You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભાગ્યા, પણ ભાગી ન શક્યા, તેઓએ છાતી પર ચડીને મેલું પીવડાવ્યું'
- લેેખક, સીટુ તિવારી
- પદ, બીબીસી ગુજરાતી માટે, પટનાથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
"ગામલોકોથી બચવા માટે અમે લોકો બહુ ભાગ્યા, પરંતુ એ લોકોએ અમને પકડી લીધા. રાત આખી મારતા રહ્યા, બ્લાઉઝ ફાડી નાખ્યાં, સાડીઓ ફાડી નાખી અને પછી છાતી પર બેસીને મેલું (માનવમળનું મિશ્રણ) પિવડાવ્યું. સવારે પછી વાળ કાપી નાખ્યા."
મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિરલ કૉલેજમાં દાખલ 55 વર્ષીય સુદમિયા દેવી (બદલેલ નામ)એ બીબીસીને ફોન આ વાત જણાવી.
સોશિયલ મીડિયામાં સુદમિયા દેવીનો એક વીડિયો ચાર મે સાંજથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેમની સાથે અમાનવીય વર્તન કરતાં લોકો નજરે ચડી રહ્યા છે.
સુદમિયા દેવી કહે છે, "તબિયત સારી નથી. મેલું પીવડાવ્યું તો આખો દિવસ ખાવાનું મન ન થયું. ઊલટી કરી કરીને પરેશાન થઈ ગઈ. હજુ બે ઇન્જેક્શન પડ્યાં છે."
શું હતો મામલો?
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાનો આ મામલો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોથી સામે આવ્યો.
ચાર મેના રોજ સાંજે વાઇરલ થયેલા આ વીડિયોમાં ત્રણ મહિલાઓનાં ફાટેલાં કપડાં, તેમના વાળ કાપતાં, મહિલા સાથે મારઝૂટ અને જબરજસ્તી મેલું પીવડાવતાં લોકો નજરે ચડે છે.
તો મહિલાઓ પણ ક્યારેક પોતાનો બચાવ કરવાની કોશિશ કરતાં, ક્યારેક ભાવનાશૂન્ય લાગી રહ્યાં છે.
સુદમિયા દેવીના પુત્રે બીબીસી સાથે ફોન પર જણાવ્યું કે હાલમાં તેમનાં માતા મેડિકલ કૉલેજમાં ઇમરજન્સીમાં દાખલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે તેઓએ વિસ્તારથી જણાવ્યું કે "ત્રણ મેના રોજ સવારે સુદમિયા દેવીનાં બે બહેન આવ્યાં હતાં. તેમાંથી એકને લાગ્યું કે તેમને ભૂત વળગ્યું છે, આથી તેને ઉતારવા માટે તેઓ ગામમાં આવ્યાં હતાં. ભૂત ઉતારવા માટે ત્રણ એપ્રિલે રાતે ત્રણેય મહિલાઓ અને ઘરના એક પુરુષ રામજી કુમાર (બદલેલ નામ, જે ભૂત ઉતારવા માટે ભજન ગાય છે) એ વિસ્તારના રેલવે લાઇન પાસે તંત્રમંત્ર કરવા લાગ્યા."
સુદમિયાના પુત્ર આગળ જણાવે છે, "મા, માસી અને બાબા પૂજા કરી રહ્યાં હતાં, પરંતુ રાતે આશરે 10 વાગ્યે ફુલવારી ટોલાના 25 માણસો આવ્યા અને બધાને પકડીને લઈને ગયાં. તેમને શ્યામ સહનીના ઘરે રાતભર રાખ્યાં, માર્યાં, કપડાં ફાડી નાખ્યાં અને ચાર મેની સવારે 9 વાગ્યે શ્યામ સહનીના ઘરથી બચીગા તરફ લાવ્યાં, જ્યાં તેમની સાથે મારઝૂટ કરી, વાળ કાપી નાખ્યા અને મેલું પીવડાવ્યું."
ત્રણ મહિલાની સાથે રામજી કુમારને સાથે મારઝૂટ કરીને તેમને મેલું પીવડાવ્યું. હાલમાં મુઝફ્ફરપુર મેડિકલ કૉલેજમાં સુદમિયા દેવી અને રામજી કુમાર દાખલ છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
'અમને ડરાવી-ધમકાવીને ભગાડી મૂક્યા'
આખા ગામની જેમ સુદમિયાન દેવાના 36 વર્ષીય પુત્ર પણ આ આખી ઘટનાના સાક્ષી બન્યા.
સુદમિયાન દેવીના પુત્ર હરિયાણામાં મજૂરી કરે છે. હોળી દરમિયાન તેઓ ઘરે આવ્યા હતા અને લૉકડાઉનને કારણે કામ પર પાછા ન જઈ શક્યા.
મેં તેમને પૂછ્યું કે શું તેઓએ તેમનાં માતાને બચાવવાની કોશિશ ન કરી?
આ સવાલના જવાબમાં તેઓએ કહ્યું, "અમારા સાહુ ટોલાના કેટલાક લોકોએ સવારે માતાને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને ડરાવી-ધમકાવીને ભગાડી મૂક્યા અને જ્યારે હું આવ્યો તો મારી સાથે ગાળાગાળી કરીને મને દૂર રહેવા કહ્યું. આટલા બધા લોકો હતા, અમે શું કરી શકવાના હતા? ચુપચાપ જોઈ રહ્યા."
બાદમાં સુદમિયાન દેવી, તેમનાં બહેનો અને રામજી કુમારને છોડી મૂક્યાં. પછી તેઓ ઘરે આવ્યાં.
દિવસભર આ લોકો ભૂખ્યાપેટે રહ્યાં અને ઊલટી કરતાં રહ્યાં. મોડી સાંજે વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસ આવી અને આ મામલે હથૌડી થાણામાં વાઇરલ વીડિયોને આધારે ફરિયાદ દાખલ કરી છે.
શું છે ડાયન પ્રથા?
બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ઓડિશા સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં ડાકણપ્રથા પ્રચલિત છે. તેનો શિકાર મોટા ભાગે ગરીબ, નબળી, વિધવા કે એકલી મહિલાઓ બને છે.
આ પ્રથામાં સંપત્તિ હડપવા, સ્ત્રી પર યૌન અધિકાર કે કોઈ અન્ય ઇરાદાથી મહિલાઓ સાથે પુરુષોનો સમૂહ ક્રૂર વર્તન કરે છે.
ક્યારેક તેમનાં પર કોઈ મૃત બાળકને જીવતાં કરવાનું દબાણ કરીને તેમની સાથે અમાનવીય વર્તન કરાય છે. બિહારમાં ડાકણપ્રથા પ્રતિષેધ અધિનિયમ 1999માં બન્યો હતો, પરંતુ ડાકણના નામે થતી હિંસાની આવી ઘટનાઓ સામે આવતી રહી છે.
નવ લોકોની ધરપકડ
મુઝફ્ફરપુરના એસ.એસ.પી. જયંત કાંતે બીબીસીને જણાવ્યું કે આ મામલે 15 લોકોને આરોપી બનાવાયા છે, જેમાંથી નવ લોકોની ધરપકડ કરાઈ છે. બાકીના આરોપીઓની ધરપકડ માટે શોધખોળ ચાલુ છે. વાઇરલ વીડિયોને આધારે 10 લોકોની ઓળખ કરાઈ છે.
પોલીસ કાર્યવાહી પર સુદમિયાના પુત્રે કહ્યું, "અમારી સાથે એ લોકોએ આવું કેમ કર્યું એનું કોઈ કારણ મને મળ્યું નથી. કોઈ પણ ઝઘડા વિના તેઓએ મારી માતાને ડાકણ ગણીને મેલું પીવડાવ્યું. હું ઇચ્છું છું કે તેઓને કાયદાકીય રીતે યોગ્ય સજા મળે. પોલીસ આ કેસમાં મારા ભત્રીજા સાહનીને પણ પકડી લીધો છે, જે ખોટું છે."
તમને જણાવી દઈએ કે પીડિત પરિવારનો ધંધો 'ઓઝા ગુની' છે. આ પરિવાર ઓઝા ગુની એટલે કે તંત્રમંત્ર સિવાય મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સુદમિયા દેવી અને તેમનાં એક બહેનના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ મામલામાં આરોપી પરિવાર સાથે કોઈ વાતચીત થઈ શકી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો