You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરની જી.જી. હૉસ્પિટલમાં આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
જામનગરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં આગ લાગવાની ઘટના ઘટી છે. ઘટનાને પગલે ફાયર-બ્રિગેડનાં વાહનો આગ ઓલવવા હૉસ્પિટલ પહોંચી ગયાં છે.
આ આગમાં હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર તમામ દરદીઓને આઈસીયુમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ઘટનાને પગલે હૉસ્પિટલની મુલાકાતે જામનગર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પહોંચ્યા છે.
આઈ.સી.યુમાં નવ જેટલા દરદી હતા. જોકે, તમામને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે. હૃદયરોગના દરદીઓને આ આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા.
જામનગરના કલેક્ટરે સ્થાનિક ન્યૂઝ ચેનલ ટીવી9 સાથે આ અંગે વાત કરતાં આગ પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે હૉસ્ટિપલના જે આઈ.સી.યુ. વૉર્ટમાં આ આગ લાગી તે વિભાગ બિન-કોવિડ વિભાગ હતો.
આગ લાગતાં વિભાગમાંથી દરદીઓ અને મોંઘા સાધનો સુધ્ધાં બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાથમિક જાણકારી અનુસાર શૉર્ટ સર્કિટને લીધે આ આગ લાગી હોવાની માહિતી રવિ શંકરે આપી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો