You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની ઝપેટમાં આવેલો એક એવો દેશ જે ત્રાસદી છુપાવી રહ્યો છે
- લેેખક, ક્વયાન હુસૈની અને બીબીસી મૉનિટરિંગ
- પદ, બીબીસી ફારસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
ઈરાન કોરોના વાઇરસની સૌથી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહેલા દેશોમાંનો એક છે.
અહીં 20 માર્ચે લોકોએ ફારસીઓના નવા વરસ નવરોઝની ઉજવણી કરી હતી. તો બીજી તરફ એવી ગંભીર આશંકા છે કે ઈરાનની સરકાર આ વાઇરસના ફેલાવા અને અસરને મોટા પાયે દબાવવાના પ્રયાસોમાં છે.
એવી પણ આશંકા છે કે આવનારા દિવસોમાં અહીં હાલત વધુ ખરાબ થઈ શકે છે.
દેશમાં કોરોનાનો કેર શરૂ થયા બાદ સતત મોહમ્મદ આરામ કર્યા વિના પોતાના દર્દીઓની જિંદગી બચાવવાના દરેક પ્રયાસોમાં લાગેલા છે.
મોહમ્મદ ઈરાનના ઉત્તરના પ્રાંત ગિલાનની એક હૉસ્પિટલમાં ડૉક્ટર છે. તેઓ છેલ્લા 14 દિવસથી એક પણ વાર પણ પોતાના પરિવારને મળ્યા નથી.
- કોરોના વાઈરસની વૈશ્વિક બીમરીનો અંત ક્યારે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
તેઓએ પોતાના સહકર્મી ગુમાવ્યા છે, મિત્રો ગુમાવ્યા છે, જેમાં તેમના એક પૂર્વ સલાહકારનો પણ સમાવેશ થાય છે, જેઓ મેડિકલ સ્કૂલમાં તેમના શિક્ષક હતા. તેઓ હાલમાં જ કોરોના વાઇરસનો ભોગ બન્યા હતા.
મોહમ્મદના જણાવ્યા અનુસાર, 'આ માત્ર અમારી હૉસ્પિટલની વાત નથી. કોરોનાએ આપણી આખી હેલ્થ-સિસ્ટમને પાંગળી બનાવી દીધી છે.'
તેઓ કહે છે, "સ્ટાફનું મનોબળ તૂટી ગયું છે. અમારા પરિવારો બહુ ચિંતિત છે અને અમારી પર પણ બહુ દબાણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહમ્મદનું સાચું નામ નથી આપી રહ્યા, કેમ કે ઈરાનમાં સરકાર વિરુદ્ધ બોલવા પર મુશ્કેલી થઈ શકે છે. આમ કરતાં તમારી ધરપકડ પણ થઈ શકે છે.
પરંતુ દેશના ઉત્તરના પ્રાંતના દરેક ભાગમાંથી ઘણા ડૉક્ટરોએ બીબીસીને આ મુશ્કેલી પરિસ્થિતિ અંગે દિલ હચમચાવી નાખે તેવી જાણકારી આપી છે.
તેઓ જણાવ્યું કે તેઓ કેવી કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને આ સંકટ સંભાળવામાં સરકાર કેવી રીતે નિષ્ફળ રહી છે.
મોહમ્મદે કહ્યું, "અમારી પાસે પૂરતી સંખ્યામાં માસ્ક નથી. અમારા મેડિકલ સ્ટાફમાં પણ રોજ મૃત્ય થઈ રહ્યાં છે."
તેઓ કહ્યું, "મને ખબર નથી કે કેટલાં મૃત્યુ થયાં, પરંતુ સરકાર આ ત્રાસદીની હકીકતને દબાવવામાં લાગી છે. તે આ બીમારી શરૂ થઈ એના દિવસોમાં જ જૂઠું બોલી."
માત્ર 16 દિવસમાં Covid-19 ઈરાનના બધા 31 પ્રાંતમાં ફેલાઈ ગયો.
બીજી તરફ 16 દેશનો દાવો છે કે તેમને ત્યાં આ બીમારી ઈરાનથી ફેલાઈ છે. આ દેશ ઇરાક, અફઘાનિસ્તાન, બહરીન, કુવૈત, ઓમાન, લેબનન, યુનાઇટેડ આરબ અમિરાત, કૅનેડા, પાકિસ્તાન, જ્યોર્જિયા, એસ્ટોનિયા, ન્યૂઝીલૅન્ડ, બેલારૂસ, અઝરબૈજાન, કતાર અને આર્મેનિયા છે.
સરકારની ટીકા કરનારાઓનું કહેવું છે કે ઈરાનની સરકાર સતત આ સંકટ ઓછું હોવાનું દર્શાવી રહી છે.
19 ફેબ્રઆરીએ પોતાની પહેલી જાહેરાતમાં સરકારે કહ્યું કે લોકોએ આ વાઇરસથી ગભરાવું જોઈએ નહીં.
દેશના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીએ ઈરાનના દુશ્મનો પર આરોપ મૂક્યો કે તેઓ આ ખતરાને વધારીને દેખાડી રહ્યા છે.
તેના એક અઠવાડિયા પછી કેસ અને મૃત્યુનો આંક વધી ગયો. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ દેશના સુપ્રીમ લીડરની વાતને દોહરાવી અને 'દેશના દુશ્મનોનાં કાવતરાં અને ભયભીત કરવાની કોશિશો' સામે ચેતવણી આપી.
તેઓએ કહ્યું કે કાવતરાંઓનો હેતુ દેશને પાટા પરથી ઉતારી દેવાનો છે.
તેઓએ ઈરાનના લોકોને આહ્વાન કર્યું કે રે તેઓ પોતાની રોજિંદી જિંદગી ચાલુ રાખે અને કામ કરતા રહે.
હાલમાં સરકારી નિયંત્રણવાલા ટીવી પ્રોગ્રામમાં એલાન કરાયું કે કોરોના વાઇરસ અમેરિકાનું બનાવેલું 'જૈવિક હથિયાર' હોઈ શકે છે. સુપ્રીમ લીડરે એક 'બાયૉલૉજિકલ ઍટેક' અંગે ટ્વીટ કર્યું.
ઈરાની હેલ્થ મિનિસ્ટ્રી પ્રમાણે, 19 માર્ચ સુધી દેશમાં કોવિડ-19ના 17,361 કેસ સામે આવ્યા, જ્યારે મૃતાંક 1,135 રહ્યો.
ચીન અને ઇટાલી બાદ ખરાબ રીતે આ વાઇરસથી ઝપેટમાં આવનારમાં ઈરાન ત્રીજા નંબરે છે.
ઈરાનમાં આ વાઇરસથી પ્રભાવિત ત્રણ પ્રાંતો- ગિલાન, ગોલેસ્તારન અને મઝંરદનના ડૉક્ટરોએ બીબીસીને જણાવ્યું કે કોરોના વાઇરસની તપાસની કિટની સંખ્યા ઘણી ઓછી છે અને મેડિકલ સપ્લાય સીમિત છે.
જેમાં સામાન્ય દવાઓ, ઑક્સિજન ટૅન્ક, સ્ટેરીલાઇઝ્ડ માસ્ક, પ્રોટેક્ટિવ સ્ક્રબ્સ અને મોજાં સામેલ છે.
ડૉક્ટરોએ હવે ટેમ્પરરી ફિલ્ડ હૉસ્પિટલોમાં કામ કરવું પડે છે.
એક ઇન્ટેન્સિવ કૅર ડૉક્ટરે જણાવ્યું કે કેવી રીતે તેમનું સ્થાનિક ફૂટબૉલ સ્ટેડિયમ હૉસ્પિટલમાં ફેરવી નખાયું અને તેમાં પથારી લગાવી દેવાઈ, જેથી દર્દીઓની સતત વધતી સંખ્યાને મૅનેજ કરી શકાય.
બીબીસીએ જે ડૉક્ટરો સાથે વાત કરી તેઓએ કહ્યું કે પોતાના અનુભવને આધારે તેઓ કહી શકે છે કે આ બીમારી સાથે જોડાયેલા સરકારી આંકડા વાસ્તિવકતા કરતાં ઘણા ઓછા છે.
ગોલેસ્તાન પ્રાંતના એક ડૉક્ટરે કહ્યું કે તેમની હૉસ્પિટલમાં રોજ સરેરાશ 300 દર્દીઓ આવે છે.
તેમનું અનુમાન છે કે આ દર્દીઓમાંથી 60-70 ટકા કોરોના વાઇરસથી પીડિત હોય છે.
તેઓએ જણાવ્યું કે સંસાધનોની કમીને કારણે માત્ર એવા દર્દીઓની ભરતી કરાઈ રહી છે જે ગંભીર રીતે બીમાર છે. અને માત્ર તેમની ભરતી કરાઈ રહી છે જેમને સરકારી આંકડામાં ગણતરી થાય છે.
ડૉક્ટરોએ જણાવ્યું કે ગત બે અઠવાડિયામાં રોજ સરેરાશ તેમને ત્યાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થાય છે. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે જ્યાં સુધી કોઈ કોરોના વાઇરસથી ટેસ્ટિંગ કિટ લઈ આવે છે, ત્યાં સુધી તેમના દર્દીનું મોત થઈ ગયું હોય છે.
મેડિકલ સ્ટાફ માટે સૌથી તકલીફદાયક સ્વજનોને ગુમાવ્યા એ છે. મેડિકલ પ્રોફેશનલ્સનું કહેવું છે કે તેઓ અત્યાર સુધીમાં તેમના ઘણા સ્વજનોને ગુમાવી ચૂક્યા છે.
એક અત્યંત ગંભીર કેસ ફેબ્રુઆરીના અંતમાં 25 વર્ષીય નરઝિસ ખાનાલિઝાદેહનો સામે આવ્યો. તેઓ ઈરાનના શહેર લાહીજાનમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં.
તેમનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો. પરંતુ સરકારે તેમનું મૃત્યુ કોવિડ-19થી થયું એ વાત માનવાનો ઇન્કાર કરી દીધો.
સરકારી નિયંત્રણવાલી ટીવી ચેનલ્સ સતત મેડિકલ સ્ટાફની એક એવી તસવીર દર્શાવી રહ્યા છે, જેમાં તેઓને નિર્ભયી અને મોરચા પર સૌથી આગળ રહેવાવાલાં દર્શાવાયા છે, જે વાઇરસનો સાહસથી મુકાબલો કરી રહ્યાં છે અને દર્દીઓની જિંદગી બચાવી રહ્યાં છે.
પરંતુ નરઝિસના મૃત્યુ બાદ ઈરાની નર્સિંગ ઑર્ગેનાઇઝેશને પુષ્ટિ કરી કે તેમનં મૃત્યુ કોરોના વાઇરસને કારણે થયું હતું.
વાઇરસ કેટલો ઝડપી ફેલાઈ ગયો?
સરકારના જણાવ્યાનુસાર, બે પેશન્ટ ઝીરો (એટલે કે પહેલો દર્દી જે કોઈ ચેપી બીમારીનો ભોગ બન્યો હોય અને તેને આગળ આ ચેપ લાગે છે)થી તેની શરૂઆત થઈ.
આ બંને દર્દીઓનાં 19 ફેબ્રુઆરીએ ઈરાનના કોમ શહેરમાં મૃત્યુ થયાં. સરકારના કહેવા પ્રમાણે એક દર્દી ચીનમાં આ વાઇરસના સંપર્કમાં આવ્યો હતો.
કોમ ઝડપથી ઈરાનમાં આ સંક્રમણનું કેન્દ્ર બની ગયું. આ શહેર શિયા મુસલમાનોનું એક મુખ્ય તીર્થસ્થાન છે, અહીં દેશના ટોચના ઇસ્લામિક ધર્મગુરુઓ રહે છે.
આ શહેરમાં દર વર્ષે અંદાજે બે કરોડ સ્થાનિક અને અંદાજે 25 લાખ વિદેશી ટૂરિસ્ટો આવે છે.
દર અઠવાડિયે હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ શહેરમાં ઘૂમે છે. તેઓ અહીંનાં ધર્મસ્થાનો અને મુખ્ય સ્થળો પર જાય છે અને તેને ચૂમીને અને સ્પર્શ કરીને સન્માન આપે છે.
વાઇરસ ઝડપથી ફેલાયો અને કેસની સંખ્યા વધી ગઈ. પરંતુ ઝડપથી આ શહેરને ક્વૉરન્ટીન કરવાની જગ્યાએ સુપ્રીમ લીડરના પ્રતિનિધિઓ, મૌલવી મુહમ્મદ સઇદીએ અભિયાન ચલાવ્યું કે તીર્થયાત્રીઓ શહેરમાં આવવાનું ચાલુ રાખે.
તેઓએ કહ્યું હતું, "અમે માનીએ છીએ કે પવિત્ર ધાર્મિક સ્થાન પર બીમારી ઠીક થઈ જાય છે. આથી લોકોએ અહીં આવવું જોઈએ અને આધ્યાત્મિક અને શારીરિક બીમારીઓથી મુક્ત થવું જોઈએ."
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુ ક્રાંતિની વર્ષગાંઠ અને ચૂંટણી બંને કાર્યક્રમોને સરકારની લોકપ્રિયતાના ટેસ્ટના રૂપમાં જોવાઈ રહ્યો છે, કેમ કે ગત છ મહિનામાં ઈરાનમાં લોકોના દિવસો સારા રહ્યા નથી.
નવેમ્બર 2019માં તેલની કિંમતોમાં વધતાં વિરોધપ્રદર્શન સમયે હિંસા થઈ. આ સિવાય ટૉપ ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના અમેરિકાના હુમલામાં થયેલા મૃત્યુ બાદ થયેલી કાર્યવાહીમાં ઈરાને ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાંઓ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. તેને કારણે અમેરિકા અને ઈરાનમાં તણાવ ચરમસીમાએ હતો.
ઈરાનમાં યુક્રેનના પેસેન્જર પ્લેનને તોડી પાડતાં 176 લોકોનાં મૃત્યુ થયાં. શરૂઆતમાં ઈરાની ઑફિસરોએ ઇન્કાર કર્યો કે તેઓએ પ્લેનને તોડી પાડ્યું હતું, પરંતુ બાદમાં ભૂલનો સ્વીકાર કર્યો હતો.
તેનાથી લોકોનો સરકાર પર વિશ્વાસ હલી ગયો)ના ઇમરજન્સી ઑપરેશન્સના ડાયરેક્ટર રિચર્ડ બ્રેનને કહ્યું, 'કોમ ધાર્મિક રીતે ખાસ છે અને તેને કારણે ઈરાનના સ્થાનિક અને વિદેશી પર્યટકોની અહીં આવ-જા રહી. તેના કારણે આખા દેશમાં આ વાઇરસ ઝડપથી ફેલાઈ ગયો.'
બ્રેનન હાલમાં બ્રિટનથી પરત ફર્યા છે. તેઓ કહ્યું કે પોતાની મુલાકાત દરમિયાન તેઓએ કોમ અને રાજધાની તહેરાનમાં ટેસ્ટિંગ લૅબ અને હૉસ્પિટલોમાં કામકાજ વધારવાની કોશિશને જોઈ છે.
શહેરનાં ધાર્મિક સ્થળોને હવે બંધ કરી દેવામાં આવ્યાં છે.
શું સરકારે તેને છુપાવાની કોશિશ કરી?
ફેબ્રુઆરીમાં દેશમાં બે મોટી ઇવેન્ટ- ઇસ્લામિક ક્રાંતિની 41મી વર્ષગાંઠ ઉજવાઈ અને સંસદીય ચૂંટણી થઈ.
એક સિનિયર ડૉક્ટરે જણાવ્યું, "11 ફેબ્રુઆરીએ ઇસ્લામિક ક્રાંતિના જીતના દિવસથી ઘણા દિવસો અગાઉ મેં અને મારા સહયોગીએ પહેલી વાર એક અસામાન્ય રેસ્પિરેટરી બીમારીને રેકર્ડ કરી હતી."
તેઓએ કહ્યું કે તેઓએ પોતાની હૉસ્પિટલના ઘણા રિપોર્ટ્સ સિનિયર હેલ્થ મિનિસ્ટર્સને તેહરાન મોકલ્યા હતાં, જેમાં આ વાઇરસ શરૂ થવાની ચેતવણી અપાઈ હતી.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીએ ઈરાનના દુશ્મનો પર કોરાના વાઇરસના ખતરાને વધારીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો જેથી મતદારો ચૂંટણીથી દૂર રહે.
ખમેનીએ કહ્યું, "નૅગેટિવ પ્રૉપગ્રેન્ડા ઘણા સમયથી ચાલતો હતો. અને છેલ્લા બે દિવસમાં મીડિયાએ વાઇરસ અને બીમારીની આડમાં દરેક તકનો ઉપયોગ લોકોને મત આપતા રોકવામાં કર્યો છે."
હાલમાં જ ઈરાનના હેલ્થ મિનિસ્ટર સઇદ નમકીએ રિપોર્ટ્સમાં મોડું થવાના દાવાને ફગાવી દીધો છે.
સરકારી ટીવી પર એલાન કરાયું કે આ મામલાને તત્કાળ 19 ફેબ્રુઆરીએ જોવામાં આવ્યો હતો, જ્યારે 21 ફેબ્રુઆરીએ ચૂંટણી હતી.
તેઓએ કહ્યું, "અમે માનીએ છીએ કે સ્વાસ્થ્ય અધિકારીઓએ આ તથ્યને છુપાવવાનો નિર્ણય કર્યો કે કોરોના ઈરાન સુધી પહોંચી ગયો છે, જેથી તેઓ સામાન્ય રાજ્ય-પ્રયોજિત કાર્યક્રમો ચાલુ રાખી શકે."
ચૂંટણીના પાંચ દિવસ પછી સરકારે પુષ્ટિ કરેલા કેસ વધીને 139 પર પહોંચી ગયા હતા અને મૃતકોની સંખ્યા 19 પર પહોંચી ગઈ હતી.
એ સમયે કોમના એક કટ્ટર સાંસદ અહમદ અમીરાબાદી ફરાહાની સંસદમાં ઊભા થયા અને કહ્યું કે બે અઠવાડિયાંમાં તેમના શહેરમાં 50 લોકોનાં મૃત્યુ થયાં છે.
ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર ઇરાઝ હરિર્ચીને ફરાહાનીના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે જો મરનારની સંખ્યા 25 પણ થશે, તો તેઓ રાજીનામું આપી દેશે.
એ દિવસ પછી હરિર્ચીને કોરોના વાઇરસ પર પત્રકારપરિષદ દરમિયાન પરસેવો લૂછતાં અને ખાંસતા જોવા મળ્યા. બાદમાં તેઓએ એલાન કર્યું કે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
આ રીતે તેઓ ઈરાનમાં ઘણા હાઈપ્રોફાઇલ રાજનેતાઓમાં સૌથી પહેલા હતા જેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
હરિર્ચી કથિત રીતે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને 13 માર્ચે ટીવી પર તેઓ લાઇવ પણ જોવા મળ્યા હતા.
ઘણા નિષ્ણાતો અને પત્રકારોએ અંદેશો આપ્યો હતો કે સરકારી આંકડા ખતરનાક છે અને આ મોટા પાયે રહેલા સંકટને ઓછું દર્શાવવાની કોશિશનું પરિણામ છે.
બીબીસી પર્શિયનની તપાસમાં પણ આ વાત જાણવા મળી છે કે મૃતકોની સંખ્યા સરકારી આંકડા કરતાં છ ગણી વધુ છે.
પરંતુ ભલે સરકારી આંકડો સતત ઉપર જઈ રહ્યા હોય, ઈરાન સામે એ સવાલ ઊભો છે કે આ વાઇરસને કેવી રીતે રોકવામાં આવે?
લૉકડાઉનમાં રહેવું
અલીરેઝાના પિતા માર્ચના મધ્યમાં ગુજરી ગયા.
અલીરેઝાએ કહ્યું, "જ્યારે તેઓએ મારા પિતાજીને દફનાવ્યા ત્યારે અમાર પરિવારમાંથી કોઈ ત્યાં નહોતું. હું તેમને છેલ્લી વાર પણ જોઈ ન શકી. તેઓએ અમને કહ્યું કે તેઓનું મૃત્યુ થયું છે અને તેમને તેહરાનના મુખ્ય કબ્રસ્તાનમાં એક સ્પેશિયલ ઝોનમાં દફન કરાયા છે."
સુરક્ષાના કારણસર અલીરેઝાનું નામ બદલેલ છે.
અલીરેઝાના પરિવારજનોને અધિકારીઓએ અંતિમસંસ્કાર માટે ભીડ એકઠી ન કરવાનું કહ્યું હતું.
જોકે તેઓએ કહ્યું કે તેમના પિતાને દફનાવ્યા બાદ તેઓ એક વાર તેમની કબર પર જઈ શકશે.
પરંતુ જ્યારે તેઓ કબ્રસ્તાન પહોંચ્યાં ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમનું અહીં આવવું સુરક્ષિત નથી, કેમ કે ત્યાં ઘણા મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા.
અલીરેઝાએ કહ્યું, "અમે અમારા પિતાના મૃત્ય કરતાં તેમને દફનાવ્યા એ અંગે વધુ વાત કરીએ છીએ. હું ધાર્મિક શખ્સ નથી, પરંતુ મને અંદરથી એવું લાગે છે કે અમે અમારા પિતાનું અપમાન કર્યું છે."
ઈરાની અધિકારીઓએ હવે અંતિમસંસ્કાર માટે કોઈ પણ ભીડ પર રોક લગાવી દીધી છે.
ઘણા ધર્મગુરુ, જેમાં લીડર પણ સામેલ છે, તેઓ ધાર્મિક ફતવા જાહેર કરી ચૂક્યા છે. આ ફતવામાં પારંપરિક રીતે મૃતદેહને નવડાવવાની પ્રક્રિયાને બંધ કરવા કહેવાયું છે, જેથી મૃતદેહોને નવડાવનારા (મોર્દેશૂર)ને આ વાઇરસથી સુરક્ષિત રાખી શકાય.
એક બાજી ડબલ્યુએચઓ આંતરરાષ્ટ્રીયસ્તરે તત્કાળ અને આક્રમક પગલાં ભરવાની માગી કરી રહ્યું છે, તો બીજી તરફ ઈરાનની પ્રતિક્રિયા ચીન અને ઇટાલીએ ભરેલાં પગલાં કરતાં ઘણી નબળી છે.
સ્કૂલો, યુનિવર્સિટીઝ અને સેમિનારઝ બંધ કરાયા છે. ફૂટબૉલ મૅચને કૅન્સલ કરાઈ છે. રાજધાની તેહરાનમાં મોટા પાયે ડિસેઇન્ફેક્શન અભિયાન ચલાવાઈ રહ્યાં છે.
ઈરાનના બધા લોકોને સલાહ અપાઈ છે કે તેઓ ટ્રાવેલ ન કરે અને પોતાનાં ઘરોમાં જ રહે. 1979માં ઇસ્લામિક રિપબલ્કિ બન્યા બાદ પહેલી વાર શુક્રવારની નમાઝ પણ રદ કરાઈ છે.
જે જેલોમાં વધુ પડતાં કેદીઓ છે ત્યાં વાઇરસ ન ફેલાય એ માટે 1,55,000 કેદીઓને અસ્થાયી રીતે છૂટા કરાયા છે. તેમાં રાજકીય કેદીઓ પણ
સામેલ છે. માનવામાં આવે છે કે તેમાંથી ઘણાની તબિયત ખરાબ છે. તેમાં બ્રિટિશ-ઈરાની ચેરિટી વર્કર નાઝનીન જધારી-રૈટક્લિફ પણ છે.
જોકે મોટા ભાગની સરકારી બિલ્ડિંગ, ઑફિસો અને બૅન્કો ખૂલી છે.
એટલે સુધી કે નિવૃત્ત ટીચર ફતેમેહ અને તેમના પતિ (નામ બદલેલ છે) જેવા મધ્યમવર્ગીય ઈરાની લોકો પણ કહી રહ્યા છે કે સમસ્યા એ છે કે
લોકો હજુ પણ ગ્રોસરીથી લઈને ફ્યૂલ સુધી ખરીદવામાં કૅશનો સહારો લઈ રહ્યા છે.
તેઓએ કહ્યું, "અમારે પોતાના માસિક પેન્શન લેવા માટે બૅન્ક જવું પડે છે. અમને આવનારા દિવસોમાં સ્પેશિયલ ભથ્થું મળવાની પણ શક્યતા છે."
ઈરાન અને બહારના ઘણા મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર પારદર્શી આંકડા ન લાવે અને કોમની જેમ બધાં શહેરોને ક્વૉરન્ટીન ન કરે ત્યાં સુધી વાઇરસ આખા દેશને તેની ઝપેટમાં લેવાનું ચાલુ રાખશે.
પ્રૅસિડન્ટ રૂહાની વારંવાર કહી રહ્યા છે કે સરકાર શહેરોને લૉકડાઇન નહીં કરે અને બધી દુકાનો ખૂલી રહેશે અને લોકો પોતાનું કામ ચાલુ રાખશે.
આ એક એવો નિર્ણય છે જેના વિશે ઘણા લોકોનું માનવું છે કે ઈરાન પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમેરિકીના પ્રતિબંધોએ ઈરાનની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે.
ફારસીઓનું નવું વર્ષ દેશની સૌથી મોટી ઉજવણી હોય છે, પરંતુ ફતેમેહનું કહેવું છે કે આ વખતે જશ્ન જેવું લાગી નથી રહ્યું.
તેઓ કહે છે, "આખી જિંદગીમાં હું ક્યારેય નૌરોજના સમયે આ રીતે ઘરે એકલી નથી રહી. એટલે સુધી કે જંગ સમયે પણ આવું નહોતું. સદ્દામે અમારાં શહેરો પર મિસાઇલો ફેંકી હતી. એ સમયે પણ અમે નૌરોજ પર લોકોને મળવા તેમના ઘરે જતા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો