You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'લોકો પગ વગર પર્વત ચઢી શકે તો હું ખેતી તો કરી જ શકું' : દિવ્યાંગ ખેડૂત
'અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો' આ કહેવત ગુજરાતના આ વિકલાંગ ખેડૂત લાલાભાઈ પટેલ સાર્થક કરી દેખાડી છે.
તેમને થયેલા એક અસાધ્ય રોગ બાદ તેમના બંને પગ કાપી નાખ્યા પડ્યા હતા પરંતુ તે બાદ પણ તેમણે હિંમત હારી નહીં.
તેઓ કહે છે, "યુરિનની તકલીફના કારણે ઑપરેશન કરાવ્યું હતું. જેમાં ઇન્ફૅક્શન લાગવાના કારણે પગ કાપવા પડ્યા હતા."
"ડૉક્ટરે બચવા આશા છોડી દીધી હતી પરંતુ કુદરતી બચી ગયા. ડૉક્ટર કહ્યું હતું હવે કંઈ થઈ શકશે નહીં. ખુરશીમાં બેસીને જીવવાનું છે."
"તે વખતે હું હિંમત હારી ગયો હતો પરંતુ સમાચારપત્ર જોયાં, યૂટ્યૂબમાં વીડિયો જોયા. લોકો પગ વગર પર્વત ચઢી શકે તો હું ખેતી તો કરી જ શકું."
"શરૂઆતમાં કૃત્રિમ પગ નાખ્યા ત્યારે ફરી શકાતું નહોતું માટે ઘરમાં બેઠાંબેઠાં કંટાળો આવતો હતો."
"તેથી હિંમત કરી ખેતર જવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે ટ્રૅક્ટર ચલાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ પહેલાંની જેમ સ્થિતી સામાન્ય થઈ ગઈ."
"કોઈ પણ પરિસ્થિતિમાં તમે ટેવાઈ જાવ ત્યારે પહેલાં જેવી ફાવટ આવી જાય છે. નાસીપાસ થવું તે કોઈ રસ્તો નથી. હિંમત રાખો તો બધું થાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો