You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) ડિજિટલ રૂપિયામાં બ્લૉકચેન ટેકનૉલૉજીનો ઉપયોગ કરી શકે છે.
શુક્રવારે આરબીઆઈએ સંકેતો આપ્યા હતા કે તેઓ કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપયોગો માટે ઈ-રૂપિયો અથવા સીબીડીસી (સૅન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી) લૉન્ચ કરશે. આ રિટેલ અને હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગી થશે.
ઈ-રૂપિયો દેશમાં પેમેન્ટ સિસ્ટમને નવી ઊંચાઈ પર લઈ જશે. સામાન્ય લોકો અને કારોબારી ઈ-રૂપિયા દ્વારા કેટલાય પ્રકારની લેણદેણ માટે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી શકશે.
આરબીઆઈ એ કહ્યું છે કે સીબીડીસી એટલે કે સૅન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી લોકોને નાણાંની લેણદેણ માટે એક રિસ્ક ફ્રી વર્ચ્યુઅલ કરન્સી તૈયાર કરાવશે.
સીબીડીસીના બે ધ્યેય છે.
પ્રથમ ડિજિટલ રૂપિયો તૈયાર કરવો અને બીજો કોઈ પણ અડચણ વગર તેને લૉન્ચ કરવો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરબીઆઈ ઇચ્છે છે કે, સીબીડીસી ઓફલાઈન મોડ પણ વિકસિત કરે, જેમાં ડિજિટલ રૂપિયાથી લેણદેણ થઈ શકે. તેના દ્વારા વધુથી વધુ લોકો ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરી શકશે.
ડિજિટલ કરન્સી એટલે કે આરબીઆઈનો ઈ-રૂપિયો શું છે, આ કેવી રીતે કામ કરશે અને તેના ફાયદા કયા-કયા છે? તે જાણવા માટે અહીં ક્લિક કરો.
ભારતમાં બનેલી કફ સિરપથી ગાંબિયામાં 70 બાળકોનાં મૃત્યુ થયાં હતાં, આ મામલે તપાસનો તંતુ ભારતમાં બનેલા કફ સિરપ સાથે જોડાઈ રહ્યો છે, સાથે જ દવાઓનાં ઉત્પાદન અને વેપારના અસરકારક નિયમન પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે.
ગાંબિયાથી આવેલા રિપોર્ટ્સમાં બાળકોની કિડની સાથે જોડાયેલી ગડબડ સામે આવી છે.
આ અંગે લૅબોરેટરીમાં સિરપનું સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં દૂષિત ડાઇથાલીન ગ્લાઇકોલ અને ઇથિલીન ગ્લાઇકોલની માત્રા વધુ પડતી મળી આવી છે.
સરકારી સંસ્થાઓ અને કફ સિરપ બનાવનારી કંપની મૈડન ફાર્માસ્યુટિકલ્સ અનુસાર, આ સિરપ માત્ર ગાંબિયામાં જ મોકલવામાં આવી હતી.
આ કંપની એ 40 ભારતીય દવા કંપનીઓમાં સામેલ છે જેને વિયતનામે ઓછી ગુણવત્તાવાળી દવા વેચવાના કારણે બ્લેક લિસ્ટની યાદીમાં નાખી હતી.
હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વીજે બીબીસીને કહ્યું કે, સૅમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે અને જો કંઈ પણ ખોટું નીકળશે, તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
તો દુનિયાભરમાં સમાચાર માધ્યમોમાં ચમકેલી ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપની સામેની તપાસ ક્યા તબક્કે છે અને તે પછીનો ઘટનાક્રમ જાણવા માટે અહીં ક્લિક કરો.
ઘણી વખત માસિક દરમિયાન વધારે પ્રમાણમાં લોહી પડે છે. વાસ્તવમાં મેનોરેજિયા તરીકે ઓળખાતી આ ક્લિનિકલ પરિસ્થિતિનો સામનો લગભગ 25 ટકા સ્ત્રીઓ કરે છે.
મેનોરેજિયાને હેવી મેનસ્ટ્રુઅલ બ્લીડિંગ પણ કહેવામાં આવે છે. એ સ્થિતિમાં પિરિયડ્સ અસાધારણ પ્રમાણમાં પીડાદાયી અને લાંબા હોય છે.
'નૉર્મલ' પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓમાંથી 70થી 80 મિલીલિટર પ્રવાહી વહે છે. એ પ્રવાહીમાં આશરે 50 ટકા લોહી હોય છે, પરંતુ હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગની તકલીફ ધરાવતી સ્ત્રીઓના શરીરમાંથી આશરે 160થી 400 મિલીલિટર પ્રવાહી વહેતું હોય છે.
મેનોરેજિયાની સ્થિતિ બહુ સામાન્ય હોય છે એટલે તેનાથી પીડાતાં સ્ત્રીઓને તેની ખબર હોતી નથી. કેટલીક સ્ત્રીઓ તો એવું માની લે છે કે તેમના પિરિયડ્સ નૉર્મલ છે, પરંતુ હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ ક્યારેક ફ્રાઈબ્રોઈડ્ઝ, એન્ડોમેટ્રીઓસિસ, યોનીમાર્ગમાં ચેપ અથવા બ્લીડિંગ સંબંધી રોગ જેવી અજાણી સમસ્યાનો સંકેત હોય છે.
પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી જે લોહી વહી જાય છે તેમાં તેઓ રક્તકણો પણ ગુમાવે છે. આ રક્તકણો શરીરને ઓક્સિજન એટલે કે ઊર્જા પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
મેનોરેજિયાની સમસ્યાથી શરીરમાં કેવા ફેરફારો થાય અને આ સમસ્યામાંના નિરાકરણ માટે શું કરવું તે અંગેની વિગતો માટે અહીં ક્લિક કરો.
પંજાબ 'કૉન્જુગલ વિઝિટ્સ'ની છૂટ આપનારું દેશનું પ્રથમ રાજ્ય છે. આ વ્યવસ્થા જેલના કેદીઓને કેદ દરમિયાન તેમના જીવનસાથી સાથે આત્મીયતાસભર સમય પસાર કરવાની તક આપે છે.
આ રીતે રાજ્ય સરકારે જેલમાં બંધ ઓરડામાં વૈવાહિક મુલાકાતો એટલે કે કેદીઓને તેમનાં જીવનસાથી જોડે મુલાકાતની પરવાનગી આપવાનું તાજેતરમાં શરૂ કર્યું છે.
આ મુલાકાત દરમિયાન તેઓ જીવનસાથી જોડે જાતીય સંબંધ પણ બાંધી શકે છે.
આ યોજના શરૂ કરવામાં આવી એ પહેલાં કેદીઓને તેમના મુલાકાતીઓને શારીરિક સ્પર્શની છૂટ ન હતી. જેલમાંથી મુલાકાતી કક્ષને અલગ પાડતા કાચ અથવા સ્ક્રીન મારફત તેઓ એકબીજાને જોઈ શકતા હતા, પરંતુ તેમણે ફોન મારફત વાત કરવી પડતી હતી.
આ યોજના રાજ્યની ત્રણ જેલોમાં 20 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી અને ત્રીજી ઑક્ટોબરથી કુલ 25 પૈકીની 17 જેલો સુધી વિસ્તારવામાં આવી છે.
કેદીને તેના જીવનસાથી જોડે રૂમમાં મોકલીને દરવાજો બંધ કરી દેવામાં આવે છે. તેમને રૂમમાં મહત્તમ બે કલાક સાથે ગાળવાની છૂટ હોય છે. તેમને કોઈ મદદ જોઈતી હોય તો તેઓ બેલ દબાવે એટલે ગાર્ડ હાજર થાય છે. યુગલોને કૉન્ડોમ પણ પૂરાં પાડવામાં આવે છે.
આ નવીનતમ યોજનાના વિસ્તૃત લાભાલાભ જાણવા માટે અહીં ક્લિક કરો.
11 ઑક્ટોબરે અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ ગયો છે. ત્યારે આ લેખમાં વાત માંડી છે આજથી 30 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'ખુદા ગવાહ' સાથે જોડાયેલા કિસ્સા અને કહાણીઓની.
આઠમી મે 1992માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ખુદા ગવાહ કાબુલ અને મઝાર શરીફમાં શૂટ થઈ હતી.
'ખુદા ગવાહ'ના ફિલ્મ યૂનિટની સુરક્ષા માટે 5 ટૅન્કોનો કાફલો આગળ ચાલતો હતો અને 5 ટૅન્કોનો કાફલો પાછળ. પરંતુ અફઘાનિસ્તાનમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એવી હતી કે સુરક્ષાની જરૂરિયાત ઊભી થતી નહોતી.
એક વાર શૂટિંગ દરમિયાન અમને એ સમયના વિરોધી નેતા બુરહાનુદ્દીન રબ્બાનીનો સંદેશ મળ્યો કે તેઓ બચ્ચનના ઘણા મોટા ચાહક છે અને ફિલ્મ યુનિટને વિદ્રોહીઓથી કોઈ જોખમ નથી. ઘણા નાટકીય અંદાજમાં તેઓ અમિતાભ બચ્ચનને ગુલાબનું ફૂલ આપવા આવ્યા હતા.
અફઘાન લોકોમાં અમિતાભ બચ્ચન અને ફિલ્મ ખુદા ગવાહની લોકપ્રિયતા એટલી હદે હતી કે તેમના માટે યુદ્ધ રોકવામાં આવ્યું હતું.
અમિતાભ બચ્ચનની આ ફિલ્મ જેના માટે અફઘાન મુજાહિદોએ યુદ્ધ રોકી દીધું હતું તે વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો