You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં બુધવારે કોરોનાના 4,435 નવા કેસ નોંધાયા, જે ગત 163 દિસવોમાં સૌથી વધુ છે.
ભારતમાં બુધવારે કોરોનાના 4,435 નવા કેસ નોંધાયા, જે ગત 163 દિસવોમાં સૌથી વધુ છે.
ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ચાર મૃત્યુ નોંધાયાં છે. જ્યારે ગુજરાત, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, પોન્ડીચેરી અને રાજસ્થાનમાં એક-એક મૃત્યુ નોંધાયું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ સાથે જ દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 23,091 થઈ ગઈ છે.
છેલ્લે ગત 25 સપ્ટેમ્બરે કોરોનાના 4,777 કેસ નોંધાયા હતા. બુધવારે નોંધાયેલા નવા કેસ સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો આંક 4.47 કરોડ થઈ ગયો છે.
નવા નોંધાયેલા કેસોમાં હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
સુકેશ ચંદ્રશેખર, જૅક્લિન ફર્નાન્ડિઝના 200 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ચાર્જશીટ ફાઈલ થશે
સુકેશ ચંદ્રશેખર, જૅક્લિન ફર્નાન્ડિઝના 200 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ચાર્જશીટ ફાઈલ થશે
રૂ. 200 કરોડના હવાલા કૌભાંડમાં ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પકડવામાં આવેલા સુકેશ ચંદ્રશેખરના ખંડણી કેસમાં 6 એપ્રિલના રોજ ચાર્જશીટ દાખલ થશે.
આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જૅક્લિન ફર્નાન્ડિઝ પણ આરોપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીએ જણાવ્યા પ્રમાણે આવતીકાલે ઈડી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સામેના 200 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગ કેસમાં પ્રાથમિક ચાર્જશીટ દાખલ કરશે.
બોલિવૂડ અભિનેત્રી જૅક્લિન ફર્નાન્ડિઝ કોર્ટમાં હાજર રહેશે.
આ કેસમાં અભિનેત્રી પર છેતરપિંડીના આરોપ છે. સ્પેશ્યલ જજ શૈલેન્દ્ર મલિને આ કેસની સુનાવણીની તારીખ 18મી એપ્રિલ નક્કી કરી છે.
ઉપરાંત અભિનેત્રી જૅક્લિનના વકીલ બીબીસીને જણાવ્યું હતું કે, "કોર્ટે ઈડીને વૉટ્સઍપ ચેટના ફોરેન્સિક રિપોર્ટ જૅક્લિનને પૂરા પાડવા કહ્યું છે. આ ચેટ જૅક્લિન અને અન્ય મહિલા વચ્ચે થઈ હતી જે પુરવાર કરે છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે."
37 વર્ષીય જૅક્લિન બોલીવૂડનાં જાણીતા અભિનેત્રી છે અને શ્રીલંકન નાગરિક છે. તેમને કેસમાં ગયા વર્ષે 15 નવેમ્બરે જામીન મળ્યા હતા.
કોર્ટમાં ઈડીએ કહ્યું હતું કે, "તેમના (ઈડીના) અધિકારીઓને સમગ્ર જીવનમાં કદી 50 લાખ રૂપિયા રોકડા નથી જોવા મળતા અને અભિનેત્રીએ 7.14 કરોડ મોજશોખ માટે વાપરી નાખ્યા છે."
ઈડીની ચાર્જશીટની કૉપી બીબીસી પાસે ઉપલબ્ધ છે જેમાં જૅક્લિનનું નામ આરોપી નંબર 10 તરીકે દર્શાવવામાં આવ્યું છે.
અભિનેત્રીના વકીલ પ્રશાંત પાટીલે બીબીસીને જણાવ્યું હતું કે, તેમનાં અસીલે કંઈ ખોટું નથી કર્યું અને તેઓ નિર્દોષ છે.
ઇઝરાયલ : અલ-અક્સા મસ્જિદમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી પોલીસ વચ્ચે ઝડપ
જેરસલેમની અલ-અક્સા મસ્જિદમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.
પોલીસનું કહેવું છે કે આતશબાજી, લાકડી અને પથ્થરોથી સજ્જ પ્રદર્શનકારીઓએ પોતાની જાતને અલ-અક્સા મસ્જિદમાં બંધ કરી લીધી હતી, જે બાદ તેણે સવારે દરોડા પાડ્યા હતા.
પેલેસ્ટાઇનવાસીઓનું કહેવું છે કે ઇઝરાયલી પોલીસે કરેલા બળપ્રયોગમાં 14 લોકો ઘાયલ થયા છે. ઘટના વખતે ઇઝરાયલી પોલીસે પેલેસ્ટાઇનવાસીને વિખેરવા માટે સ્ટન ગ્રૅનેડ અને રબર બુલેટનો ઉપોયગ કર્યો હતો.
એ બાદ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ તરફ ઓછાંમાં ઓછાં નવ રૉકેટો છોડવામાં આવ્યાં હતાં. ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે પાંચ રૉકેટોને રસ્તામાં જ નષ્ટ કરી દેવાયાં, જ્યારે બાકીનાં ચાર રૉકેટોને ખુલ્લી જગ્યામાં જમીનદોસ્ત કરમાં આવ્યાં હતાં.
હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ સંગઠને નથી લીધી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ચરમપંથી સંગઠન 'હમાસ'ને આ હુમલાની સહમતી હાંસલ હતી.
ટ્રમ્પ-સ્ટોર્મી વિવાદ : કોર્ટે સ્ટૉર્મી ડેનિયલ્સને ડોનાલ્ડ ટ્રમ્પને નાણાં ચૂકવવાનો આદેશ આપ્યો
મંગળવારે જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂ યૉર્કની કૉર્ટમાં જે પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સને 2016માં ચુકવાયેલી રકમના હિસાબના કેસમાં પોતાની ધરપકડ વહોરવા જઈ રહ્યા હતા, ત્યારે લોસ એન્જલસની એક કોર્ટે એક કેસમાં તેમની તરફેણમાં એક ચુકાદો આપીને સ્ટૉર્મી ડૅનિયલ્સને દંડ ફટકાર્યો અને એ રકમ ટ્રમ્પને ચુકવવાનો આદેશ કર્યો હતો.
પૉર્ન ફિલ્મસ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સને કોર્ટ દ્વારા 1 લાખ 22 હજાર ડૉલર (લગભગ એક કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ તેમનો માનહાનિનો કેસ 2018માં નિષ્ફળ ગયો છે. આ રકમ ટ્રમ્પની કાનૂની ફી તરીકે આપવામાં આવશે.
સ્ટૉર્મી ડૅનિયલ્સે દાવો કર્યો હતો કે એક વ્યક્તિએ તેને ધમકી આપી હતી કે જો તે ટ્રમ્પનો પીછો કરવાનું બંધ નહીં કરે, તો તે અને તેનું બાળક જોખમમાં મૂકાશે.
જોકે ટ્રમ્પે તેને ખોટી વાત ગણાવી હતી. આ પછી સ્ટૉર્મી ડૅનિયલ્સે ટ્રમ્પ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
ડૅનિયલ્સે દલીલ કરી હતી કે, તેમના વકીલ માઈકલ અવેનાતીએ તેમની સંમતિ વિના કેસ દાખલ કર્યો હતો.
અવેનાતી હાલમાં તેમના ગ્રાહકો પાસેથી ચોરી કરવાના આરોપમાં ફેડરલ જેલમાં છે.
જોકે લૉસ એન્જલસની કોર્ટે મંગળવારે ડૅનિયલ્સ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.
તેના થોડા સમય પહેલા ટ્રમ્પ ન્યૂ યૉર્ક કોર્ટમાં હાજર થયા હતા.
માર્ચ 2022 માં ડૅનિયલ્સને આ સિવિલ કેસમાં ટ્રમ્પને કાનૂની ફી તરીકે 3 મિલિયન ડૉલર્સ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૉર્નસ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સનો વિવાદ શું છે?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ન્યૂ યૉર્કની કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમની સામે મૂકવામાં આવેલા 34 ગુનાઓ માટેના આરોપોમાં તેઓ દોષિત ન હોવાનું કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું.
2016ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પ્રચાર દરમિયાન પૉર્નસ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સને તેમના સંબંધો અંગેની વિગતો ખાનગી રાખવા અને ચૂપ રહેવા માટે ચુકવવામાં આવેલા નાણાંની લેવડદેવડના હિસાબોના રેકર્ડમાં ગરબડ કરવાના કેસમાં અને ટ્રમ્પે કોર્ટમાં હાજર રહેવું પડ્યું હતું.
અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પના આ કેસની સુનાવણી આવતા વર્ષે શરૂ થઈ શકે છે અને બચાવ પક્ષ 8મી જૂન સુધીમાં કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકે છે.
ટ્રમ્પે સુનાવણી બાદ તેમના ફ્લોરિડાના નિવાસસ્થાને મીડિયાને સંબોધિત કરતી વખતે ફરી એકવાર કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી.
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, "આપણો દેશ ખાડામાં જઈ રહ્યો છે. દુનિયા પહેલાંથી જ ઘણાં કારણોસર આપણી પર હસી રહી છે."
ટ્રમ્પે કહ્યું કે, "મેં માત્ર એક જ ગુનો કર્યો છે કે મેં દેશને નીડર થઈને એ લોકોથી બચાવ્યો, જે લોકો દેશને બરબાદ કરવા માગે છે."
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે સ્ટૉર્મી ડેનિયલ્સને રાષ્ટ્રપતિ ચૂંટણીપ્રચાર દરમિયાન વર્ષ 2016માં એક લાખ 30 ડૉલર ચૂકવ્યા હતા.
ક્રિમિનલ કેસમાં ટ્રાયલનો સામનો કરનાર ટ્રમ્પ અમેરિકાના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો