T20 World Cup : બે કારમી હાર બાદ વર્લ્ડકપમાં ભારતનો પ્રથમ વિજય, રોહિત-રાહુલ મૅચવિનર

પ્રકાશિત

પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામેની કારમી હાર બાદ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારતે પ્રથમ વિજય હાંસલ કર્યો છે. ભારતે અફઘાનિસ્તાનને હરાવી દીધું છે.

ટૉસ હારીને બેટિંગમાં ઊતરેલી ભારતીય ટીમે બન્ને ઓપરન રોહિત શર્મા તથા કે.એલ. રાહુલની વિસ્ફોટક ઇનિંગ્ઝને પગલે 200 કરતાં વધારે રન ખડકી દીધા અને અફઘાનિસ્તાનને જીતવા માટે 211 રનનો પડકાર આપ્યો હતો. એના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી.

ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021માં પ્રથમ વખત 200થી વધુ રન કર્યા છે.

ટૉસ હારીની પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતની ટીમે મજબૂત શરૂઆત કરી અને તેના બન્ને ઓપનરોએ અડધસદી ફટકારી.રોહિત શર્માએ 12મી ઓવરના બીજા બૉલે ચોક્કો ફટકારીની અડધીસદી પૂરી કરી. આ માટે તેઓ 37 બૉલ રમ્યા.

એ બાદ 13મી ઓવરના પ્રથમ બૉલે ચોગ્ગો ફટાકરીને કે.એલ. રાહુલે પણ પોતાની અડધીસદી પૂરી કરી. રાહુલે 35 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા.

જોકે, 15મી ઓવરના ચોથા બૉલે ભારતની ઓપનિંગ જોડી તૂટી અને કરીમ જનાતે રોહિત શર્માને મોહમ્મદ નબીના હાથે કૅચઆઉટ કરાવ્યા.

રોહિતે 47 બૉલમાં 74 રન કર્યા અને પોતાની ઇનિંગ દરમિયાન આઠ ચોક્કા અને ત્રણ સિક્સર ફટકાર્યાં.

તો 17મી ઓવરના ત્રીજા બૉલે ગુલબદીન નાઇબે રાહુલને ક્લિનબૉલ્ડ કર્યા. રાહુલે 48 બૉલમાં 69 રન કર્યા, જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ છે.

આ પહેલાં આઈસીસી ટી-20 વર્લ્ડકપના સુપર-12ના ગ્રૂપ-2ની મૅચમાં અબુ ધાબીના શેખ જાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ભારત વિરુદ્ધ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ સતત ત્રીજી મૅચમાં ટૉસ હાર્યો હતો.

જોકે, રોહિત શર્મા અને કે.એલ. રાહુલે અફઘાનિસ્તાનનો બોલિંગ પ્રથમ બૉલિંગ કરવાના નિર્ણયનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

આ મૅચમાં ભારતીય ટીમમાં બે ફેરફારો કરાયા હતા.

ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધની મૅચમાં બહાર રહેલા સૂર્યકુમાર યાદવે ટીમમાં વાપસી કરી તો સ્પિનર વરુણ ચક્રવર્તી ફિટ નથી. તેમની જગ્યાએ આર. અશ્વિનને ટીમમાં જગ્યા મળી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો