લતા મંગેશકરની તબિયત બગડતા હૉસ્પિટલમાં દાખલ કરાયાં

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

દિગ્ગજ ગાયિકા અને સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયત નાદુરસ્ત થતાં તેમને મુંબઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

શ્વાસ લેવામાં તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતા.

લતા મંગેશકર તરફથી અનુશા શ્રીનિવાસને એક નિવેદન પહાર પાડી જણાવ્યું કે લતાજીને છાતીમાં વાઇરલ ઇન્ફૅકશનની તકલીફ હતી. એમની ઉંમરને ધ્યાને લઈને તકેદારીને ભાગરૂપે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે અને સુધારા પર છે.

અગાઉ લતા મંગેશકરની ટીમ તરફથી એક નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને હૉસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યાં છે.

જોકે, હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે નામ નહીં આપવાની શરતે કહ્યું કે એમની સ્થિતિ ગંભીર છે અને તેઓ હૉસ્પિટલમાં જ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને કહ્યું કે એમને સોમવારે બપોરે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં. એમની હાલત ગંભીર છે અને હાલ તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં છે.

તેમનાં સ્વજન રચના શાહે કહ્યું કે સારવાર ઘરે કરી શકાઈ હોત પરંતુ હૉસ્પિટલ નજીક જ હોવાથી તેમને ત્યાં લઈ જવાયાં.

અત્રે નોંધવું કે 28મી સપ્ટેમ્બરે જ લતા મંગેશકરે તેમનો 90મો જન્મદિવસ મનાવ્યો હતો.

તેમણે 1000થી વધુ ગીતોને તેમનો અવાજ આપ્યો છે અને ભારત રત્ન તથા દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી પણ તેમનું સન્માન થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો