You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત ગૅસ દુર્ઘટના : સચીન GIDCમાં ગૅસ લીક કઈ રીતે થયો?
સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં વહેલી સવારે ગૅસ લીક થતાં ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ઉપરાંત 20થી વધારે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે સમાચાર સંસ્થા એએનઆઈને હૉસ્પિચલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ઓમકાર ચૌધરીએ માહિતી આપી હતી.(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વીટ કરીને 'મૃતકોની આત્માને શાંતિ મળે' એવી પ્રાર્થના કરી હતી.
કેવી રીતે ગૅસ લીક થયો?
સારવાર લઈ રહેલી એક વ્યક્તિના પરિવારજને બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમને સવારે ચાર વાગ્યે ફોન આવ્યો અને અમે ઘટનાસ્થળે આવ્યા તો જોયું કે ટૅન્કર લગભગ ખાલી થઈ ગયું હતું અને એમાંથી હજી ગૅસ નીકળી રહ્યો હતો."
"જે-જે લોકોના શ્વાસમાં ગૅસ ગયો એ બધા જ બેભાન થઈ ગયા હતા."
તેઓ કહે છે કે, "એ બાદ અમે ઍમ્બ્યુલન્સમાં આ બધાને લઈને હૉસ્પિટલ આવી ગયા."
બ્રિજેશકુમાર પ્રજાપતિના ભાઈ પણ સારવાર લઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "અમે હૉસ્પિટલ પહોંચ્યા, એ પછી ખબર પડી કે ટૅન્કર દ્વારા નાળામાં ગૅસ છોડવામાં આવી રહ્યો હતો અને એ ગૅસ કંપનીમાં ફેલાઈ જતાં લોકો બેભાન થવા લાગ્યા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો