કોરોના વાઇરસની દવા શોધવાનો ટ્રમ્પનો દાવો કેટલો સાચો છે? - ફૅક્ટ ચેક

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કોરોના વાઇરસનું જોખમ તાજેતરનાં વર્ષમાં માનવજાત સામે સર્જાયેલું સૌથી મોટું જોખમ માનવામાં આવે છે.

દુનિયામાં આ વાઇરસના કારણે 16,000થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં હાલ સુધી કોરોનાના 500થી વધુ કેસ સામે આવ્યા છે. આ મહામારી ફેલાવવાનું સૌથી મોટું કારણ હાલ સુધી તેની દવા ન શોધાઈ એ છે.

આખી દુનિયામાં મેડિસિન ક્ષેત્રના વૈજ્ઞાનિકો આ વાઇરસની યોગ્ય દવા શોધવામાં લાગેલા છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાઇરસની દવા શોધાઈ હોવાનો દાવો કર્યો હતો.

21 માર્ચ, શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું - "હાઇડ્રૉક્સિક્લૉરોક્કિન અને ઍઝિથ્રોમાઇસિનનું કૉમ્બિનેશન મેડિસિનની દુનિયામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એફ.ડી.એ.એ આ કામ કરી દેખાડ્યું છે- થેન્ક યૂ. આ બંને એજન્ટનો તાત્કાલિક ધોરણે ઉપયોગ કરી લેવો જોઈએ, લોકોના જીવ જઈ રહ્યા છે."

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાના ફૂડ અને ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન એટલે એફ.ડી.એ. દ્વારા કોરોના વાઇરસની રસી શોધી લેવાઈ છે.

ટ્રમ્પે આને લઈને વ્હાઇટ હાઉસના મીડિયા બ્રીફિંગમાં નિવેદન આપ્યું.

તેણે કહ્યું, "અમે આ દવાને તાત્કાલિક પ્રભાવથી ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. એફ.ડી.એ. ઘણું સારું કામ કર્યું. આ દવા અપ્રૂવ (સ્વીકૃત) છે."

ટ્રમ્પના દાવાનું ફૅક્ટ ચેક

બીબીસીએ આ વાતની તપાસ કરવા માટે પ્રયત્ન કર્યો કે આ બંને દવાઓનું કૉમ્બિનેશન કોરોના વાઇરસની ઔપચારિક દવાઓ છે.

સાથે જ શું અમેરિકાના સ્વાસ્થયવિભાગ દ્વારા આને સ્વીકૃત કરવામાં આવી છે?

ટ્રમ્પના આ નિવેદન પછી માર્ચ 21એ અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સી.ડી.સી.)એ એક રિપોર્ટ જાહેર કર્યો.

આ રિપોર્ટમાં સીડીસીએ કહ્યું કે કોવિડ-19ના દર્દીઓ માટે એફ.ડી.એ.એ કોઈ દવાને હાલ સુધી અપ્રૂવ કરી નથી.

જોકે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સહિત અનેક દેશોમાં કોવિડ-19ના દર્દીઓ માટે હાઇડ્રૉક્સિક્લૉરોક્કિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક નાના સંશોધન પ્રમાણે હાઇડ્રોક્સીક્લૉરોક્કિનની સાથે ઍઝિથ્રોમાઇસિનનું કૉમ્બિનેશન કોવિડ-19ની અસરને ઓછી કરી શકે છે.

ખરેખર તબીબી વિજ્ઞાનની દુનિયામાં કોઈ પણ પ્રકારની દવાની અસરને બે રીતે માપી શકાય છે.

1) અનિયંત્રિત એટલે અનકંટ્રોલ ઑબ્ઝર્વેશન

2) નિયંત્રિત એટલે કંટ્રોલ ઑબ્ઝર્વેશન

અનિયતંત્રિત ઑબ્ઝર્વેશનમાં કોઈ ખાસ દવા જો અસર કરી રહી હોય તો તેને ઉપયોગામાં લઈ શકાય છે. વધારે પ્રમાણમાં આની અસર વ્યક્તિ વ્યક્તિએ બદલાતી રહે છે એટલે દરેક માણસ પર એક જેવી અસર થાય તે નક્કી હોતું નથી.

જ્યારે નિયંત્રિત ઑબ્ઝર્વેશનમાં એક યોજના હેઠળ તુલનાત્મક અધ્યયન કરવામાં આવે છે. આનાથી કોઈ દવાની અસરને લઈને વધારે સટીક જાણકારી મળે છે.

અહેવાલમાં એમ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ક્લૉરોક્કિન અને હાઇડ્રૉક્સિક્લૉરોક્કિન દવાઓની કેટલીક નકારાત્મક અસર છે.

આનો ઉપયોગ કરવાની સાથે કેટલાક દર્દીઓને ખાસ સલાહ આપવામાં આવી જોઈએ. આના ઉપયોગથી કિડની ફૅલ થવાનો ભય રહે છે અને હૃદય સાથે જોડાયેલી તકલીફ પણ થાય છે.

સીડીસીનું કહેવું છે કે અમેરિકામાં હાઇડ્રૉક્સિક્લૉરોક્કિનના કેટલાંક ક્લિનિકલ ટેસ્ટની પણ યોજનાઓ તૈયાર છે અને ટૂંક સમયમાં જ પ્રક્રિયા શરૂ થઈ જશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે સોમવારે પત્રકારપરિષદમાં કહ્યું, "હાઇડ્રૉક્સિક્લૉરોક્કિનનો ઉપયોગ માત્ર કોવિડ-19ના દર્દીઓની સંભાળ રાખનાર હૉસ્પિટલ વર્કર જ કરશે. અથવા કોઈ ઘરમાં કોઈ સંક્રમિત વ્યક્તિની સારસંભાળ રાખનાર વ્યક્તિ જ આ દવાનું સેવન કરે."

આ સિવાય આઈસીએમઆરે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ કે 'નેશનલ ટાસ્ક ફૉર્સ કોવિડ-19નું ગઠન કર્યું છે. જો કોવિડ-19ના હાઇ રિસ્કમાં હોય હાઇડ્રૉક્સિક્લૉરોક્કિન દવા ત્યાંથી લઈ શકે છે.'

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના

એટલે હૉસ્પિટલમાં કામ કરનાર એ કર્મચારી જે કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિનો ઇલાજ કરી રહ્યો હોય અથવા જેમના ઘરે કોઈ વ્યક્તિ કોરોના પૉઝિટિવ મળ્યો હોય તો તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ આ દવાનું સેવન કરી શકે છે.

આ દવા માન્યતા પ્રાપ્ત ડૉક્ટરના પ્રિસ્કિપ્શન પર જ આપવામાં આવશે, પરંતુ જો કોઈ દવાને લેનાર વ્યક્તિને કોરોનાનાં લક્ષણો સિવાય કોઈ બીજી પરેશાની હશે તો તેણે તરત જ પોતાના ડૉક્ટરનો સંપર્ક કરવો પડશે."

જોકે, ઍઝિથ્રોમાઇસિનની સાથે આ દવાના કૉમ્બિનેશનની કોઈ વાત ભારતમાં નથી થઈ.

દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલમાં ડિપાર્ટમૅન્ટ ઑફ ચૅસ્ટ મેડિસિનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. બૉબી ભલોત્રાએ કહ્યું કે "ચીન, અમેરિકા સહિત અનેક દેશોમાં હાઇડ્રૉક્સિક્લૉરોક્કિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ કેટલાક કેસમાં આ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ આનું ક્લિનિકલ પરીક્ષણ હાલમાં કરવામાં આવ્યું નથી."

"હાલ સુધી કોઈ પણ ઇન્ટરનેશનલ સંસ્થાએ આ દવાઓને પ્રામાણિકતાની સાથે સ્વીકૃતિ આપી નથી એવામાં આને કોરોનાની દવા કહેવી યોગ્ય નથી. આવનારા કેટલાક દિવસોમાં આ દિશામાં કેટલાક ક્લિનિક્લ ટૅસ્ટ પણ થશે. ભારત આ દિશામાં કામ કરી રહ્યું છે."

તેમણે કહ્યું કે ભારતમાં ત્રણ પ્રકારના દર્દી સામે આવી રહ્યા છે.

એ લોકો જે કોરોનાના ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા હોય પરંતુ કોઈ લક્ષણ ન હોય તેમને ઍન્ટી-ઍલર્જિક દવા આપવામાં આવી રહી છે.

જે દર્દીઓમાં સંક્રમણની વધારે અસર જોવા મળી રહી છે અને શ્વાસ વધી જવો કે તાવ આવવાની બીમારી છે. તેમને ઍડમિટ કરવામાં આવી રહ્યા છે અને હાઇડ્રૉક્સિક્લૉરોક્કિન જેવી દવા આપવામાં આવી રહી છે.

જે દર્દી ઘણી ગંભીર હાલતમાં છે તેમને એચઆઈવી ઍન્ટિરેટ્રો વાઇરલ દવા પણ આપવામાં આવી રહી છે.

આ દવોઓને હાલ સુધી તેમની ત્વરિત અસરના આધારે આપવામાં આપવામાં આવી રહી છે.

જો કોઈ દર્દીને હૃદયની બીમારી, કિડનીમાં તકલીફ હોય તો તેના માટે આ દવા હાનિકારક સાબિત થઈ શકે છે. એવામાં ધ્યાન રાખવું જ જોઈએ કે કોઈ પણ દવા ખરીદીને તેનું સેવન ન કરે.

ક્લૉરોક્કિન શું છે?

ક્લૉરોક્કિન મેલેરિયાની બહુ જૂની અને કારગત દવા છે. આનો ઉપયોગ દશકોથી મેલેરિયાના દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે.

ગત કેટલાંક વર્ષોમાં આ દવાની કેટલીક નકારાત્મક અસર પણ સામે આવી છે, જેના કારણે કેટલાક દેશોએ આની પર નિયંત્રણ લગાવ્યા છે.

હાલ બીબીસીએ પોતાની તપાસમાં મેળવ્યું કે ભારત અને અમેરિકા હાઇડ્રૉક્સિક્લૉરોક્કિનનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ કે ભારતમાં આઈસીએમઆરે દવાને નક્કી શરતોની સાથે ઉપયોગ કરવાનું કહ્યું છે.

પરંતુ ટ્રમ્પે દાવો કર્યો હતો કે એફડીએએ આ દવાને અપ્રૂવ કરી છે જેને ખુદ એફડીએએ નકારી કાઢી છે. આવામાં આને કોરોના વાઇરસની ઔપચરિક દવા કહી શકાતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો