You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનલૉક-4ની ગુજરાત સરકારની ગાઇડલાઇન, શું ખૂલશે શું રહેશે બંધ?
કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન જાહેર કરાયા બાદ હવે ગુજરાત સરકારે પણ ગાઇડલાઇન જાહેર કરી છે.
આ ગાઇડલાઇન અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં લૉકડાઉનમાંથી કેટલીક રાહતો આપવામાં આવી છે.
કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને નાથવા માટે 24મી માર્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસીય લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી.
તબક્કાવાર લૉકડાઉન લંબાવાયા બાદ હવે અલગ-અલગ તબક્કામાં લૉકડાઉન હઠાવવા માટે અનલૉકની પ્રક્રિયા આદરવામાં આવી છે.
અનલૉકના ચોથા તબક્કા અંતર્ગત સરકાર દ્વારા કેચટલીક વધારાની છૂટછાટ આપવામાં આવી છે.
સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે હવે દુકાનો 24 કલાક માટે ખોલી શકાશે, જ્યારે હૉટલ અને રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની જાહેરાત કરાઈ છે.
સરકારે જાહેર કરેલી અનલૉક-4ની ગાઇડલાઇન
- ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લાં રાખી શકાશે.
- 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ.
- શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
- કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લૉકડાઉન જાહેર કરી શકાશે નહીં.
- સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ બંધ રહેશે, ઑપન ઍર થિએટર 21મીથી ખોલી શકાશે.
- લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ નહીં.
- 60 ટકા કૅપેસિટી સાથે લાઇબ્રેરીઓ પણ ખૂલશે.
- એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કૅપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો