બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા?

પ્રકાશિત

ભારત સરકારના ‘નેશનલ ફૅમિલી હેલ્થ સરવે-5’ અનુસાર ભારતમાં લગભગ 23 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓનો બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ - BMI) 25 અથવા એનાથી વધારે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) આવા BMI (બીએમઆઈ) ધરાવતા લોકોને ‘ઓવરવેઇટ’ એટલે કે વધારે વજન ધરાવતી વ્યક્તિ ગણે છે.

સરવે એવું પણ કહે છે કે વર્ષ 2015-16માં 5 વર્ષથી નાની વય ધરાવતા ‘ઓવરવેઇટ’ બાળકોનું પ્રમાણ 2.1 ટકા હતું તે આ સરવેમાં 3.4 ટકા એટલે પ્રમાણ વધેલું જોવા મળ્યું છે.

અહીં એ સમજવું જરૂરી છે કે મેદસ્વી વ્યક્તિ અને વધુ વજન ધરાવતી વ્યક્તિ બંનેને અલગ વર્ગીકૃત કરવામાં આવે છે.

એટલું જ નહીં પણ વર્ષ 2015માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ઇંગ્લૅન્ડના ચીફ મેડિકલ ઑફિસર ડૅમી શેલી ડેવિસ મુજબ ‘મહિલાઓના સ્વાસ્થ્યને મેદસ્વીતાના લીધે ગંભીર જોખમ’ છે. તેમણે યુકેમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો ત્યારે કહ્યું હતું કે મહિલાઓમાં મેદસ્વીતાની સમસ્યા ખરેખર રાષ્ટ્રની પ્રાથમિકતાના મુદ્દામાં સામેલ હોવી જોઈએ.

એ રિપોર્ટ પ્રમાણે 25-34 વય વર્ષ વચ્ચેની 51 ટકા મહિલાઓ ઓવરવેઇટ અથવા મેદસ્વી હતી અને 45થી 54 વયજૂથની મહિલાઓમાં એ પ્રમાણ વધીને 63 ટકા હતું. એટલું જ નહીં પણ પુરુષોનું વજન પણ વધારે જોવા મળ્યું હતું. 45થી 54 વર્ષના વયજૂથમાં 80 ટકા લોકો ઓવરવેઇટ અથવા મેદસ્વી હતા.

દેશમાં મેદસ્વીતા વધવા માટે હંમેશાં આરોગ્ય સેવાઓ, ખાદ્ય ઉદ્યોગ અને સુપરમાર્કેટને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

પરંતુ લોકો પોતાનું સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા વ્યવહારુ રીતે શું કરી શકે છે? આ રહી વજન ઘટાડવાની પાંચ ટિપ્સ.

બ્રિટિશ ફોટોગ્રાફર જિમી નેલ્સન મૂળ નિવાસીઓના ફોટા પાડવા મોંગોલિયાથી માંડીને વનુઆતુ સુધીના સુદૂર વિસ્તારોનો પ્રવાસ ખેડવા માટે વિખ્યાત છે, પરંતુ 2020માં રોગચાળાને કારણે તેમની યાત્રા થંભી ગઈ હતી. તેથી કામ માટે તેમને ઘરઆંગણાના પ્રદેશો પર નજર કરવાની ફરજ પડી હતી.

નેલ્સને છેલ્લાં 30 વર્ષથી નેધરલૅન્ડ્ઝને પોતાનું વતન બનાવ્યું છે. વિમાનમાં પ્રવાસ કરવાનું શક્ય ન હતું એટલે તેમણે તેમના એમસ્ટેરડેમ સ્ટુડિયોની નજીકના વિસ્તારોમાં વસતા સમુદાય પર કૅમેરા ફોકસ કરવાનું નક્કી કર્યું હતું.

આમ કરવાથી ઘરઆંગણે જે વૈવિધ્ય હતું એ તેમના ધ્યાનમાં આવ્યું હતું. તેમાં આજે પણ લાકડાની હોડીમાં માર્કરમીર સરોવરની સફર કરતા વોલૅન્ડમના કુશળ નાવિકોથી માંડીને પૂર્વમાંના સ્ટેફોર્સ્ટના પરંપરાગત વસ્ત્રો જ ધારણ કરતા ધાર્મિક સમુદાયનો સમાવેશ થાય છે.

એક સમયે આ દેશ અલગ-અલગ પ્રદેશમાં વહેંચાયેલો હતો. દક્ષિણ સમુદ્ર તેનું વિભાજન કરતો હતો અને તટીય વિસ્તારોમાં ટાપુઓ હતા. દૂરનાં સમુદાયો વચ્ચે આ કારણસર વૈવિધ્ય હતું અને તેમની વચ્ચેના પાણીને બાદમાં જમીન તરીકે નવસાધ્ય કરવામાં આવ્યું ત્યારે તેઓ એક થયાં હતાં. આજે પણ દસ ટકાથી વધુ ડચ પરિવારો પ્રાદેશિક બોલી જ બોલે છે.

આ વૈવિધ્યને વખાણતું નેલ્સનનું નવું પુસ્તક ‘બીટવીન ધ સી ઍન્ડ ધ સ્કાય’ નેધરલૅન્ડ્ઝના ઇતિહાસ, પરંપરાગત વસ્ત્રો અને 20 પ્રદેશના લૅન્ડસ્કેપ્સનાં હાથેથી દોરેલા નકશા અને 300થી વધુ ફોટોગ્રાફ્સ મારફત કથામય શૈલીમાં બયાન કરે છે.

આ પુસ્તકનાં પૃષ્ઠો વાચકને નેધરલૅન્ડ્ઝના ફળદ્રુપ જમીન સાથેના હરિયાળા પોલ્ડર્સથી માંડીને દેશની વચ્ચે આવેલા શુષ્ક રણપ્રદેશ અને દેશ માટે માછલી પૂરી પાડતા સમુદ્રકિનારા પરનાં બંદરો સુધીની સફર કરાવે છે.

નેધરલૅન્ડ્સની રાષ્ટ્રીય ઓળખ તેનું પાણી અને જમીન બન્ને છે. આ પુસ્તકનું શીર્ષક, ઝમકદાર, પરંતુ મુશ્કેલ પ્રદેશમાં પાણી અને હવામાનની દયા પર અનિશ્ચિતતાભર્યું જીવન જીવતી રહેલી ડચ લોકોની અનેક પેઢીઓને યથોચિત અંજલિ આપે છે.

સમગ્ર અહેવાલ માટે અહીં ક્લિક કરો

સૌપ્રથમ આઇન્સ્ટાઇન દ્વારા પૂછવામાં આવેલો નિમ્નલિખિત સવાલ મેં એક પરિસંવાદમાં સાંભળ્યો ત્યાં સુધી હું ઈશ્વરમાં માનતી હતી. (હવે હું નાસ્તિક છું)

એ સવાલની સુંદરતા અને ઊંડાણથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સવાલ એ હતો કે જેણે સમગ્ર બ્રહ્માંડનું, ભૌતિકવિજ્ઞાનના બધા જ નિયમોનું સર્જન કર્યું છે એ ભગવાનનું અસ્તિત્વ હોય તો એ પોતે તેના પોતાના નિયમોનું પાલન કરે છે?

કે પછી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે પ્રવાસ કરવાની અને એ કારણે એક જ સમયે બે અલગ-અલગ સ્થળે હાજર રહેવાની ક્ષમતાને લીધે આ નિયમોથી પર છે?

આ સવાલોના જવાબ આપણને ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં તે પુરવાર કરવામાં મદદ કરી શકે કે પછી આ એ બિંદુ છે, જ્યાં વૈજ્ઞાનિક અનુભવવાદ અને ધાર્મિક શ્રદ્ધા કોઈ નક્કર જવાબ વિના એકમેકને છેદે છે?

– ડેવિડ ફ્રોસ્ટ (67), લોસ એન્જલસ

આ સવાલ મારી પાસે આવ્યો ત્યારે લૉકડાઉન ચાલુ હતું. મને એ સવાલમાં તરત જ રસ પડ્યો હતો. રોગચાળા જેવી દુઃખદ ઘટનાઓ આપણને આવા સવાલ કરવા પ્રેરે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.

આપણને સવાલ થાય છે કે ભગવાનનું અસ્તિત્વ હોય, તે દયાળુ હોય તો આવી આપત્તિ શા માટે આવે છે?

આ વાત ખરેખર સાચી છે? ભૌતિકશાસ્ત્રીઓને એક જૂથે થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે ટેચીઓન્સ નામના કણો (પાર્ટિકલ્સ) પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે પ્રવાસ કરે છે. સદનસીબે, રિઅલ પાર્ટિકલ્સ તરીકે તેમનું અસ્તિત્વ અસંભવિત માનવામાં આવે છે. તેનું અસ્તિત્વ હોય તો પણ તે કાલ્પનિક સમૂહ હશે. અવકાશ અને સમયનું પોત વિકૃત થઈ જશે, જેના પરિણામે કાર્યકારણનું ઉલ્લંઘન થશે (અને એ બાબત ભગવાન માટે સંભવતઃ માથાનો દુખાવો બનશે)

સમગ્ર અહેવાલ માટે અહીં ક્લિક કરો.

22 વર્ષનાં મનોવિજ્ઞાનનાં વિદ્યાર્થિની રાખી કહે છે કે રાત્રે સૂમસામ સડક પર જતી વખતે તેઓ ગભરાઈ જાય છે અને કોઈ તેમનો પીછો તો નથી કરી રહ્યું એ વાતને મગજમાં રાખીને તેઓ અત્યંત સતર્ક રહે છે.

ભારતના આર્થિક પાટનગર મુંબઈમાં રહેતાં રાખીનું કહેવું છે કે તેઓ સાચી ઘટના પર આધારિત ક્રાઇમ શોનાં પ્રશંસક છે કારણ કે તેમને “અપરાધીનું મગજ કેવી રીતે કામ કરે છે” એ જોવાની ઘણી મજા પડે છે. પરંતુ તેઓ એ વાત પણ કબૂલે છે કે તેઓ સતત આવા શો જોયા બાદ પોતાની સુરક્ષાને લઈને ચિંતાનો અનુભવ પણ કરે છે.

રાખી એવા હજારો ભારતીય દર્શકોમાંથી એક છે જેઓ ઝડપથી લોકપ્રિય થતા જઈ રહેલા સનસનાટીભર્યા અને સત્ય ઘટના પર આધારિત ક્રાઇમ શો અને પૉડકાસ્ટને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર જુએ અથવા સાંભળે છે.

આ શો ભારતમાં જન્મેલા અપરાધીઓ અને તેમનાં કુકર્મો પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને દેશના ગુનાના અપરાધના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.

સમગ્ર અહેવાલ માટે અહીં ક્લિક કરો.

સલીમ દુરાનીએ જ્યારે ઇંગ્લૅન્ડના બૉલરને કહી દીધું, 'જા બૉલ શોધ અને બૉલિંગ કર'

ભારતના પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની ઉંમરે જામનગરસ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે.

તેમના પરિવારજનોના કહેવા પ્રમાણે તેમની ઉંમરના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી અશક્ત રહેતા હતા.

સલીમભાઈના ભત્રીજા સાજીદભાઈના કહેવા પ્રમાણે, ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

તેમણે કહ્યું, "અમે લોકો તાત્કાલિક ડૉક્ટરને બોલાવીને લાવ્યા હતા. તેમણે તપાસ્યું તો તેમનું બ્લડ પ્રેશર ઓછું જણાતું હતું એટલે ડૉક્ટર દવા આપીને રવાના થયા હતા."

ત્યાર પછી સાજીદભાઈના પત્નીએ તેમને જમાડ્યા હતા અને પછી તેઓ સૂઈ ગયા હતા.

સાજીદભાઈ જણાવે છે, "હું રાત્રે નોકરી પર હતો અને મારી પત્નીએ રોજા રાખ્યા હોવાથી તે ત્રણેક વાગે ઊઠી. ઉઠ્યાં બાદ તે બાપુજી (સલીમભાઈ)ને જોવા ગઈ તો એને કંઈક ગડબડ લાગી. એણે મને ફોન કર્યો અને હું સીધો ઘરે આવ્યો."

ત્યાર પછી સવારે આઠ વાગ્યે ડૉક્ટરને બોલાવતાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ક્રિકેટના આ સિતારાએ વિદાય લીધી છે ત્યારે તેમના જીવન અને તેમની સિદ્ધિઓ અંગે જાણવા વાંચો આ ખાસ અહેવાલ.

સમગ્ર અહેવાલ માટે અહીં ક્લિક કરો.