You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલ્યાણ સિંહ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રીનું નિધન
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ નિધન થયું છે.
કલ્યાણસિંહને ગંભીર સ્થિતિમાં ચાર જુલાઈએ સંજય ગાંધી પીજીઆઈના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાંબી માંદગી અને શરીરના અનેક અંગો ધીમે-ધીમે નિષ્ફળ જવાને પગલે આજે એમનું નિધન થયું.
કલ્ચાણ સિંહ બે વાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને બે વાર સાંસદ બન્યા.
ભારતમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની વિવાદાસ્પદ ઘટના કલ્યાણસિંહના શાસન વખતે જ બની હતી.
અનેક નેતાઓએ એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો