You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરાગ અગ્રવાલની ટ્વિટરના CEO તરીકે નિયુક્તિથી કેમ ઉઠ્યો અનામતથી લઈને જાતિવાદનો મુદ્દો? - સોશિયલ
ટેસ્લાના માલિક અને દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ એવા એલન મસ્કે ટ્વિટરના CEO તરીકે પસંદગી પામેલા ભારતના પરાગ અગ્રવાલને શુભકામનાઓ પાઠવી અને કહ્યું, "ભારતીય પ્રતિભાનો ફાયદો અમેરિકાને મળી રહ્યો છે."
સ્ટ્રાઇપ કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ પેટ્રિક કોલેઝને ટ્વિટરના માધ્યમથી પરાગ અગ્રવાલને શુભકામનાઓ આપી હતી અને તેના જવાબમાં એલન મસ્કે પોતાની વાત લખી હતી.
પેટ્રિકે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, "ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઍડોબ, આઈ.બી.એમ., પાલો અલ્ટો નેટવર્ક અને હવે ટ્વિટરને ચલાવનારા સીઈઓ પણ ભારતના છે. ટેકનૉલૉજીની દુનિયામાં ભારતીયોની આશ્ચર્યજનક સફળતાને જોવી સુખદ છે અને સાથે જ એ પણ જોઈ શકાય છે કે અમેરિકા ઇમિગ્રેન્ટ્સને સારી તક આપે છે. પરાગને અભિનંદન."
અમેરિકા Vs ભારત
પરાગ અગ્રવાલની ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્તિ બાદ ભારતીય ટ્વિટર પર અનામતનો મુદ્દો ટ્રેન્ડ થવા લાગ્યો છે.
લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપવાની સાથે લખી રહ્યા છે કે ભારતમાં અનામતના કારણે યોગ્ય ઉમેદવારને નોકરીઓ મળતી નથી.
અનન્યા મિશ્રા નામનાં એક ટ્વિટર યૂઝર લખે છે, "ભારત છોડો અને તમારું ભવિષ્ય એ દેશમાં બનાવો જ્યાં તમારી પ્રતિભા તમારું નામ બનાવી શકે. ટૂંક સમયમાં અનામત આ દેશને નુકસાન કરશે."
ઇન્ડિયન ડૉક્ટર નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું છે, "ભારત હારી ગયું અને અમેરિકા જીતી ગયું. બધા નેતાઓ અને નરેન્દ્ર મોદીજીને અભિનંદન જેઓ #NeetPGCounselling2021માં 65 ટકા અનામત લાવ્યા અને તેઓ પ્રતિભા કરતાં વધારે અનામતમાં રસ ધરાવે છે."
મહેશ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી લખાયું છે, "અનામતના ગેરફાયદા. મેં પહેલાં પણ કહ્યું હતું, ભારતનું નુકસાન એ અમેરિકાનો નફો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચયન ચક્રવર્તી લખે છે, "એટલે જ મને અનામતની વ્યવસ્થા પસંદ નથી. અનામતના માધ્યમથી અયોગ્ય લોકો જાતિ, ધર્મ, હોદ્દા અને હવે લિંગના આધારે સત્તામાં ઘૂસી જાય છે. જ્યારે યોગ્ય ઉમેદવારોને કંઈ જ મળતું નથી. દરેક રાજકીય પાર્ટીએ અનામતને ચૂંટણી જીતવાનું હથિયાર બનાવી લીધું છે."
જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે ભારતીય બંધારણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ કરાઈ છે.
એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે. તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામતની જરૂર છે.
જૂના ટ્વીટથી નિશાન
અનામતના મુદ્દા સાથે પરાગ અગ્રવાલની નિયુક્તિ બાદ એક અલગ ચર્ચા પણ ઊભી થઈ ગઈ છે.
એક તરફ અમેરિકન કંપનીમાં સીઈઓનું પદ મળ્યા બાદ પરાગ અગ્રવાલનાં વખાણ થઈ રહ્યાં છે. બીજી તરફ ટ્રૉલરોએ તેમનું જૂનું ટ્વીટ કાઢ્યું છે અને હવે તેના પર મીમ બની રહ્યા છે.
ટ્રૉલરોએ તેમના એક દાયકા જૂના ટ્વીટને શોધી કાઢ્યું છે જેમાં તેમણે મુસ્લિમ, ઉગ્રવાદ, શ્વેત અને જાતિવાદ પર વાત કરી હતી.
તેમણે એ ટ્વીટ કર્યુ તે સમયે તેઓ ટ્વિટર સાથે કામ નહોતા કરતાં.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, "જો તેઓ મુસ્લિમ અને ઉગ્રવાદ વચ્ચે અંતર જોવા નથી માગતા તો પછી મારે શ્વેત અને જાતિવાદીઓ વચ્ચે શા માટે અંતર જોવું જોઈએ?"
આ ટ્વીટ પર ઘણા લોકો છે જેમણે આકરી પ્રતિક્રિયા આપી છે.
તો ઘણા લોકો છે જેમને આ વાત સાથે મીમ બનાવવાની તક મળી ગઈ.
અમેરિકામાં ટેનિસીનાં સેનેટર અને રિપબ્લિકન પાર્ટીનાં નેતા માર્શા બ્લેકબર્ને 11 વર્ષ જૂના ટ્વીટને રીટ્વીટ કરતાં લખ્યું, "'ટ્વિટરના નવા સીઈઓએ ધર્મને પિરામિડ સ્કીમ ગણાવ્યું છે. આ એ છે જે તમારી વાતને ઑનલાઇન નિયંત્રિત કરવાના છે."
અમેરિકાના પત્રકાર ક્લે ટ્રેવિસે લખ્યું, "આ છે ટ્વિટરના નવા સીઈઓ. જેક ડોર્સીના ગયા બાદ અહીં કેટલીક વસ્તુઓ ખરાબ થવાની છે."
પરાગ અગ્રવાલનાં સિંગર શ્રેયા ઘોશાલ મુદ્દેનાં ટ્વીટ પણ ખૂબ વાઇરલ થઈ રહ્યાં છે.
જુઓ જૂનાં ટ્વીટ મુદ્દે લોકોએ કેવા કેવા રિએક્શન શૅર કર્યા.
કેટલાક લોકો તો તેમનું CEOનું પદ અમુક નવી જ જગ્યાએ લઈ ગયા...
પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા તે અંગે ઘણી ચર્ચાઓ થઈ. અનામત, જાતિવાદ વગેરે વગેરે... લોકોએ શુભકામનાઓ પાઠવી. પણ કેટલાક લોકો તો હવે તેને ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે જોડીને પણ મજાક કરવા લાગ્યા.
ધ સ્કિન ડૉક્ટર નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખાયું છે, "મોદી સરકાર ડરી ગઈ છે. તેમણે ટ્વિટરમાં જઈને તોડફોડ કરી અને જેકને રાજીનામું આપવા તેમજ પરાગ અગ્રવાલને CEO બનાવવા દબાણ કર્યું. આ બધુ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં વણિક વોટબૅન્કને આકર્ષિત કરવા માટે છે."
એક ટ્વિટર યૂઝરે કંઈક આ રીતે મજા લીધી.
પ્રિન્સ નામના ટ્વિટર યૂઝરે કંગના રનૌતનું નામ પણ જોડી દીધું અને લખ્યું, "જેક ડોર્સીએ રાજીનામું આપ્યું, પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઇઓ બન્યા. ત્યારે સૌથી ખુશ વ્યક્તિ છે...."
રોકસ્ટાર અમિતે પરાગ અગ્રવાલ પાસે બ્લૂ ટિક માગી લીધું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો