You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામ : હિમંત બિસ્વ સરમા બનશે મુખ્ય મંત્રી, ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
આસામમાં હિમંત બિસ્વ સરમાને સર્વસંમતિથી ભાજપના ધારાસભ્યદળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આની જાહેરાત કરી છે.
હિમંત બિસ્વ સરમા સોમવારે મુખ્ય મંત્રીપદે શપથ લઈ શકે છે.
આ અગાઉ મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે રવિવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
હિમંત બિસ્વ સરમા 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાયા હતા. તેઓ સોનાવાલ સરકારમાં અનેક મહત્ત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે.
કૉંગ્રેસ પાર્ટીમાંથી તેઓ પહેલી વાર 2001 અને એ પછી 2006 અને 2011માં જલુકબાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
હાર્દિક પટેલના પિતા ભરત પટેલનું કોરોનાથી નિધન
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરત પટેલનું કોરોનાના ચેપથી અવસાન થયું છે.
અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત કૉંગ્રેસના યુવા મોરચના ઉપાધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલન વખતના હાર્દિકના સાથીદાર નિખિલ સવાણીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે આ વાતની પુષ્ટિ કરી છે.
આ પહેલાં હાર્દિક પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ગત સપ્તાહે ટ્વિટર પર હાર્દિકે આ અંગેની જાણકારી આપી હતી.
તેમણે લોકોના પ્રેમ અને આસ્થાથી વહેલા સાજા થવાની આશા વ્યક્ત કરી હતી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલના પિતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.
રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ફોન પર વાતચીત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.
સરકારી નીતિનો વિરોધ
હાર્દિક પટેલ સરકારની કોરોના સંબંધિત નીતિઓનો વિરોધ પણ કરતા રહ્યા છે.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન મોઢા પર માસ્ક ન પહેરવાની સજા આપણે સૌ ભોગવી રહ્યા છે.
તેમણે ટ્વીટ કર્યું હતું, "ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યકેન્દ્ર બંધ કરવાનું પરિણામ એ આવ્યું છે કે કોરોનાને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં વધારે મૃત્યુ થઈ રહ્યાં છે."
"ગ્રામ્ય વિસ્તારોના કોરોના સંક્રમિત લોકોને શહેરમાં સારવાર માટે આવવાની મુશ્કેલી થતી હોય છે. કોરોનાનો ટકોરો ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. "
અન્ય એક ટ્વીટમાં હાર્દિકે લખ્યું હતું, "દેશભરમાં કોરોડો લોકો પોતોના જીવ બચાવવા માટે તડપી રહ્યા છે પણ સરકારમાં બેઠેલા નેતાઓને થોડી પણ ચિંતા નથી."
"સવાલ એ છે કે કરોડો લોકો સરકારથી નારાજ છે તો પણ સરકારને ચિંતા કેમ નથી? શું સરકાર પોતાના પર અભિમાન કરી રહી છે કે પછી તેને પોતાની ચૂંટણી મશિનરી પર વિશ્વાસ છે."
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 11892 નવા કેસ નોંધાયા છે. જ્યારે 119 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ સાથે જ રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 143,421 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતાંક 8273 થઈ ગયો છે.
ગુજરાત રાજ્યની અખબારી યાદીમાં સંબંધિત માહિતી આપવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો