હૈતીના વડા પ્રધાનની હત્યાનો પ્રયાસ, માંડ માંડ કઈ રીતે બચ્યા? - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

શનિવારે હૈતીના સ્વાતંત્ર્યદિવસ નિમિત્તે રાખવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન બંદૂકધારીઓએ દેશના વડા પ્રધાન એરિયલ હેનરીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હૈતીના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

આ ઘટના ત્યારે થઈ, જ્યારે વડા પ્રધાન હેનરી હૈતીની ઉત્તરે આવેલા શહેર ગોનાવેસમાં સ્થિત એક ચર્ચના સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા.

આ ઘટનાના સામે આવેલા વીડિયોમાં વડા પ્રધાનની ગાડીઓનો કાફલો ગોળીબાર વચ્ચે નીકળતો નજરે પડે છે.

હાલમાં જ વડા પ્રધાન હેનરીએ દેશમાં અપહરણ કરનારા અને દેશભરમાં ગૅસવિતરણને નિયંત્રિત કરનારા શક્તિશાળી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો હતો.

વડા પ્રધાન કાર્યાલાયે કહ્યું કે હત્યાના પ્રયાસ પાછળ 'લૂંટારુઓ અને ઉગ્રવાદીઓ' હતા.

સમાચાર એજન્સી AP અનુસાર, વડા પ્રધાન પર હુમલો કરનાર જૂથ પડદા પાછળથી કામ કરે છે અને તેમણે ચર્ચના પાદરીને ધમકાવીને ચર્ચને ચોતરફથી ઘેરી લીધું હતું.

સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાખોરો અને સુરક્ષાદળો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત, આઇસોલેટ થયા

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે ટ્વીટ કરીને કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

ટ્વીટમાં તેમણે લખ્યું કે, "મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હળવાં લક્ષણો છે. જેથી હું ઘરે આઇસોલેટ થયો છું."

"છેલ્લા થોડા દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઇસોલેટ થાય અને પોતાનો રિપોર્ટ કરાવી લે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો