You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસીના આંતરરાષ્ટ્રીય ઑડિયન્સમાં ભારત પ્રથમ ક્રમે - GAM રિપોર્ટ
બીબીસીએ પોતાના શ્રોતા, દર્શકો અને યુઝરોની સંખ્યા દર્શાવતો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જે અનુસાર સતત ત્રીજા વર્ષે વિશ્વભરમાં બીબીસીની સેવાનો લાભ લેનારા સૌથી વધુ લોકો ભારતમાં રહે છે.
ગ્લોબલ ઑડિયન્સ મેજર (GAM) નામનો આ રિપોર્ટ જણાવે છે કે વિશ્વમાં દર સપ્તાહે કેટલા લોકો બીબીસીના કાર્યક્રમો જુએ છે, સાંભળે છે કે એની ડિજિટલ સેવાનો ઉપયોગ કરે છે.
ભારતમાં બીબીસીના આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ, દર્શકો અને વાચકોની સંખ્યા 7 કરોડ 66 લાખ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7 ટકાનો વધારો નોંધાયો છે.
ભારતમાં બીબીસીનું કન્ટેન્ટ અંગ્રેજી, હિંદી ઉપરાંત ગુજરાતી, તામિલ, પંજાબી, મરાઠી અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ છે.
નવા આંકડા અનુસાર બીબીસીના વાચકો, દર્શકો અને શ્રોતાઓની સંખ્યા 50 કરોડની નજીક પહોંચી ગઈ છે.
બીબીસીએ આ સંખ્યાને વર્ષ 2022ના લક્ષ્યના રૂપે નક્કી કરી હતી અને બીબીસી આ લક્ષ્યને હાંસલ કરવાના માર્ગે છે.
બીબીસીની આંતરરાષ્ટ્રીય સેવાઓ દર સપ્તાહે સરેરાશ 49.24 કરોડ લોકો સુધી પહોંચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમાં બીબીસી વર્લ્ડ સર્વિસની ભાષાકીય સેવા, વર્લ્ડ સર્વિસ અંગ્રેજી, વર્લ્ડ ન્યૂઝ ટીવી, બીબીસી.કૉમ અને બીબીસી મીડિયા ઍક્શનના દર્શક, શ્રોતા અને વાચક સામેલ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો