You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
T20 વર્લ્ડકપ : પાકિસ્તાનનો ન્યૂઝીલૅન્ડ સામેનો વિજય ભારત માટે ફાયદાકારક કેમ?
ICC T20 વર્લ્ડકપના ગ્રૂપ 2માં પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, ભારત, નામીબિયા, સ્કૉટલૅન્ડ અને અફઘાનિસ્તાન છે. આ ગ્રૂપમાં પાકિસ્તાને પોતે રમેલ બંને મૅચોમાં વિજય હાંસલ કર્યો છે.
ભારત અને ન્યૂઝીલૅન્ડને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે ભારત અને ન્યૂઝીલૅન્ડ બંનેને પોતે રમેલી એક એક મૅચમાં હાર મળી છે.
અફઘાનિસ્તાને એક મૅચ સ્કૉટલૅન્ડ સામે રમી છે અને તેમને પણ શાનદાર જીત મળી હતી. ગ્રૂપ-2માં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડને સેમિફાઇનલમાં પહોંચવા લાયક ટીમ માનવામાં આવી રહી હતી. પરંતુ આ ગ્રૂપમાંથી બે ટીમો જ સેમિફાઇનલમાં જશે.
જો કોઈ મોટો ઊલટફેર ન થયો તો પાકિસ્તાને બંને મૅચ જીતીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કૉટલૅન્ડ સામે મૅચો રમવાની છે.
એવું મનાઈ રહ્યું છે કે આ ત્રણેય સામે જીતવામાં પાકિસ્તાનને કોઈ મુશ્કેલી નહીં પડે. બીજી તરફ ન્યૂઝીલૅન્ડ અને ભારતને સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે હજુ ઘણી મહેનત કરવી પડશે.
ગ્રૂપ – 1માંથી પણ બે ટીમો સેમિફાઇનલમાં જશે. એટલે કે કુલ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
ભારતનો સેમિફાઇનલનો રસ્તો કેવો?
જો મંગળવારે પાકિસ્તાન ન્યૂઝીલૅન્ડ સામે હારી જાત તો ભારત માટે સેમિફાઇનલનો રસ્તો વધુ મુશ્કેલીભર્યો બની જાત.
જો ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાન બે અંકો સાથે ગ્રૂપમાં નીચા રૅન્કિંગવાળી ટીમો નામીબિયા, સ્કૉટલૅન્ડ અને અફઘાનિસ્તાને હરાવી દેત તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની જાત. શ્રીલંકા, બાંગ્લાદેશ, નામીબિયા અને સ્કૉટલૅન્ડને સુપર 12 માટે ક્વૉલિફાય કરવું પડ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કૉટલૅન્ડને 130 રનોથી હરાવીને અફઘાનિસ્તાન ગ્રૂપ – 2ના પૉઇન્ટ ટેબલમાં અગાઉ પ્રથમ ક્રમાંકે હતું. મંગળવારે પાકિસ્તાને જ્યારે ન્યૂઝીલૅન્ડને હરાવ્યું તો તેઓ પહેલા નંબરે આપવી ગયા.
અફઘાનિસ્તાનનો નેટ રન રેટ +6.500 છે જ્યારે પાકિસ્તાનનો નેટ રન રેટ +0.973 છે. ભારત આ યાદીમાં પાંચમા ક્રમે છે. ભારત પછી માત્ર સ્કૉટલૅન્ડ છે. જો ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ ત્રણેય નામીબિયા, અફઘાનિસ્તાન અને સ્કૉટલૅન્ડ ને હરાવી દે તો ત્રણેયને છ-છ પૉઇન્ટ મળશે.
પાકિસ્તાન પહેલાંથી જ ભારતને હરાવી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં તેમનાં આઠ પૉઇન્ટ થઈ જશે. પરંતુ હવે પાકિસ્તાને ન્યૂઝીલૅન્ડને પણ હરાવી દીધું છે, તેથી તેમનાં કુલ પૉઇન્ટ દસ થઈ જશે. સુપર 12 સ્પર્ધામાં દસ પૉઇન્ટ જે-તે ટીમ માટે વધુમાં વધુ હોય છે.
પાકિસ્તાનનું શાનદાર પ્રદર્શન
આ પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેમિફાઇનલમાં જગ્યા પાકી છે.
જો ન્યૂઝીલૅન્ડ પાકિસ્તાનને હરાવી દેત તો તેમનાં પણ આઠ પૉઇન્ટ થઈ જાત. આપણે એવી ધારણા સાથે આગળ વધીએ કે ન્યૂઝીલૅન્ડને નામીબિયા, અફઘાનિસ્તાન અને સ્કૉટલૅન્ડ સામે પણ જીત મળશે. જો 31 ઑક્ટોબરના રોજ ન્યૂઝીલૅન્ડ ભારતને પણ હરાવી દેત તો તેમનાં કુલ પૉઇન્ટ દસ થઈ જાત.
પરંતુ ન્યૂઝીલૅન્ડ પાકિસ્તાનને હરાવી ચૂક્યું છે અને તેમનાં કુલ ચાર પૉઇન્ટ થઈ ચૂક્યાં છે.
હવે જો 31 ઑક્ટોબરના રોજ ભારત પણ ન્યૂઝીલૅન્ડને હરાવી દે છે તો ન્યૂઝીલૅન્ડ શૂન્ય પર જ રહેશે. પરંતુ ભારતને બે પૉઇન્ટ મળશે. અને અમે એવું ધારી રહ્યા છીએ કે ભારતને નામીબિયા, અફઘાનિસ્તાને અને સ્કૉટલૅન્ડ સામે જીત મળશે.
આવી પરિસ્થિતિમાં ભારતનાં કુલ આઠ પૉઇન્ટ થઈ જશે. ભારત સાથે હાર્યા બાદ જો ન્યૂઝીલૅન્ડ નામીબિયા, સ્કૉટલૅન્ડ અને અફઘાનિસ્તાનને હરાવી પણ દેશે તેમ છતાં તેમના કુલ પૉઇન્ટ છ જ રહેશે. આવી પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી જશે.
જો ન્યૂઝીલૅન્ડ પાકિસ્તાનને હરાવી દે છે તો તેમનાં પણ બે પૉઇન્ટ થઈ જાત અને ભારત શૂન્ય પર જ રહી જાત. પરંતુ અફઘાનિસ્તાનને લઈને એવું કહેવાઈ રહ્યું છે કે આ ટીમ ઊલટફેર કરી શકે છે. જોકે, T-20માં અફઘાનિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી.
સમીકરણના અનેક ઍંગલ
પાકિસ્તા સામે હાર્યા બાદ ભારત હવે માત્ર પોતાના જ પ્રદર્શન પર નિર્ભર નથી પરંતુ કઈ ટીમ કોની સામે હારી રહી છે, તેના પર પણ ભારતનું ભવિષ્ય ટકેલું છે.
જો સુપર 12 સ્ટેજમાં બે ટીમોનાં પૉઇન્ટ ટાઇ થઈ જાય છે તો સેમિફાઇનલમાં જગ્યા મેળવવા માટે અલગ રીત અપનાવવી પડશે. જેમાં નેટ રન રેટની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
ભારતના પૂર્વ ઑપનર આકાશ ચોપરાએ ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મૅચ શરૂ થતાં પહેલાં પોતાના યૂટ્યૂબ ચૅનલ પર કહ્યું હતું કે, “મારું માનવું છે કે પાકિસ્તાન જો ન્યૂઝીલૅન્ડને હરાવે તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવાની રાહ થોડી સરળ બની શકે. પરંતુ જો ન્યૂઝીલૅન્ડ સામે પાકિસ્તાન હારી જાય તો સ્થિતિ જટિલ બની જશે."
"પછી નેટ રન રેટ તરફ જવાનો વારો આવશે. આવું ત્યારે થશે જ્યારે ભારત ન્યૂઝીલૅન્ડ સહિત નામીબિયા, સ્કૉટલૅન્ડ અને અફઘાનિસ્તાનને હરાવે.”
(કૉપી - રજનીશકુમાર)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો