You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: માંગરોળમાં 18 ઇંચ વરસાદ, હેલિકૉપ્ટરથી લોકોનું સ્થળાંતર, જાણો આજે ક્યાં પડશે વરસાદ?
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુરતના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે.
અતિભારે વરસાદને કારણે કિમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. બીજી તરફ રેલ વ્યવહાર ઠપ્પ પડી ગયો છે અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
માંગરોળ તાલુકાનાં 10 ગામમાંથી 1600થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
માંગરોળના ડેપ્યુટી મામલતદાર જે. ડી. અજારાનું કહેવું છે, "ભારતીય વાયુ સેનાની મદદથી વરસાદ પ્રભાવિત લોકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે."
હવામાન વિભાગ મુજબ આજે ગુજરાતમાં વાતવરણ થોડું સ્પષ્ટ રહેશે અને અમુક જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આગામી દિવસોમાં આણંદ, બરોડા, ભરૂચમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે.
જ્યારે પાટણ, ગાંધીનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કાશ્મીરીઓની મદદ માટે પાકિસ્તાન ગમે તે હદે જશે : જનરલ બાજવા
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી સરકાર દ્વારા કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરતા પાકિસ્તાનના આર્મી જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું છે કે તેઓ કાશ્મીરીઓની સાથે ઊભા છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર પાકિસ્તાન સેનાએ મોદી સરકારના નિર્ણયનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે પાકિસ્તાન સેના કાશ્મીરીઓની મદદ માટે 'ગમે તે હદે' જશે.
અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીએ કહ્યું હતું કે 'ભારતે આ નિર્ણય લઈને ખતરનાક રમત રમી છે.'
કુરૈશીએ પાકિસ્તાનની ન્યૂઝ ચૅનલ 'દુનિયા ન્યૂઝ'ને કહ્યું કે ભારત એક ખતરનાક રમત રમી રહ્યું છે, જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર પરિણામ લાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો