You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જશો તો ક્વોરૅન્ટીન થવું પડશે - TOP NEWS
રેલવે પછી હવે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે ગુજરાતથી કર્ણાટક જઈ રહેલા મુસાફરોએ ક્વોરૅન્ટીન થવું પડશે.
કર્ણાટકના ડીજીપીએ કહ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, તામિલનાડુ અને મધ્ય પ્રદેશથી આવતા મુસાફરોને સાત દિવસના સરકારી ક્વોરૅન્ટીન સેન્ટરમાં રહેવું પડશે અને પછી હોમ ક્વોરૅન્ટીન રહેવું પડશે.
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડીજીપીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. કર્ણાટકમાં કોરોના વાઇરસના સંક્રમણના 1743 કેસ છે.
આ અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે 25મે થી ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.
મંત્રાલયે વૃદ્ધજનો, ગર્ભવતીઓ અને બાળકોને યાત્રા કરવાથી બચવાની સલાહ આપી છે. મંત્રાલય મુજબ હાલ માત્ર 30 ટકા ઑપરેશન શરૂ થશે.
ગુજરાત માથે તીડનું સંકટ
ગુજરાતના નવ જિલ્લાના 13 તાલુકામાં તીડનું આક્રમણ થતાં 191 હૅક્ટર જેટલા વિસ્તારમાં પાકને અસર થઈ છે.
આમાં બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી સામેલ છે.
રાજસ્થાન પત્રિકા અખબાર પ્રમાણે તીડના આક્રમણને જોતાં ખેડૂતો ઊભા પાકને લઈને ચિંતિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં આ વર્ષે આઠમી મેના દિવસે બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌપ્રથમ તીડનો હુમલો થયો હતો.
ત્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે આ પરિસ્થિતિ માટે સરકાર તૈયાર છે.
રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે આ જિલ્લાઓના અધિકારીઓ કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણ ટીમ સાથે સંપર્કમાં છે તથા જિલ્લા સ્તર પર કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી મળશે
ચાર હજાર મિલિયન ક્યૂબિક ફૂટ જેટલું નર્મદાનું પાણી સૌરાષ્ટ્રનાં ડૅમો અને જળાશયો તરફ છોડવામાં આવશે, એવો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે અધિકારીઓને ટાંકતાં છે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સૌની યોજના) હેઠળ પાણીની તંગીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર તરફ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વની કુમારે કહ્યું કે, "મુખ્ય મંત્રીએ નિર્ણય કર્યો છે કે નર્મદા નદીમાંથી ચાર હજાર મિલિયન ક્યૂબિક પાણીને 25 જળાશયો, 120 તળાવો અને 400 જેટલા ચૅક-ડૅમમાં છોડવામાં આવશે."
આનાથી સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે એટલું જ નહીં પણ સાથે ભૂગર્ભ જળસ્તરને સુધારવામાં અને ઉનાળામાં પશુધનને પાણી પૂરું પાડવામાં પણ મદદ થશે.
આઠ ખાનગી દવાખાનાઓમાં સારવાર કેમ નહીં? - હાઈકોર્ટ
અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અમદાવાદની બધી ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી અને કૉર્પોરેટ હૉસ્પિટલોમાં 50 ટકા બેડ્સ કોવિડ-19ના દર્દીઓ માટે આરક્ષિત કરવાના નિર્દેશ આપવા કહ્યું છે.
હાઈકોર્ટે ગુજરાતમાં કોવિડ-19ની કામગીરી સંભાળી રહેલા રાજીવ ગુપ્તાને પ્રશ્ન કર્યો છે કે આઠ મોટી હૉસ્પિટલોએ કેમ સરકાર સાથેના MOU પર હસ્તાક્ષર નથી કર્યા.
ગુજરાત હાઈકોર્ટે આઠ હૉસ્પિટલોને કહ્યું કે તેમણે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે આગળ આવવું જોઈએ.
જેમાં ઍપોલો હૉસ્પિટલ ( ભાટ), ઍપોલો હૉસ્પિટલ (પિરામલ રેલવે ક્રૉસિંગ), કેડી હૉસ્પિટલ ( વૈષ્ણોદેવી સર્કલ), ઝાઇડસ હૉસ્પિટલ (હેબતપુર રોડ), ગ્લોબલ હૉસ્પિટલ ( નરોડા), આનંદ સર્જિકલ હૉસ્પિટલ ( નરોડા) અને યુએન મહેતા હૉસ્પિટલ (સિવિલ હૉસ્પિટલ કૅમ્પસ) સામેલ છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો