You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના લેખો જે તમને વાંચવા ગમશે
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
બીબીસી ગુજરાતી હંમેશાં તમારા માટે અલગઅલગ પ્રકારના આર્ટિકલ લાવે છે.
શ્રાવણ મહિનાના આગમનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ એવાં આ તહેવાર પહેલા સિંગતેલના ભાવો ભડકે બળી રહ્યાં છે. 15 કિલોગ્રામનો ડબ્બો રૂપિયા 2900ને આંબી ગયો છે.
આવું પહેલી વખત નથી બની રહ્યું. દર વર્ષે આ ગાળામાં તેલના ભાવો વધી જાય છે, જેના માટે અનેક કારણો જવાબદાર છે. છતાં આને માટે મુખ્યત્વે 'તેલિયા રાજાઓ'ને જવાબદાર ઠેરવવામાં આવે છે.
સરકાર દ્વારા તેલિયા રાજાઓના પ્રભુત્વને ઘટાડવા માટે 'અમુલ' જેવું કૉ-ઑપરેટિવ મૉડલ, વૈવિધ્યિકરણ, વિકેન્દ્રીકરણ અનેકવિધ પ્રયાસ કર્યાં છે, જેમાં આંશિક સફળતા મળી છે.
ચૂંટણીવર્ષમાં સરકારની નજર તેલના ભાવો પર છે. છતાં એ પણ ખરું છે કે એમનું ભારે પ્રભુત્વ રહે છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએફઆઈ : કેરળથી પટના સુધી સક્રિય એ ઇસ્લામી સંગઠન જેના પર બૅનની માગ થઈ રહી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પટના પ્રવાસના થોડાં જ કલાકો પહેલાં બિહાર પોલીસે 12 જુલાઈના રોજ બે ભારત-વિરોધી ષડયંત્રો પરથી પરદો ઉઠાવવાનો દાવો કર્યો અને હવે કેસની તપાસ ભારતીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપી દીધી છે.
સમગ્ર પ્રકરણમાં ફંડિંગના મુદ્દાની તપાસ સમાચાર એજન્સી ANI પ્રમાણે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી કરશે. જે સંગઠન તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે તેનું નામ છે પીએફઆઈ.
પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એમએસ ધિલ્લોંએ બીબીસીને જણાવ્યું કે પટનાના ફુલવારી શરીફમાં જે પ્રકરણ સામે આવ્યા છે, તે હાલ અલગઅલગ જોવા મળી રહ્યા છે અને બંનેને મિલાવીને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે પોતાની એફઆઈઆરમાં કહ્યું છે કે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) હથિયારોની ટ્રેનિંગ, પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન સ્ટૂડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાના પૂર્વ સભ્યોને જોડીને એક ગુપ્ત સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
વર્ષ 2007માં પીએફઆઈ શરૂઆતથી જ તપાસના નિશાને રહ્યું છે. 2008માં ગઠિત રાષ્ટ્રીય તપાસ એજન્સીની નજર પીએફઆઈ પર ત્યારથી જ રહી છે.
આ સંગઠન સામે કયા કયા પ્રકારના આરોપ છે એ વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.
અક્ષર પટેલ: 'નડિયાદના જયસૂર્યા'થી ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર બનવા સુધીની કહાણી
નવી પેઢી વિરાટ કોહલી અને રોહિત શર્માની ચાહક છે અને એ બેઉ વગરની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે એની જ ધરતી પર 312 રનનો ટાર્ગેટ ચેઝ કરી લે એ વાત મોટી છે અને શાનદાર જીતનો હીરો બન્યા ગુજરાતી અક્ષર પટેલે.
છેલ્લા દોઢ-બે વર્ષમાં અક્ષર પટેલે વન-ડે અને ટી-20માં જ નહીં ટેસ્ટ ક્રિકેટમાં પણ કમાલ કરી છે.
શ્રીલંકાના નવોદિત સ્પિનર પ્રભાત જયસૂર્યાએ તાજેતરમાં ટેસ્ટ કારકિર્દીના પ્રારંભે જે કમાલ કરી તેવી અક્ષર પટેલે ગઈ સિઝનમાં કરી હતી. તેમણે પોતાના પ્રથમ ચાર ટેસ્ટની આઠ ઇનિંગ્સમાં 33 વિકેટ ઝડપી લીધી હતી.
અક્ષર પટેલ મૂળ ગુજરાતના નડિયાદના ક્રિકેટર છે. ગુજરાતના જે પ્રાંતમાંથી પટેલો સમગ્ર દુનિયામાં જઈને વસવાટ કરવા માટે જાણીતા છે ત્યાંથી આ ક્રિકેટરે એનઆરઆઈ બનવાનું નહીં પરંતુ એવી કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું જેના થકી તે સમગ્ર દુનિયાનો પ્રવાસ કરે છે.
અક્ષર પટેલની સફર વિશે વાંચો અહીં
એ મહિલાની કહાણી, જેમને મૂછો હોવાનો ગર્વ છે
મૂછવાળાં એક ભારતીય મહિલાને ઑનલાઇન વખાણ અને ટોણાં બંને સાંભળવાં મળ્યાં છે, પરંતુ તેઓ કહે છે કે તેમને ચહેરાના વાળ પ્રત્યે લોકોની વધેલી દિલચસ્પીની કોઈ પરવા નથી.
35 વર્ષીય શાયજા પોતાના વૉટ્સઍપ સ્ટેટસમાં પોતાની એક તસવીર નીચે લખે છે, "મને મારી મૂછો ગમે છે."
જે લોકો ફેસબુક પર તેમની તસવીરો જુએ છે અથવા રૂબરૂમાં મળે છે તેઓ ઘણી વાર પૂછે છે કે તેઓ શા માટે મૂછ રાખે છે.
તેઓ કહે છે, "હું એટલું જ કહી શકું છું કે હું તેને પ્રેમ કરું છું."
સાયજાની કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો
સુલતાન ખાન : બ્રિટિશ સામ્રાજ્યના ચેસના ચૅમ્પિયન બનનારા ભારતીય સેવક
હાલમાં 20 જુલાઈના વિશ્વ ચેસ દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે વાંચો એક એવા ચેસ ચૅમ્પિયન કહાણી જેણે બ્રિટિશ સામ્રાજ્યમાં સૌને ચોંકાવી દીધા હતા.
પંજાબના સરગોધા નજીક જમીનદારોના ખાનદાનમાં 1903માં જન્મેલા મીર સુલતાન ખાનના પિતા મિયાં નિઝામ દીન ખૂબ જ સારા ચેસ ખેલાડી હતા.
આમ તો બહુ ભણેલા નહોતા અને એ જમાનામાં મોટાભાગનાં ચેસનાં પુસ્તકો અંગ્રેજીમાં લખવામાં આવતા છતાં તેઓ ક્યાંથી ચેસની ટેકનીક શીખીને ચૅમ્પિયન બની રહેતા એ બધા માટે આશ્ચર્યનો વિષય હતો.
સુલતાન ખાનની કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો