રહેનારા શ્રમિક વર્ગની વસતિ માટે જાણીતા વિસ્તાર)માં હાર્ડ હેટ મતદાતા (મુખ્યત્વે શ્રમિક સમાજના મતદાતા) અને અમુક રાજ્યોના ઉપનગરોમાં સ્ટારબક્સ કૉફી હાઉસ પર જઈને કૉફી પીવાની શોખીન મધ્યમવર્ગીય મહિલાઓને જો બાઇડન નુકસાનદાયક નથી લાગ્યા, ભીડને આંદોલિત ન કરવાની તેમની કમી પણ અવરોધરૂપ સાબિત ન થઈ.

કેટલાક અમેરિકન મતદારો ઇચ્છતા હતા છે કે ટ્રમ્પના આક્રમકતાથી ભરેલા સમય પછી એવા રાષ્ટ્રપતિ આવે કે જે પોતાના શાંત સ્વભાવને માટે જાણીતા હોય અને બાઇડને ચૂંટણી જીતી તે અગાઉ કટોકટી જેવી મતગણતરીમાં કરેલી વાતો કદાચ એની જ સાક્ષી પૂરે છે.

બાઇડનનો મિત્રતાપૂર્ણ સ્વભાવ તેમની અસલી તાકાત રહી છે અને તેમનું હાસ્ય એક રીતે તેમની ફિલૉસૉફી સમાન રહ્યું છે.

અમેરિકામાં એવો રાજકીય માહોલ છે જેમાં મતદારો એ આધારે મતદાન કરે છે કે સત્તામાં આવીને કોણ ઓછું નુકસાન કરશે.

પાર્ટીની અંદર ઉમેદવાર માટે સમર્થનથી વધારે પ્રતિસ્પર્ધી પ્રત્યે નફરત રાખવાનો ભાવ પણ બાઇડનની છબિની વિરુદ્ધ જઈ શકે એમ હતો.

જોકે બાઇડનની છબિને એક નફરત કરનાર નેતાની છબિ કહેવું મુશ્કેલ છે અને એ વાત એમણે પરિણામ અનિશ્ચિત હતું ત્યારે કહેલી વાતોથી પણ સામે આવી.

જોકે ધ્રુવીકરણના મામલામાં હિલેરી ક્લિન્ટનથી તેઓ ઘણા દૂર રહ્યાં, જેમના નકારાત્મક પાસાંઓને કારણે ટ્રમ્પનું 2016માં રાષ્ટ્રપતિ બનવું સરળ થઈ ગયું હતું.

ભાષણ આપવાની નબળાઈ ન નડી

હું આયોવા અને ન્યૂહૅમ્પશાયરમાં બાઇડનની રેલીઓમાં સામેલ થયો ત્યારે મને એ જોઈને ખૂબ આશ્ચર્ય લાગ્યું હતું કે 77 વર્ષના બાઇડન ભાષણ આપવાના મામલામાં બિલકુલ સહેલાઈ નહોતા અનુભવતા.

તેમના ભાષણ લાંબા-લાંબા મોનૉલૉગ જેવા લાગતા હતા જે તેમના સૅનેટના દિવસોની યાદ અપાવતા હતા.

ક્યારેક-ક્યારેક ઉપરાષ્ટ્રપતિના પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ પોતાના સાથીઓના નામ લેતા પરંતુ તેમના ભાષણમાં આપવામાં આવેલા દાખલા અને કહાણીઓમાં કોઈ રાજકીય વાત નહોતી સામે આવતી.

જ્યારે તેઓ અમેરિકાને બચાવવાની વાત કરતા હતા ત્યારે તેમની વાત સ્પષ્ટ નહોતી કે અસલમાં તેઓ શું કહેવા માગે છે. જોકે, પ્રચાર પછી એમણે મતગણતરીની અફરાતફરી વચ્ચે 'કોઈ કોઈનું દુશ્મન નથી' એવી જે વાતો જે કહી તે ખૂબ સહજ હતી.

પ્રચારમાં ભાષણમાં નબળાઈ છતાં તેમના ચહેરા પર તેમનું ચિરપરિચિત હાસ્ય દેખાતું, અને એકલું તેમનું જ વ્યક્તિત્વ એવું હતું જે નકારાત્મકતાના સમયમાં આશાના કિરણ જેવું લાગતું.

હું 30 વર્ષથી અમેરિકાના રાજકારણ પર રિપોર્ટિંગ કરી રહ્યો છું પરંતુ દેશના સૌથી મોટા પદ માટે તેઓ મને સૌથી નબળા ઉમેદવાર લાગતા હતા. તેઓ વર્ષ 2016માં રાષ્ટ્રપતિપદના ઉમેદવારની દોડમાંથી બહાર થયેલા જેબ બુશ કરતાં પણ વધારે ખરાબ ઉમેદવાર લાગતા હતા.

ફ્લૉરિડાના પૂર્વ ગવર્નર જેબ બુશ ઓછામાં ઓછા પોતાની વાત તો પૂરી કરતા, ભલે પછી લોકોને તે વાત ગમે કે નહીં.

આયોવા અને ન્યૂહૅમ્પશાયર કૉકસમાં ચોથા અને પાંચમા સ્થાન પર રહ્યા પછી કેટલાક લોકોએ વિચાર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે જ્યારે જો બાઇડન પોતાના જાણીતા એવિએટર સ્ટાઇલનાં ચશ્માં પહેરીને રાજકીય જીવનથી વિદાઈ લઈ લેશે પણ એવું ન થયું.

રાજકીય દુનિયામાં નવો જન્મ

પરંતુ વિદાય લેવાનું દૂર હતું, જો બાઇડન દક્ષિણી કેરોલાઇના જતા રહ્યા જ્યાં ડેમૉક્રેટિક પાર્ટીના પ્રભાવશાળી કાળા કૉંગ્રેસ સભ્ય જિમ ક્લિબર્ન અને આફ્રિકન અમેરિકન સમાજના સમર્થને તેમના રાજકીય જીવનમાં એક નવો પ્રાણ ફૂંક્યો.

મધ્યમ સ્તરના પ્રતિસ્પર્ધીઓ જેમ કે પીટ બટીગિગ અને એમી ક્લોબુચરે રેસની બહાર જતા ટ્રમ્પનું સમર્થન કર્યું, કારણ કે તેમને લાગ્યું કે ટ્રમ્પ બર્ની સૅન્ડર્સ તરફથી આવનારા પડકારનો સામનો કરી શકે છે.

ક્યારેક સમાજવાદી રહેનાર બર્ની સૅન્ડર્સના ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાના ખતરાને જોતાં તેઓ તુરંત આગળ વધ્યા અને વિચાર્યું કે જો બાઇડન, બર્ની સૅન્ડર્સના સત્તા પર આવવાના ખતરાને ટાળી શકે છે અને એક મજબૂત નેતા સાબિત થઈ શકે છે.

જોકે, બર્ની સૅન્ડર્સે પણ પરિણામને લઈને અફરાતફરી મચી ત્યારે 'બાઇડન આવે છે' એમ આખરે કહી જ દીધું હતું.

આના થોડા દિવસ પહેલાં સુપર ટ્યૂઝડેના અવસર પર જો બાઇડનના ખાતામાં અનેક સફળતાઓ આવી હતી.

કેટલાક રાજકીય જાણકારોએ આની પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે બાઇડને તેમના પ્રાંતમાં પણ વિજય હાંસલ કર્યો છે જ્યાં તેમણે ચૂંટણીપ્રચારમાં ભાગ પણ નહોતો લીધો.

પરંતુ કદાચ આ વાતનો ઊલટો અર્થ જ યોગ્ય હતો. એ સંભવ છે કે બાઇડનને જે વિસ્તારોમાં સફળતા મળી તેનું કારણ કદાચ એ હતું કે તેઓ એ જગ્યાઓ પર અનુપસ્થિત રહ્યા હતા.

આયોવા અને ન્યૂહૅમ્પશાયરમાં તેમના ચૂંટણી કાર્યક્રમમાંથી મને એ જ લાગ્યું હતું કે અમેરિકા મતદાતા તેમને જેટલા વધારે જોશે, તેમને વોટ આપવા માટેની શક્યતા એટલી જ ઘટતી જશે.

જોકે કોવિડ-19ના કારણે લાગુ થયેલું લૉકડાઉન તેમના માટે જાણે વરદાન સાબિત થયું. બાઇડને છેલ્લા કેટલાક મહિનાઓ ડેલાવરમાં પોતાના ઘરના બૅસમેન્ટમાં વિતાવ્યા હતા. અને તેનાથી તેમને લોકો સામેથી ગાયબ રહેવાનું વરદાન મળી ગયું હતું.

કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોએ એક વિવાદને પણ લગભગ ખતમ કરવામાં મદદ કરી જેની તેમના ચૂંટણીપ્રચાર પર ખરાબ અસર થઈ શકે એમ હતી. આ વિવાદ બાઇડન દ્વારા મહિલાઓને અનુચિત રીતે અડવાનો વિવાદ હતો.

અગત્યની વાત એ છે કે કોરોના મહામારી દરમિયાન ડેમૉક્રેટિક પાર્ટીમાં ચાલી રહેલો વિચારધારાનો જંગ એક રીતે થંભી ગયો હતો.

વામપંથીઓ માટે રસ્તો બંધ કરતા જો બાઇડન અને બર્ની સૅન્ડર્સ વચ્ચે એકતા દેખાવા લાગી.

ડેમૉક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણીમાં નાગરિકોને યુનિવર્સલ હૅલ્થકૅર, ગ્રીન ન્યૂ ડીલ અને ધ્રુવીકરણ વધારવાના મુદ્દા, જેમ કે ઇમિગ્રેશન તથા કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સીને બંધ કરવા અને ગેરકાયદેસર રીતથી સરહદ પાર કરવાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાના વાયદા કરવામાં આવ્યા હતા.

એ વાત સાચી છે કે બાઇડનને મળનાર પ્રગતિશીલ વર્ગના અમુક મતો પર અસર પડી હોઈ શકે છે, જેમાં મુખ્ય રીતે યુવા વર્ગ સામેલ છે.

પરંતુ તેમના પ્રચાર કૅમ્પેનમાં સામેલ લોકોને લાગતું હતું કે આ કમી વૃદ્ધોના મતોથી પૂરી થઈ જશે જેમાં મોટા ભાગના રિટાયર્ડ લોકો છે. એમાંથી કેટલાક પહેલાં ટ્રમ્પના સમર્થક હતા.

વૃદ્ધ લોકોનો આ વર્ગ અન્ય કોઈ પણ આયુવર્ગની અપેક્ષામાં વધારે મતદાન કરે છે.

પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ગ સૌથી વધારે જોખમનો સામનો કરી રહ્યો છે.

શરૂઆતમાં જો બાઇડનની લડાઈ થોડી ઢીલી લાગતી હતી પરંતુ કોરોના વાઇરસ મહામારીએ તેમને એક રીતે રાજનૈતિક ઍન્ટીબૉડીઝ આપી દીધી છે જેણે બાઇડનનો બચાવ તેમની જ કમીઓ સામે કર્યો.

દુખભરેલા સમયમાં પોતાની દુખભરી કહાણી

દુખથી ભરેલા કોરોનાના આ સમયમાં બાઇડનના ખાનગી જીવનની દુખદાયક કહાણી પણ ચૂંટણી વચ્ચે જનતામાં ચર્ચાનો વિષય રહી.

બાઇડને વર્ષ 1972માં સૅનેટની ચૂંટણી જીત્યા પછી પોતાનાં પત્ની નિલીયા અને 13 મહિનાની પુત્રી નાઓમીને એક કાર દુર્ઘટનામાં ગુમાવી દીધાં હતાં.

કાર દુર્ઘટનામાં બાઇડનના દીકરા બિયુ બચી ગયા હતા, જોકે વર્ષ 2015માં તેમનું એક દુર્લભ બ્રેઇન કૅન્સરથી મૃત્યુ થઈ ગયું હતું.

સ્વાભાવિક રૂપથી બાઇડન એવી વ્યક્તિ છે જેમની સાથે સહાનુભૂતિ રાખી શકાય.

તેમનું જીવન જોઈએ તો લાગે છે કે તેઓ એ જ જગ્યાએ છે જ્યાં અમેરિકાના એક લાખ ચાલીસ હજાર બીજા પરિવારો છે જેમણે હાલમાં જ કોરોના વાઇરસને કારણે પરિવારજનોને ગુમાવ્યા છે.

ટ્રમ્પના ચૂંટણ પ્રચારમાં વૃદ્ધાવસ્થાનો દાવો, ચરમ ડાબેરી વિચારધારા તરફ ઝુકાવ જેવા આક્રમક આરોપ અને બર્ની સૅન્ડર્સ સાથે સારા સંબંધ, પોલીસના ખર્ચમાં કાપ પર સહમતીના આરોપ વગેરે બાઇડનની રણનીતિ માટે નુકસાનદાયક સાબિત ન થયા.

જ્યારે બાઇડન સતત ટ્રમ્પના કાર્યકાળ અને આ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને લઈને નિશાન સાધતા રહ્યા, ખાસ કરીને કોરોના મહામારીને લઈને.

પોતાની જીતનો દાવો કર્યા વિના મતગણતરી દરમિયાન તેમણે કોરોના પ્લાન માટે શપથવિધિની રાહ નહીં જુએ એવી વાત પણ કરી.

અમેરિકામાં ઇન્કમ્બન્સી સામાન્ય રૂપથી સત્તારૂઢ પક્ષ માટે લાભદાયક રહે છે. વર્ષ 1980થી માત્ર એક રાષ્ટ્રપતિ જ્યૉર્જ હર્બર્ટ વૉકર બુશ બીજી વખત ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે.

યુદ્ધકાળ પછીનાં વર્ષો એટલે 1945થી 1980 વચ્ચે પણ ડ્વાઇટ ડી આઇસહૉવર એકમાત્ર રાષ્ટ્રપતિ હતા જેમણે પોતાના બે કાર્યકાળ પૂરા કર્યા હતા.

આ દરમિયાન મતદાતાઓએ જેરાર્ડ ફોર્ડ અને જિમી કાર્ટરને પણ સત્તાથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. પરંતુ મહામારી દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખરાબ પ્રશાસને તેમને ઇનકમ્બન્સીના ફાયદાથી વંચિત કર્યા અને આખરે જો બાઇડનનો વિજય થયો.

અલબત્ત, મહામારીથી લઈને ઇકૉનોમી સુધી બાઇડનનો આગળનો રસ્તો આસાન નથી.

વિકલ્પોની શોધ ચાલુ

ઇન્કમ્બન્સી અને મજબૂત અર્થતંત્રને લગભગ ચૂંટણીમાં વિજયની ગૅરંટી માનવામાં આવે છે.

વર્ષ 1992માં બુશ સિનિયરનો ચૂંટણી અભિયાન રિસેશન તરફ જતા અર્થતંત્રનો શિકાર થયો હતો, કારણ કે ચૂંટણીના દિવસ સુધી અર્થતંત્ર પાટા પર નહોતું આવ્યું. કોરોના મહામારીએ પણ અર્થતંત્રને ખરાબ રીતે તબાહ કર્યું છે.

જાણકારો માને છે કે મહામારીને કારણે અર્થતંત્રને ધ ગ્રેટ ડિપ્રેશન પછીનો સૌથી મોટો આંચકો લાગ્યો છે.

જે મતદાતાઓ પોતાને ફળી રહેલા ચાર લાખના રિટાયરમેન્ટ પ્લાન્સની તરફ ઇશારો કરીને એક એવા રાષ્ટ્રપતિને સમર્થન આપવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા હતા, જેમનું વર્તન તેમને પસંદ નહોતું, એ પણ વિકલ્પો શોધતા દેખાયા.

ચૂંટણી અંગે અનુમાનોની વાત માનીએ તો કેટલાક લોકો ચૂંટણીની બહુ પહેલાં વિકલ્પ શોધવા લાગ્યા હતા.

કથિત રૂપથી કૉલેજની શિક્ષા ન મેળવી શકનાર ગોરા મતદારો અને ટ્રમ્પના સમર્થકો તેમની મોટી વોટબૅન્ક રહી છે.

આ વખતે ચૂંટણીમાં આ સમૂહ પણ ટ્રમ્પથી દૂર જતો દેખાયો હતો.

આ મતદારો વચ્ચે વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ 31 પૉઇન્ટની બઢતી સાથે આગળ દેખાતા હતા પરંતુ પછી તેમને નુકસાન થયું હતું.

ઑગસ્ટ મહિનામાં લગાવવામાં આવેલા અનુમાન મુજબ જ્યૉર્જ ફ્લૉઇડની કથિત હત્યા પછી વંશીય ભેદભાવની વિરુદ્ધ થયેલા પ્રદર્શનો પર જે રીતે પ્રશાસને કાર્યવાહી કરી તેનાથી ગોરા મતદારોનો એક મોટો વર્ગ સહમત નહોતો.

આ દરમિયાન ટ્રમ્પના સખત કાયદા વ્યવસ્થાવાળા વલણથી તેઓ સહમત નહોતા. ટ્રમ્પનું આ વલણ રિચર્ડ નિક્સનના વર્ષ 1969ના ચૂંટણી અભિયાન જેવું લાગતું હતું જેની પહેલાં વંશીય હિંસા થઈ હતી.

બની શકે કે ટ્રમ્પે નિક્સનના સમય અને આજના સમયની વચ્ચેના એક મોટા તફાવતની અવગણના કરી, 1968માં નિક્સન રાષ્ટ્રપતિ નહોતા.

ચૂંટણીને એક એવા અવસરના રૂપમાં રજૂ કરવામાં આવે છે જેમાં તેમને બદલાવ અને નિરંતરતામાંથી કોઈ એકને પસંદ કરવાનું હોય છે.

પરંતુ બાઇડનના મામલામાં એવું દેખાયું કે જાણે બાઇડન મતદારો સામે આ બંને વિકલ્પોનું એક સંયુક્ત રૂપ પ્રસ્તુત કરતા હોય.

પોલ્સમાં ભાગ લેનાર 10માંથી આઠ અમેરિકન લોકો માનતા હતા કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે અને બાઇડન તેને સાચા રસ્તા પર લાવવાનો વાયદો કરી રહ્યા હતા એટલે બાઇડને પોતાને બદલાવના વાહકના રૂપમાં પ્રસ્તુત કર્યા.

પરંતુ એક પારંપારિક રાષ્ટ્રપતિના રૂપમાં કામ કરવાનો વાયદો કરીને તેમણે પોતાના ચૂંટણીપ્રચારમાં એ નિયમોનું પાલન કરવાની વાત પણ કહી જેનું પાલન પહેલાંના રાષ્ટ્રપતિ પણ કરતા રહ્યા છે.

આ રીતે તેઓ પોતાને નિરંતરતાના વાહકના રૂપમાં પણ પ્રસ્તુત કરતા રહ્યા. તેમણે પોતાને એ શૃંખલામાં સુધારની જેમ રજૂ કર્યા જેને ટ્રમ્પે તોડી હતી.

સંભાળીને ચાલી રહ્યા છે રાજકીય વિશ્લેષકો

ચૂંટણીને લઈને વર્ષ 2016માં કરવામાં આવેલી ખોટી ભવિષ્યવાણીઓથી બોધપાઠ લઈને રાજકીય જાણકારો આ વખતે અનુમાન લગાવવાથી બચી રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવા કે ન થવા વિશે કોઈ ભવિષ્યવાણી નથી કરી રહ્યા કારણ કે તેઓ નથી ઇચ્છતા કે તેમનું આકલન ખોટું ન પડે.

બાઇડન જેમ જ પોતાના બેસમેન્ટમાંથી બહાર નીકળશે અને લોકો સામે જશે તો તેમના પર નજર રહેશે. મુશ્કેલમાં ટ્રમ્પ જેવા રિપોર્ટ લખી-લખીને થાકી ચૂકેલા ચૂંટણી અભિયાનો વિશે લખનારા સંવાદદાતોઓ, બાઇડનની એક ભૂલને નાટકીય અને મનોરંજક અંદાજમાં રજૂ કરશે.

ઇલેક્ટોરલ કૉલેજની મુશ્કેલીઓ પણ છે જેનો અર્થ છે કે પૉપ્યુલર વોટ ગુમાવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને બીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો અવસર મળી શકે છે જેવું વર્ષ 2016માં થયું હતું.

એ શક્યતાને નકારી ન શકાય કે ચૂંટણી વિવાદિત બને અને કોર્ટ સુધી પણ જાય.

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારને સીધી રીતે જનતા ચૂંટે છે પરંતુ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને જનતા સીધી રીતે નથી ચૂંટતી.

તેમને ઇલેક્ટોરલ કૉલેજ નામની એ પ્રક્રિયા હેઠળ ચૂંટાય છે જેમાં ચૂંટાયેલા ઇલેક્ટર્સ જ રાષ્ટ્રપતિની પસંદગી કરે છે.

નિશ્ચિત રૂપથી, ટ્રમ્પને સહેલાઈથી સાઇડલાઇન ન કરી શકાય, કારણ કે તેઓ એવા રાષ્ટ્રપતિ છે જે કોઈ પણ અન્ય રાષ્ટ્રપતિની સરખામણીમાં સૌથી વધારે દુર્ઘટનાઓથી બચીને નીકળ્યા છે.

જોકે, ચાર વર્ષમાં તેમની ઈજાઓ ઊંડી થઈ છે અને મહામારીએ તેમની મુશ્કેલીઓ વધારી છે.

એ સિવાય એવા લોકો જે અત્યાર સુધી ટ્રમ્પનું સમર્થન કરતા હતા તેઓ પણ અત્યાર સુધી એ મુશ્કેલીઓમાંથી બચવાની ટ્રમ્પની રીત, દાવાઓ, સત્યને તોડી મરોડીને રજૂ કરવું અને અપમાનિત કરવાની આદતથી થાકી ગયા છે.

આ ચૂંટણી હવે કોવિડ ચૂંટણી રહી છે. હવે આ રાષ્ટ્રપતિની નબળાઈ છે જોકે બાઇડન મજબૂત પરિસ્થિતિમાં દેખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો