You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં સંસદની ઇમારતમાં આગ
દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં સંસદના ગૃહોમાં ભીષણ આગ લાગી છે.વીડિયો ફૂટેજ દર્શાવે છે કે ધુમાડાથી આકાશ ભરાઈ રહ્યું છે અને બિલ્ડિંગની છતમાંથી વિશાળ જ્વાળાઓ બહાર આવી રહી છે.
આગ ઠારવા માટે ડઝનબંધ અગ્નિશામકો સ્થળ પર હાજર છે; આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી.શહેરના સત્તાવાળાઓએ પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું કે છત પર આગ લાગી હતી અને નેશનલ એસેમ્બલી બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી. પબ્લિક વર્ક્સ મંત્રી પેટ્રિશિયા ડે લીલીએ બાદમાં જણાવ્યું હતું કે કાઉન્સિલ ઓફ પ્રોવિન્સ (સંસદનું ઉપલું ગૃહ) ચેમ્બરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ એસેમ્બલીની ઇમારત હજુ પણ સળગી રહી હતી.
કોરોનાના સતત વધી રહેલા કેસ, મોદી સરકારે રાજ્યોને શું આદેશ આપ્યા?
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ઉછાળો આવતાં કેન્દ્ર સરકારે રાજ્યોને કામચલાઉ હૉસ્પિટલો સ્થાપવા કહ્યું છે.
કેસોમાં અચાનક વધારો થતાં આરોગ્યના માળખા પર ટૂંક સમયમાં ભાર આવી શકે છે, કેન્દ્ર સરકારે રાજ્યોને તેમની ઑક્સિજનની ઉપલબ્ધતા પર દેખરેખ રાખવા જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હેલ્થકૅર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તાત્કાલિક સ્ટોક લેવા જણાવ્યું હતું.
હૉસ્પિટલોમાં વધુ પથારી ઉમેરવા અનેઆરોગ્યસુવિધાઓ વધારવા કહેવામાં આવ્યું છે અને સાથે જરાજ્યોને ઑક્સિજનની ઉપલબ્ધતા તપાસવા માટે કહેવામાં આવ્યું છે.
હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓની દેખરેખ માટેરાજ્યોને વિશેષ ટીમ, કૉલસેન્ટર, કંટ્રોલરૂમની રચના કરવા કહેવામાં આવ્યું છે.
આ સાથે જ રાજ્યોને દવાના બફર-સ્ટોકની સમીક્ષા કરવા અને ગ્રામીણ વિસ્તારોના કેસો પર પણ ધ્યાન રાખવા કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં 31 ડિસેમ્બરે 16,764 નવા કેસ અને 2022ના પહેલા દિવસે 22,775 નવા કેસ નોંધાયા હતા. શનિવારે સવાર સુધીમાં ઓમિક્રૉન સંક્રમણની સંખ્યા 1,431 છે.
LRD શારીરિક કસોટી મોકૂફ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, લોક રક્ષક ભરતી બોર્ડના ચૅરમૅન હસમુખ પટેલે શનિવારે જાહેરાત કરી કે ગાંધીનગરમાં આયોજિત લોક રક્ષક દળ (એલઆરડી) જવાનની ભરતી માટેની શારીરિક કસોટી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2022ને કારણે મોકૂફ રાખવામાં આવે છે.
શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી વચ્ચે યોજવામાં આવશે.
ગાંધીનગર સિવાયના સ્થળે કસોટી આપવાના હતા, તેવા ઉમેદવારોની કસોટી 10 અને 12 જાન્યુઆરી વચ્ચે લેવાશે.
સમાજવાદી પાર્ટીના ટોચના નેતા ભાજપમાં જોડાયા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સમાજવાદી પાર્ટીના સ્થાપકસભ્ય અને વારાણસીના એમએલસી શત્રુધપ્રકાશ શુક્રવારે ભાજપમાં જોડાઈ ગયા છે.
રાજ્યસભામાં શત્રુધપ્રકાશનો કાર્યકાળ 6 જુલાઈ 2022ના દિવસે પૂરો થાય છે. તેઓ વારાણસી કૅન્ટ વિધાનસભા બેઠકથી 1974 (સોશિયાલિસ્ટ પાર્ટી), 1977 (જનતા પાર્ટી), 1985 (લોકદળ) અને એ બાદ ફરી 1989માં ચૂંટાયા હતા.
શત્રુધપ્રકાશે યુપીના ભાજપની અધ્યક્ષ સ્વતંત્રદેવસિંહની હાજરીમાં ભાજપ કાર્યાલયે પક્ષમાં જોડાયા હતા.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ શરૂથી જ હંમેશાં કૉંગ્રેસવિરોધી રાજનીતિના પક્ષધર રહ્યા છે.સમાજવાદી પાર્ટીના ટોચના નેતા ભાજપમાં જોડાયા
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો